28 C
Ahmedabad
Friday, September 20, 2024

જાણો ઈંડા કેમ ના ખાવા જોઈએ? જાણો ઈંડા શાકાહારી છે કે માંસાહારી?

ઈંડું એ શું છે? એ પહેલા જાણીએ.

પહેલા ઈંડું આવ્યું કે મરધી? એવો કોયડો વર્ષોથી ટ્રેન્ડીંગમાં ચાલતો આવ્યો છે.

જે શિશુને જન્મ આપે છે તે ઈંડું છે. શિશુ (ભૃણ) હંમેશા ઈંડામાં તૈયાર થતું હોય છે જયારે ઈંડું પૂર્ણ રૂપે આકાર ધારણ કરે છે ત્યારે તેમાંથી એક જીવની ઉત્પત્તિ થાય છે.

સૌ પ્રથમ ઈંડુ આવ્યું. તેમાંથી મરઘીની ઉત્પત્તિ થઈ. વૈજ્ઞાનિક દષ્ટિકોણ અનુસાર મરઘી (માદા) મરઘા (નર) સાથે સંભોગ કર્યા વિના દરરોજ એક ઈંડુ આપી શકે છે. આ ઈંડામાં ભૃણ તૈયાર થતા છ મહિના થાય છે ત્યારબાદ તેમાંથી એક મરધાનું બચ્ચું બહાર આવે છે તેનો અર્થ એમ થાય કે ઈંડાની અંદર ભૃણ બનવાની શરૂઆત મરઘી ઈંડું આપે છે ત્યારે જ થાય છે.

હજી એક ઉદાહરણ આપું તો ઉપરનો લખેલો તર્ક સમજાશે કે એક સ્ત્રી દર મહિને જયારે માસિક કાળ દરમિયાન આવે છે ત્યારે તેના ગર્ભમાં એક ઈંડું બનતું હોય તે ઈંડું તૂટે છે અને તેને રક્તસ્ત્રાવ થાય છે. જયારે સ્ત્રીને માસિકકાળ આવતો નથી ત્યારે તે ઈંડું બને છે જે ઈંડામાં ભૃણ બનવાની તૈયારી થાય છે. આ ભૃણની અંદર જીવ આવે છે. તેનું શરીર બને છે અને નવ મહિના બાદ સ્ત્રી તે ઈંડામાંથી જ બાળકને જન્મ આપે છે.

આવું જ મરઘીનું છે. મરઘી જે ઈંડું આપે છે ત્યારે જ તેનામાં ભૃણ બનવાની શરૂઆત થાય છે પરંતુ તે ઈંડાંમાં ભૃણ બને તે પહેલા જ લોકો તેને ખાવા લાગે છે. તમને પ્રશ્ન થશે કે આટલા બધા ઈંડાં આવે છે કયાંથી? તો એનો જવાબ છે કે આપણે અહીંયા મરઘી એક કરતા વધારે ઈંડા આપે તે માટે તેને ઇન્જેકશન આપવામાં આવે છે.

ધાર્મિક દષ્ટિકોણથી તર્ક આપું તો નવદુર્ગાના નવ સ્વરૂપોમાં ચોથું સ્વરૂપ છે તે ક્રુષ્માંડા છે. કૂષ્માંડાનો અર્થ કુ (નાનું) + ઉષ્મા + અંડ. અંડ આકારના ઉદરમાં સંસારના વિવિધ તાપો સમાવી રાખે તે કૂષ્માંડા કહેવાય છે અર્થાત્ આખું જગત જેના ઉદર (હ્રદય) માં છે તે દેવી “કૂષ્માંડા” છે અર્થાત્ અનેકો બ્રહ્માંડને જન્મ આપનારી માઁ છે. માઁ કૃષ્માંડા જ ઈંડા દ્વારા જગતને ઉત્પન્ન કરનારી જગતપ્રસૂતા છે.

એક સ્ત્રી હોય કે એક માદા મરધી હોય તે જ તેના ગર્ભમાં ઈંડુ બનાવીને શિશુને (ભૃણ) ને જન્મ આપી શકે છે માટે ઈંડા ખાવા તે પાપ છે કારણકે જે એક જીવને જન્મ આપી શકે તેના ઈંડાને ખાવું માંસાહાર જ કહેવાય છે.

મારા સંપર્કમાં છે તેવા કેટલાક ડૉકટરોનો સંપર્ક કરીને મેં તેમને ઈંડા ખાવા જોઈએ કે નહી તેમ પૂછયું હતું. તેઓએ મને જણાવ્યૂં કે અમારું મેડિકલ સંશોધનના આધારે ચાલતું આવ્યું છે.

