28 C
Ahmedabad
Friday, September 20, 2024

તંત્રની અષ્ટમ મહાવિદ્યા – બગલામુખી

શક્તાગમ અનુસાર સતયુગમાં એક સમયે ઝંઝાવાત ઉત્પન્ન થયો હતો. સમગ્ર બ્રહ્માંડ તે સમયે જળબંબાકાર થયું હતું. વિષ્ણુ ભગવાનને સૃષ્ટિ પાલનની ચિંતા થઈ તેથી તેઓ શિવ પાસે ગયા. શિવે કહ્યું આ તોફાનને દેવી સિવાય કોઈ પણ રોકી શકવા અસમર્થ છે. તમે દેવીના શરણે જાઓ.

વિષ્ણુ ભગવાન સૌરાષ્ટ્રમાં આવેલ હરિદ્રણર્વ સરોવરમાં તપમગ્ન થયાં.તેમણે પીળુ વસ્ત્ર ધારણ કરીને માઁ આદિ પરાશક્તિનું ધ્યાન ધર્યું.

વિષ્ણુ ભગવાનના તપથી પ્રસન્ન થઈને માઁ મહામાયા જળક્રીડા કરતા બગલાના મુખવાળા પ્રગટ થયા.આ દેવી “બગલામુખી” તરીકે ઓળખાયા.

મકરસંક્રાતિ સમયે મંગળવાર અને ચૌદશના દિવસે દેવીનો પ્રાદુર્ભાવ થયો હતો.

બગલામુખી પીળા વસ્ત્રો ધારણ કરનારી છે તેથી તેને “પીતાંબરી” પણ કહેવાય છે.

તંત્રની અષ્ટમ મહાવિદ્યા બગલામુખી છે.

સૃષ્ટિમાં જેટલા પણ તરંગો છે તે બગલામુખીના કારણે છે. જો તે ઈચ્છે તો તમામ તરંગોને સ્થંભિત કરી શકે છે માટે તેને સ્તંભનની દેવી પણ કહે છે.

બગલામુખીને વીર રતિ પણ કહેવાય છે કારણકે દેવી સ્વયં બ્રહ્માસ્ત્રરૂપિણી છે.

પ્રાણીઓના શરીરમાંથી અથર્વા નામનું પ્રાણસૂત્ર નીકળ્યું છે. આ સૂત્રને કારણે હજારો માઈલો સુધી આપણને આપણા સ્વજનના દુ:ખ અને સંકટનો અનુભવ થાય છે. મનોવિજ્ઞાન ભાષામાં આને “ટેલીપથી” કહે છે.

શ્વાસની પ્રાણશક્તિમાં આ સૂત્ર રહેલું છે. તેના બે પ્રકાર છે.

ધોરંગિરા
અથર્વગિરા

અથર્વગિરાનો પ્રયોગ ઘોરકર્મમાં થાય છે. આ શક્તિ એક કૃત્યા શક્તિ છે. તે બ્રહ્મસ્વરૂપ છે. બગલામુખી શક્તિનો આભાસ હ્દયમાં થાય છે. તેની કૃપાથી જ બધુ જ જોઈ અને સાંભળી શકાય છે. આ દેવી તુર્ય સ્થાને લઈ જાય છે. (મંદિર વ્યવસ્થાપન નામના ગ્રંથમાંથી )

બગલામુખીના ભૈરવ એકવક્રત્ર છે.

તંત્રનો સાધક પીળા વસ્ત્રો, પીળુ ધાન્ય, પીળુ ચંદન, હળદર તથા તમામ પીળા દ્વવ્યોથી બગલામુખીની પૂજા કરે છે. હળદરના ગાંઠિયાની માળાથી બગલામુખીનો જાપ થાય છે.

ગ્રહમંડળમાં મંગળ નામનો ગ્રહ અત્યંત શક્તિશાળી છે. આ મંગળ ગ્રહ બગલામુખીની શક્તિથી જ આટલો જ શક્તિશાળી છે. તંત્રનો સાધક બગલામુખીની સાધના કરે છે ત્યારે જન્મકુંડળીનો મંગળ અતિમંગળ (અતિ કલ્યાણકારી) થઈને તેનું મંગળ (કલ્યાણ) કરે છે.

કૌલાન્તક તંત્ર અનુસાર ત્રણે લોકમાં કોઈ એવો વીર પુરુષ કયારેય નહી થાય કે જે બગલામુખીના સાધકને હરાવી શકે.

હજારો માઈલ દૂર રહેલો શત્રુ જો બગલામુખીના સાધકનું અહિત ઈચ્છે તો તેનો એક ચપટીમાં નાશ થઈ જાય છે.

બગલામુખીનું પીઠ મધ્યપ્રદેશમાં “પીતાંબરી” નામે આવેલું છે.

બગલામુખી દક્ષિણ દિશા પર આધિપત્ય ધરાવે છે.

મહાભારતના યુદ્ધમાં વિજય મેળવવા માટે શ્રી કૃષ્ણ ભગવાનના માર્ગદર્શન અનુસાર પાંડવોએ કૌરવો સામે વિજય મેળલવા માઁ બગલામુખીની આરાધના કરી હતી.

બગલામુખીનો બીજ મંત્ર ગુપ્ત છે. ગુરુ દીક્ષા વગર કરાય બીજ મંત્રનો જાપ કરાય નહી.

આગમ તંત્ર કહે છે કે કળિયુગ પર બગલામુખીનું શાસન છે.

બગલામુખીની સાધના કરવાથી રોગ અને ઋણમાંથી મુક્તિ મળે છે, શત્રુ પર વિજય પ્રાપ્ત થાય છે, કોર્ટ-કચેરીમાં જીત મળે છે, દુશ્મનો ડરથી ભાગી જાય છે, સમગ્ર લોક સાધકના શરણે થાય છે.

જય માઁ બગલામુખી.

જય બહુચર માઁ.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page