29 C
Ahmedabad
Friday, September 20, 2024

ગોચરના ગ્રહોની માનવજીવન પર શું અસર થાય છે ?

ગોચરના ગ્રહો વિશે સમજતા પહેલા ગોચરનો અર્થ સમજવો જરૂરી છે તો ગોચરનો અર્થ એમ થાય છે કે ગોચર એટલે વર્તમાનમાં ફરતા ગ્રહો.

હવે જયારે એક ગ્રહ એક રાશિથી બીજી રાશિમાં ભ્રમણ કરે છે તેને જે તે ગ્રહનું ગોચર ભ્રમણ કહેવાય છે જેમ કે ચંદ્ર એક રાશિમાં સવા બે દિવસ ભ્રમણ કરે છે ત્યારબાદ તેનું બીજી રાશિમાં આગમન થાય છે તેને ચંદ્રનું ગોચર ભ્રમણ કહેવાય છે.

જયોતિષશાસ્ત્રમાં જેટલી વિશોત્તરી દશા-મહાદશાથી તર્કશીલ આગાહી (Prediction) આપી શકાય છે તેનાથી પણ વધારે સચોટ ગોચરના ગ્રહોના આધારે તર્ક સાથે આગાહી આપી શકાય છે.

ગોચરના ગ્રહોની સૌથી વધારે માનવજીવન પર અસર રહે છે જેમકે મીન રાશિમાં ૧ નવેમ્બર ૨૦૨૩ થી રાહુનું ગોચર ભ્રમણ ચાલી રહ્યું છે. જે મીન રાશિવાળા તમામ લોકોના જન્મના ચંદ્ર પરથી ચાલી રહ્યું છે.

ચંદ્ર મનનો કારક હોવાથી રાહુના આ ભ્રમણ દરમિયાન આ સમયમાં મીન રાશિના જાતકોના મનમાં ભ્રમ પેદા કરી શકે છે, ડર કે ભયનું વાતાવરણ ઉભુ કરી શકે છે, શંકાઓ ઉભી કરે છે, માનસિક હતાશ કે બેચેન કરી શકે છે.

મીન રાશિવાળા લોકોએ રાહુના આ ગોચર ભ્રમણ દરમિયાન સતત શિવ ઉપાસના કરવાથી ગોચરના આ રાહુના ભ્રમણ સામે રક્ષણ મેળવી શકાય છે.

ગોચરના ગ્રહોના આધારે આપેલી આગાહીઓ કેટલી સચોટ હોય છે તેનું એક સત્ય ઉદાહરણ આપું .

વાત છે ૨૦૨૧ ની સાલની .

ઈશા નામની એક ૨૬ વર્ષની છોકરી જે મૂળ અમૃતસરની રહેવાસી છે પણ હાલ કેનેડામાં સ્થાયી છે.તેણી મારી પાસે જાન્યુઆરી ૨૦૨૧ માં તેની નોકરીનો પ્રશ્ન લઈને આવી હતી.

તેની નોકરી ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૦ ના રોજ વાદ-વિવાદોના કારણે છૂટી ગઈ હતી.આ છોકરીનું નામ “ઈશા” પણ તેની રાશિ વૃષભ અને લગ્ન પણ વૃષભ હતું.તેના જન્મ લગ્ન અને જન્મ રાશિના ચંદ્ર પર જેવો રાહુ આવ્યો તેણીને નોકરીમાં બોસ જોડેના વાદ-વિવાદોને કારણે અચાનક તેને નોકરી છોડવી પડી હતી.

આ છોકરી તેની જન્મકુંડળી લઈને સપ્ટેમ્બર મહિનાના અંતથી ઢગલો જયોતિષો પાસે ફરી આવી હતી.સૌ જયોતિષોએ પોતાના જયોતિષિક ગણિતના આધારે “ઈશા” ને આગાહીઓ આપી હતી. તેણીને કહ્યું હતું કે તને નવેમ્બરમાં નોકરી મળી જશે તો કોઈએ કહ્યું હતું કે ડિસેમ્બરના અંતમાં અથવા જાન્યુઆરીની શરૂઆતમાં નોકરી મળી જશે.આ છોકરી અલગ અલગ જગ્યાએ ઈન્ટરવ્યુ આપતી જ રહી પણ તેણીને નોકરી મળી નહી.

