શ્રી બહુચરાજીના દર્શનની ઝાંખી કરવા બહુચરાજીની મરજીની સાથે સાથે દાદા આપની પણ મરજી નક્કી કરે છે બાકી આપ જેમ માં ના બારણે મૂછો ચડાવીને ભાલો લઈને માતાના રખેવાળ ભૈરવ તરીકે જેમ ઉભા છો એમ કોની મજાલ છે કે આપની આજ્ઞા વગર કોઈ માં ને મળી શકે !
કોઈ લાખ પ્રકારના યોજન લઈને આવે,ડમરો ગુલાબ અને અત્તરની શીશી લઈને આવે, મોંઘામાં મોંઘો પ્યાલો લઈને આવે, ચવાણુ અને દેશી ચણાના થાળ પણ તમને કેમ ના ધરાવે તોય દાદા કોની મજાલ છે કે આપની આજ્ઞા વગર કોઈ માં ને મળી શકે !
માં અંદરથી આપને હુકમ ફરમાવે એય નારસંગ તું ઘોડે ચડીને એને દોડીને લઈ આવ તો આપ સાફો વીંટીને ધમધમ ધરતીને ધ્રૂજાવે એમ ગતિએ માં ના બાળને લેવા આવો પણ આપ જો નારાજી હોય તો દાદા કોની મજાલ છે કે આપની આજ્ઞા વગર કોઈ માં ને મળી શકે !
છાતી ફાડીને માં બહુચર બહુચર પોકારે, જોરથી ચીસ પાડીને આખું ગગન ડોલાવે,ભય પામનારનો ભય ભગાડે, આ લેખ લખતા લખતા પણ મારા હાથ ધ્રૂજાડે એય નારસંગવીર દાદા સાચું કહું તો કોની મજાલ છે કે આપની આજ્ઞા વગર કોઈ માં ને મળી શકે !
હે નારસંગવીર દાદા ! આપના ગુણ ગાતા મને જે રાજીપો થાય એ જ રાજીપો મારી માતાને થતો હશે કે એના છડી પોકારને કોઈ યાદ કરીને એની ગૌરવગાથા વર્ણવી રહ્યું છે.
બોલને તો શ્રી નારસંગવીર દાદાની જય.
જય બહુચર માં.