ૐ પૂર્ણમદ: પૂર્ણમિદં પૂર્ણાત્પૂર્ણમુદચ્યતે ।
પૂર્ણશ્ય પુણ્યમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ।।
અર્થાત્ ઈશ્વર પૂર્ણ છે,સૃષ્ટિ પૂર્ણ છે, તે પૂર્ણથી જ પૂર્ણ ઉત્પન્ન થાય છે.પૂર્ણમાંથી પૂર્ણ લઈ લેવા છતાં પૂર્ણ જ બચી રહે છે.
પૂર્ણ એટલે શું ? એટલે કે “જે અપૂર્ણ નથી તે” અર્થાત્ જે સત્વ,રજો અને તમો એમ ત્રણે ગુણોથી પૂર્ણ છે છતાં તે ગુણોથી પર છે તે પૂર્ણ છે.આ પૂર્ણ ઈશ્વર છે.આ પૂર્ણમાંથી સમગ્ર પ્રાપ્ત કર્યા પછી પણ તે ખાલી થતું નથી છતાં તે પૂર્ણ રહે છે.આ પૂર્ણ ઈશ્વર “શિવ” છે.
એક સ્તર જ્ઞાનનું છે અને એક સ્તર અજ્ઞાનનું છે. અજ્ઞાનના સ્તરને આંબી જવા જ્ઞાનની જરૂર પડે છે.મનુષ્ય સમસ્યાથી ધેરાયેલો તેના અજ્ઞાનના કારણે હોય છે.જયારે તે સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે રસ્તાઓ શોધતો હોય છે ત્યારે ધીમે ધીમે જ્ઞાન પ્રાપ્ત કરે છે અને તે સમસ્યાઓથી નીકળતો જાય છે.તેની પાસે અજ્ઞાન હતું ત્યાં સુધી તે અપૂર્ણ હતો પણ જેવો જ્ઞાન પ્રાપ્તિ તરફ વળ્યો તો તે કયાંક ને કયાંક પૂર્ણતાના રસ્તે નીકળી ગયો હતો.હકીકતમાં તેની તેને જાણ નથી કે તે જાણતા -અજાણતા શિવ શરણે જઈ રહ્યો છે.
મનુષ્યને મોહ ત્યાં સુધી હોય છે જયાં સુધી તેની પ્રાપ્તિ ના થઈ હોય.પ્રાપ્તિ થઈ ગયા પછી તે મોહની તૃપ્તિ નથી રહેતી. મનુષ્ય કશુંય છોડતો નથી તેથી તે નવું પ્રાપ્ત કરી શકતો નથી. એક જ જગ્યાએ કેટલાય સમય સુધી ઉભુ રહેવુ તે કંટાળાજનક હોય છે. જ્ઞાન માટેના નવા રસ્તાઓ શોધીને જ્ઞાન મેળવવું તે આનંદદાયક હોય છે.
રૂઢિચુસ્તતા, નિયમો, સિદ્ધાંતો જડતા લાવે છે પણ મનનો ભાવ છે તે કાયમ કોમળ રહે છે.પુસ્તકનું કે ગ્રંથોનું લખેલું સાચું માની લેવું તે માનવીની જડતા છે.પોતાની વિશેષ બુદ્ધિ અને વિશેષ સંશોધન કરીને સાચું ખોટું સમજવું તે મનનો ભાવ છે.જડતાથી ઈશ્વર પ્રાપ્ત કયાંય સુધી નથી થતા પણ હા મનનો કોમળ ભાવ હોય તો ઈશ્વર ત્વરિત પ્રગટ થાય છે.
શિવ સિવાય આ જગતના તમામ મનુષ્યો અપૂર્ણ છે.સૌ જ્ઞાનની શોધમાં નીકળ્યા છે.ગ્રંથો, પુરાણો, સત્સંગ, ભજન કીર્તન, અધ્યાત્મવાદ, ધ્યાન વગેરે જ્ઞાન પ્રાપ્ત કરવાના અલગ અલગ રસ્તા છે પરંતુ જ્ઞાન પ્રાપ્ત કરીને પૂર્ણ થવાની કોઈની ગણતરી ના હોવી જોઈએ. મનનો ભાવ જે પૂર્ણ છે તે ઈશ્વર શિવના શરણે જવાની હોવી જોઈએ.
આપણા સૌનું મુકામ પૂર્ણતા (શિવ) સુધી પહોંચવાનું હોવું જોઈએ. લક્ષ્યો સુધી પહોંચવાની જિજ્ઞાસા અને દુન્યવી સુખ પ્રાપ્ત કરવાની તડપ દરેકને હોય છે પણ તે એક અવસ્થા સુધી હોવી જોઈએ.અંતે શોધ શિવ શરણની હોવી જોઈએ. આ શોધ માટે રોજ એકાદ સેકન્ડ, એકાદ મિનિટ અથવા તો એકાદ કલાક તે “પૂર્ણ ઈશ્વર શિવ” વિશે વિચારવું જોઈએ જેમ તમે તમારા લક્ષ્યો અને દુન્યવી સુખો માટે વિચારો છો.
તુમ ઉસે ભી અપને ખ્યાલો મે રખો.
કયોંકિ વો તુમ્હારા હર વક્ત ખ્યાલ રખતા હૈ .
હર હર મહાદેવ. હર ઘર મહાદેવ.
(અહીં ઘર લખ્યું છે કારણકે દરેકના ઘરે જગતપિતા પરમેશ્વર શિવ છે એમ જાણ હોવી જોઈએ)
આ લેખની લિંક તમારા વોટસએપ ગ્રુપમાં તમારા સ્નેહીજનો અને મિત્રોને મોકલજો તેથી અન્ય પણ આવા ધાર્મિક લેખો વાંચી શકે.
જય બહુચર માં.