જૈમિની પદ્વતિ અનુસાર આરુઢ લગ્ન એક એવું લગ્ન છે કે જે વ્યક્તિની છબી દર્શાવે છે.આ લગ્નને પદ લગ્ન પણ કહે છે આરુઢ લગ્ન જૈમીની પદ્ધતિમાં કારકાંશ લગ્ન.ઈંદુ લગ્ન અને ઉપપદ લગ્ન જેવું જ છે.
તમારું જન્મ લગ્ન એમ દર્શાવે છે કે તમારી છબી શું છે ? પરંતુ તમારું આરુઢ લગ્ન એમ દર્શાવે છે કે તમારી દુનિયાની સમક્ષ છબી શું છે ?
આરુઢ નો અર્થ ઉંચુ સ્થાન થાય છે અર્થાત વ્યક્તિ નું સમાજમાં ઊંચું સ્થાન થશે કે નહીં તે આરુઢ લગ્ન પરથી જાણી શકાય છે. સમાજમાં કોઈને ઊંચુ સ્થાન તો મળી ગયું છે પરંતુ સમાજનો તે વ્યક્તિ પ્રત્યે નો દ્રષ્ટિકોણ કેવો છે તે પણ આરુઢ લગ્ન પરથી જાણી શકાય છે
હમણા એક ભાઈ મને કુંડળી બતાવવા આવ્યા હતા તે ભાઈએ આવીને મને કહ્યું કે મને મારા સમાજમાં ઉચ્ચનું પદ તો મળ્યું છે પરંતુ સમાજનો બહુ મોટો એવો વર્ગ મને લઈને નકારાત્મક માનસિકતા ધરાવે છે.મેં આ ભાઈની વ્યથા સમજવાની કોશિશ કરી ત્યારબાદ મેં તેમની લગ્નકુંડળીના અભ્યાસ બાદ લગ્નની ગણતરી કરીને મેં તેમનું આરુઢ લગ્ન બનાવ્યું.આરુઢ લગ્નના કેન્દ્ર સ્થાનમાં પાપગ્રહો બિરાજમાન હતા તેથી આ ભાઈને ચાહક વર્ગ ઓછો અને નફરત કરનારો વર્ગ વધારે હતૉ.
મિત્રો.ટીકાકારો પણ હોય અને તમારાથી વિપરીત વિચારધારા ધરાવનાર નકારાત્મક વર્ગ પણ હોય પણ પછી ખાસો એવો વર્ગ તમારા વર્તન અને અહંકારથી કંટાળી ને તમારા થી દૂર ભાગે તો એવું પદ, પ્રતિષ્ઠા અને રુઆબ શું કામનો ? અરે ! વ્યક્તિનું વ્યક્તિત્વ તો પ્રેમાળ હોવું જોઈએ.
ચેન્નાઈના સુપરસ્ટાર રજનીકાંતજીની સિંહ લગ્ન ની કુંડળી પરથી આરુઢ લગ્નની ગણતરી કરતા આરુઢ લગ્ન ના કેન્દ્રમાં જ સૂર્ય આવે છે. રજનીકાંતજીની લોકપ્રિયતા એવી છે કે ચેન્નાઇ માં લોકોએ તેમનું મંદિર બનાવ્યું છે.આ લોકપ્રિયતા તેઓ અભિનેતા છે તે નાતે નહીં પણ એક સામાન્ય પરિવારમાંથી આટલા ઉંચા પદ પર પહોંચીને પણ તેમના પોતાના લોકો સાથે કોઈ જ અહંકાર રાખ્યા વગર તેમની સાથે જોડાઈને રહે છે.
આરુઢ લગ્ન વ્યક્તિની હકીકતની પ્રતિભાને દર્શાવે છે.જો વ્યક્તિ દ્વિમુખી સ્વભાવનો હોય તો તેની છબીને સમય આવે છતી કરે છે.
આરઃઢ લગ્ન દ્વારા ઍમ પણ જાણી શકાય છે કે કોઈ કાવાદાવા કે ષડ્યંત્રૉ રચીને ઉચ્ચ પદ પર પહોંચ્યું છે કે પછી પ્રામાણિકતાથી સખત મહેનત કરીને ?
શુંં કહે છે તમારું આરુઢ લગ્ન ?
master strock
પ્રતિભા ગમે તેટલી ખીલે આપણી આભા જાળવીને રાખવી અર્થાત આપણે ગમે તેટલું ઉંચાઇ પર પહોંચીએ પગ હંમેશા જમીન પર રાખવા જોઈએ.
જય બહુચર માં.