આજથી ઘણા વર્ષો પહેલા વિદેશી ડોકટરોએ ઈંડામાંથી પ્રોટીન અને વિટામિન એ મળે છે તેમ સંશોધન કર્યું હતું કારણકે તેમની વિદેશી જમીન પર ઘાન્ય, કઠોળ, લીલોતરી શાકભાજી પૂરતા પ્રમાણમાં ઉગતું નથી અને આજે પણ તેઓ આ બધી વસ્તુઓને ઉગાડી શકવા અસક્ષમ છે તેથી તેમનો આટલો મોટો દેશ આ બધી વસ્તુઓના અછતને કારણે ડોકટરોએ લોકોને ઈડા ખાવા પ્રેર્યા હતા.

અંતે તેમની થીયરી અહીં ભારત સુધી આવી, ભારતના ડૉકટરોએ અપનાવી અને ડોકટરોએ સૌને ઈંડા ખાવા જોઇએ એવો સંદેશો આપ્યો જોકે ભારતમાં પૂરતા પ્રમાણમાં કઠોળ અને લીલોતરી શાકભાજી મળે છે તો ડોકટરો ઈંડાં આરોગવાના બદલે દેશની પ્રજાને કઠોળ અને લીલોતરી શાકભાજી તરફ દોરી શકે છે.

એકવાર ફરીથી ધાર્મિક વાત પર આવું તો અમારા કુળદેવી બહુચર માઁ છે. અમારા કુળદેવી બહુચર માતા મરઘી અને કૂકડા પર અશ્વારી કરે છે તે મરઘીના શરીરમાં જન્મતા ઈંડાને હું કેવી રીતે ખાઈ શકું ? તે મરઘા અને કૂકડાઓને હું શું કામ ખાઉં?. માઁ બહુચરને માથે રાખીને કહું તો મેં અને મારા પરિવારે ઈંડાં અને માંસાહારને આજ સુધી હાથ નથી અડાવ્યો અને કયારેય અડીશું પણ નહી અને જો તમે પણ બહુચર માતા કે બીજી કોઈ પણ માતાને કુળદેવી તરીકે પૂજતા હોવ તો ઈંડાં અને મરઘા (ચીકન) ખાવાનું બંધ કરી દેજો કારણકે જગદંબાને કયારેય ના ગમે જયારે એક જીવ બીજા જીવને ખાય.

જગદંબાએ મનુષ્ય માટે ધન-ધાન્ય, શાકભાજી, કઠોળ અને ફળફળાદિ પૃથ્વી પર ઉગાડયા જ છે.પ્રકૃતિ ઈચ્છે છે કે આપણે એનો ઉપયોગ કરીએ. તમે જોજો જે જમીન પર ધાન્ય અને કઠોળ થાય છે તેને ઉપયોગમાં લીધા પછી તેની પર ફરીથી ધાન્ય અને કઠોળ થઈ શકે છે. તમે જોજો આંબાના ઝાડ પર કેરી થાય છે. તે કેરી આપણે તોડીએ છે પછી પણ ત્યાં બીજી નવી કેરી આવે છે અર્થાત્ પ્રકૃતિએ આ બધું આપણા ખાવા માટે બનાવ્યું છે જેનો વારંવાર ઉપયોગ થઈ શકે છે.

તેનાથી ઉલટું મરઘા (ચીકન) , મટન (માંસ) અને ઈંડાં એકવાર જો કોઈ ખાઈ જાય તો બીજી વાર તેને બીજા મૂંગા જીવને મારીને ખાવું પડે છે……

હું વ્યવસાયે જયોતિષ છું તેથી જયોતિષશાસ્ત્ર એમ કહે છે કે ઈંડા ખાવાથી અને માંસાહાર કરવાથી જન્મકુંડળીનો શનિ અને બુધ તમને યોગ્ય ફળ આપતો નથી. આ બંને ગ્રહો શુભ અવસ્થામાં હોય તો પણ વિપરીત ફળ આપે છે.

વાંચકો, મારી પાસે જેટલું જ્ઞાન હતું તે મેં અહીં પીરસ્યું.

હવે તમારે ઈંડાં ખાવા કે નહી ? ઈંડાં માંસાહારી છે તેમ માનવું કે નહી ? આ બધુ તમારા હાથમાં છે.

જય બહુચર માઁ.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page