આ છોકરીએ જાન્યુઆરીના અંતમાં મને કન્લસ્ટ કર્યું. તેણે મને તેની બધી જ આપવીતી કહી.મેં ઈશા ની જન્મકુંડળી પર ગોચરના ગ્રહોને મૂકીને ખૂબ જ સૂક્ષ્મ રીતે ગાણિતીક અભ્યાસ કરીને કહ્યું કે “તમને નોકરી એપ્રિલ ૨૦૨૧ ના પહેલા અઠવાડિયામાં મળશે” મેં કહ્યું આપ પ્રયત્ન તો કરતા રહો પણ મારી ગોચરના ગણિતની પદ્ધતિના આધારે જે ગણતરી છે તે સાચી નિવડશે તેવો મારો જયોતિષશાસ્ત્ર પ્રત્યે હકારાત્મક અભિગમ રહ્યો છે.

આ છોકરીનો એક રાત્રે કેનેડાથી મારી પર ફોન આવ્યો હતો કે સર તમારી આપેલી મારી નોકરી માટેની આગાહી સાચી પડી. તેણે કહ્યું કે તમે કીધુ તું તેમ એપ્રિલના પહેલા અઠવાડિયામાં જ મને નોકરી મળી. મને તેણીએ ક્હ્યું કે નોકરીનો ઓફર લેટર તારીખ ૫ એપ્રિલે મારા હાથમાં આવ્યો. મેં તેને કહ્યું “બસ આને જયોતિષશાસ્ત્ર કહેવાય છે અને ગોચરના ગ્રહોની સચોટ અસર કહેવાય છે”.

જુઓ વાંચકો,પ્રામાણિકતાથી કહું તો મેં તેને એપ્રિલના પહેલા અઠવાડિયામાં નોકરી મળશે તેમ કહ્યું તું તેનું યોગ્ય કારણ તે હતું કે “ગુરુ જેવો પવિત્ર ગ્રહ ગોચરમાં કુંભ રાશિમાં તારીખ ૫ એપ્રિલ ૨૦૨૧ના રોજ આવવાનો હતો.

ગોચરનો ગુરુ ઈશાની વૃષભ લગ્નની કુંડળીમાં દસમાં કારકિર્દીના સ્થાન (કુંભ રાશિમાં) માં આવીને નવમી દષ્ટિથી નોકરીના છઠ્ઠા ભુવનને પવિત્ર કરવાનો હતો તેથી મેં તેને ગુરુના ગોચર ભ્રમણના આધારે સચોટ આગાહી આપી હતી તે ઈશ્વર કૃપાથી સત્ય નીવડી. ઈશાએ ખુશખુશાલ થઈને મને ફોન કરીને બહુ જ થેંકયું કીધું.મેં ઈશાને કહ્યું કે ઈશા તમારો મારા માટેનો વિશ્વાસ કાર્ય કરી ગયો.

દોસ્તો,બધા જયોતિષશાસ્ત્રીઓ પાસે ખૂબ જ જ્ઞાન હોય છે.તેમની પાસે આવતી રોજબરોજની કુંડળીઓનો સૂક્ષ્મ અભ્યાસ હોય છે.તેમના પોતાના સમીકરણો હોય છે. તેમની પાસે ગોચરની ઝીણવટભરી નાનામાં નાની માહિતી હોય છે તેથી ગોચરના ગ્રહોના આધારે આગાહીઓ આપતા હોય છે પણ આમાં સૌથી વધારે “ઈશ્વરની ઈચ્છા અને તમારો વિશ્વાસ” કાર્ય કરતા હોય છે.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page