ભક્તિ યોગ ,જ્ઞાન યોગ, કર્મ યોગ , ક્રિયા યોગ
– આમાંથી કયો યોગ શ્રેષ્ઠ ?
પહેલાં તો એ સમજીએ કે યોગ એટલે શું ?
– મન અને આત્મા ને શુદ્ધ કરવાની પ્રક્રિયા ને યોગ કહેવાય છે.
ભક્તિ યોગ – મનુષ્ય પોતાની ભક્તિ દ્વારા અથવા તપશ્ચર્યા દ્વારા પરમાત્મા ના શરણ સુધી પહોંચે છે તે ભક્તિ યોગ છે.
જ્ઞાન યોગ – મનુષ્ય સારું શું અને ખરાબ શું તેનું જ્ઞાન પ્રાપ્ત કરીને પોતાના આત્માને શુદ્ધ કરે છે અને પરમાત્માના શરણ સુધી પહોંચે છે તે જ્ઞાન યોગ છે.
કર્મ યોગ – મનુષ્ય પોતાના દરેક કર્મમાં ઈશ્વર ને સાક્ષીભાવ રાખીને ખોટા કર્મ કરતો નથી અને સારા કર્મો કરવા તરફ પ્રેરાય છે અને પરમાત્માના શરણ સુધી પહોંચે છે તે કર્મ યોગ છે.
ક્રિયા યોગ – મનુષ્ય યોગ ક્રિયા દ્વારા પોતાના શરીરની અંદર રહેલા તમામ ચક્રો ને એક્ટિવ કરે છે અને પરમાત્મા ના શરણ સુધી પહોંચે છે તેને ક્રિયા યોગ કહેવાય છે્.
ઉપર લખ્યું છે તે ટાઈટલ પર વાત કરીએ તો
ભક્તિ યોગ,જ્ઞાન યોગ, કર્મ યોગ અને ક્રિયા યોગ – આ ચારમાંથી સર્વશ્રેષ્ઠ યોગ કયો ?
આ બાબતે આ ચાર અલગ અલગ યોગ માં માનનારાઓને એક વાર વાદ વિવાદ થયો.બધા પોત પોતાના યોગને શ્રેષ્ઠ કહેવા લાગ્યા.
એક વાર ગામમાં ભૂકંપ આવ્યો.ભૂકંપથી એક મંદિરનો સ્તંભ થોડો ખસી ગયો માટે આ ચાર અલગ અલગ યોગમાં માનનારા ત્યાં પહોંચી ગયા.
ભક્તિ યોગમાં માનનારા એ પોતાની ભક્તિની શક્તિ લગાવી દીધી પરંતુ તેનાથી મંદિરનો સ્તંભ ખસ્યો નહીં.
ત્યારબાદ જ્ઞાન યોગમાં માનનારા એ પોતાના જ્ઞાનની સ્તંભ ને યોગ્ય જગ્યાએ લાવવા માટે પ્રયત્ન કર્યો પણ તેનાથી પણ મંદિરનો સ્તંભ ખસ્યો નહીં.
એ પછી કર્મ યોગ માં માનનારા એ પણ સ્તંભ ને હલાવવાની કોશિશ કરી પણ તેનાથી પણ સ્તંભ ખસ્યો નહીં.
છેલ્લે ક્રિયા યોગ માં માનનારો પ્રયત્ન કરવા લાગ્યો અને આખરે તેનાથી પણ મંદિરનો સ્તંભ ખસ્યો નહી.
અંતે ચારેય ભેગા થઈને સ્તંભ ખસેડવાની અને યોગ્ય જગ્યાએ મૂકવાની કોશિશ કરતા એ સ્તંભ માં થી પરમાત્મા પ્રગટ થયા.
ચારેય પરમાત્મા ને પૂછ્યું કે અમે અમારા યોગ દ્વારા આ સ્તંભ ખસેડવાની કોશિશ કરી તો કેમ આ સ્તંભ ના ખસ્યો ?
ત્યારે પરમાત્મા બોલ્યા કે ” જ્યારે આ ચાર યોગ ભેગા થાય છે ત્યારે હું પ્રસન્ન થવું છું” .”મનુષ્ય મને ભક્તિ, ક્રિયા, કર્મ અને જ્ઞાન દ્વારા પામી શકે છે”.
Moral of the story – જે લોકો જડ થાય છે તેને પરમાત્મા નું શરણ પ્રાપ્ત નથી થતું પરંતુ જે લોકો flexible થાય છે તેને પરમાત્મા નું શરણ ચોક્કસથી પ્રાપ્ત થાય છે.
જય બહુચર માં.