40.4 C
Ahmedabad
Saturday, April 19, 2025

ગણપતિ અને હનુમાનજી – વિધ્ન અને સંકટ હરનાર.

તમે કોઈ પણ મંદિરમાં જશો મુખ્ય મૂર્તિની આજુબાજુ ગણપતિ અને હનુમાનજી હશે.તો આવું કેમ ? તો શાસ્ત્રમાં ગણપતિ અને હનુમાનજીને દ્વારપાલ કહ્યા છે.

ગણેશજી વિધ્ન હરે છે અને હનુમાનજી સંકટ દૂર કરે છે.તમે‌ જયારે પણ મંદિરમાં દર્શન કરવા જાઓ ને ત્યારે તમારા જીવનમાં આવતા વિઘ્નો અને સંકટો બંને ગણેશજી અને‌ હનુમાનજી સમજી જાય પછી તમે અંદર કોઈ‌ પણ ભગવાન કે માતાજીના દર્શન કરો‌ ને તો ભગવાન ( મહાદેવ ) અથવા માતાજી તમારી મુશ્કેલીઓ સાંભળીને બંને દ્વારપાલને હુકમ કરે.જાઓ મારા આ બાળકના તમામ સંકટો અને વિઘ્નો દૂર કરો.

મહાદેવ અથવા માતાજીના મંદિરે જશો ને તો મહાદેવની અથવા માતાજીના જમણા હાથ બાજુ ગણપતિ હશે અને ડાબા હાથ બાજુ હનુમાનજી હશે.

તમારા ઘરના મંદિરમાં તમારે ગણપતિ‌જી દક્ષિણ દિશામાં રાખવા ( મુખ ઉત્તર તરફ રાખવું ) અને હનુમાનજી ઉત્તર દિશામાં રાખવાના છે ( મુખ દક્ષિણ તરફ રાખવું )

ગણપતિ અને હનુમાનજી બંને મહાપરાક્રમી છે.ગણપતિ શિવ-પાર્વતી પુત્ર છે તો હનુમાનજી શિવજીના અગિયારમા રુદ્ર અવતાર છે.બંને દેવો બળ અને બુદ્ધિ આપનારા છે.

તમને ખબર છે ગણપતિ અને હનુમાનજી મંગળવારે કેમ પૂજન થાય છે ? કારણકે ગણપતિ અને હનુમાનજી મંગળકારી છે એટલે કે કલ્યાણકારી છે.ગણપતિનો અને હનુમાનજી બંનેનો જન્મ મંગળવારે થયો હતો.તમે તમારી કુંડળીમાં બિરાજમાન મંગળનું શુભ ફળ મેળવવા માટે ગણપતિ અથર્વ શીર્ષ અને હનુમાન ચાલીસા નો‌ દરરોજ પાઠ કરવો જોઈએ.

અનેક નકારાત્મક શક્તિઓથી આપણી રક્ષા કરનારા બંને મહાવીર ગણપતિ અને હનુમાનજી હકારાત્મક શક્તિઓ પ્રદાન કરનારા છે.બની શકે તો દર મંગળવારે ગણપતિ અથવા હનુમાનજીના મંદિરે દર્શન કરવા જવું. દર્શન કરવા ના જઈ શકો‌ તો ઘરે પૂજા કરવી.

જય ગણેશ.જય હનુમાનજી.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,602FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page