આપ સૌ જાણો છો તેમ બ્રહ્માજીનું કાર્ય સર્જન કરવાનું છે.વિષ્ણુજી નું કાર્ય પાલન પોષણ કરવાનું છે અને શિવજીનું કાર્ય વિસર્જન કરવાનું છે.
એક સમય ની વાત છે.બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન પોતાના કાર્યથી થાકીને શિવજી પાસે રજા લેવા ગયા હતા.શિવજીને કહ્યું કે અમે આખું વર્ષ કાર્ય કરીએ છે તમે અમને રજા આપો.
શિવજીએ કહ્યું કે “રજા તો આપું પણ પૃથ્વી પરના જીવોનું સર્જન અને પાલન પોષણ કોણ કરશે” ? બ્રહ્માજી અને વિષ્ણુજી એ કહ્યું કે “પ્રભુ જગતનું તમામ દુર્લભ કાર્ય આપની કૃપા વગર શકય નથી” આપને પ્રાર્થના કરીએ છે કે આપ આ કાર્ય થોડો વખત સંભાળો.શિવજીએ બંનેની પ્રાર્થના સ્વીકારી.
બ્રહ્માજી આરામ પર ગયા અને વિષ્ણુ ભગવાન સૂઈ ગયા.
દેવશયની એકાદશી ના દિવસથી શિવજીએ ચાર માસ ( ચાતુર્માસ ) સુધી પૃથ્વી પરનો કાર્યભાર સંભાળવાનો શરુ કર્યો.
શિવજી આપણા ભોળા તેમણે બ્રહ્માજીનું સર્જન નું કાર્ય હાથમાં લીધું. મનુષ્યોના અંગો ગોઠવી ગોઠવીને ભોળા ભાવે પૃથ્વી લોક પર મોકલવા લાગ્યા.તમે જો જો ચાતુર્માસ દરમિયાન જન્મેલા લોકોમાં શિવ પ્રેમ વધારે જોવા મળશે અને તે લોકો બધા કરતાં વધારે ભોળા હશે.
ચાતુર્માસ દરમિયાન શિવજી વિષ્ણુ ભગવાનનું પણ કાર્ય કરે છે.સૌથી વધારે પુન દાન શ્રાવણમાં થાય છે.ચેક કરી લેજો.શિવજીને દૂધ નિત્ય શિવલિંગ પર જે દૂધનો અભિષેક થાય છે તેનાથી ગટરની અંદર રહેલા નાનામાં નાના સૂક્ષ્મ જીવો નું પણ પાલન પોષણ થાય છે.
શિવજીની કૃપાથી ભાદરવા માસમાં પિતૃ કાર્ય પણ થાય છે.આસોમાં માતાજીના નોરતાના પ્રસંગો ઉજવાય છે.દિવાળી પણ આપણે સૌ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરીએ છે.
કોણ કહે છે કે શિવ વૈરાગી છે ? શિવ વૈરાગી ખરા પણ વૈરાગ્ય આનંદ આપનારો હોવો જોઈએ તે શિવ કૃપાથી મને જ્ઞાત થાય છે.
જ્યારે દેવઉઠી અગિયારસ આવે છે.કારતક સુદ અગિયારસ ના દિવસે ત્યારે બ્રહ્માજી અને વિષ્ણુજી આરામ કરીને પૃથ્વી નો કારભાર સંભાળવા લાગે છે.
આમ ચાતુમૉસ શિવજી ચલાવે છે.
આ આર્ટિકલ વાંચીને તમને આનંદ આવી ગયો હોય તો આ આનંદ બીજાને થાય તે માટે તેને આ આર્ટિકલ ની લિંક મોકલી આપજો.
હર હર મહાદેવ
જય બહુચર માં.