29 C
Ahmedabad
Friday, September 20, 2024

જે ભક્તિ કરે તેને બહુ દુ:ખ પડે છે ? સાચું કે ખોટું ?

આ ટાઈટલ એટલા માટે લખ્યું કે કેટલાક પરમ જ્ઞાનીઓ આ પૃથ્વી પર છે જેમના મગજમાં આવો ભ્રમ છે કે જે ભક્તિ કરે તેને બહુ દુ:ખ પડે છે અને જે નથી કરતા તે બહુ સુખી હોય છે. તે મહાનુભાવો આગળ કહે છે કે કળિયુગમાં જે ખોટું કરતા હોય તેની જ બોલબોલા હોય છે. આ બધી વાતો કોઈ સામાન્ય માણસનું બ્રેઈન વોશ કરી શકે પણ મારે મન આ વાત તદન વાહિયાત અને પાયાવિહોણી છે.

મારે મન આ બાબતે કંઇક એવો તર્ક છે કે જયારે આપણા જીવનમાં અતિભયંકર મુશ્કેલીઓ આવી પડવાની હોય અથવા આપણા જીવનમાં આવતા અસંખ્ય દુ:ખોની સામે આપણે લડી શકીએ અને તેમાંથી બચીને આબાદ બહાર આવી શકીએ ને તેથી પરમ કૃપાળુ પરમાત્મા તેમની પાસે આપણને બોલાવતો હોય છે અને આપણે ભક્તિ તરફ વળીએ છે જેથી શૂળીનો ઘા સોંયથી પતે.આપણા જીવનમાં આવતું મહાકાય દરિયા જેવું દુ:ખ નાનકડા ખાબોચિયા જેવું થઈ જાય તે માટે ઈશ્વર આપણને તેમના શરણમાં હંમેશા રાખતો હોય છે.

આપણે આપણા પૂર્વજન્મના, ભૂતકાળના કે સંચિત કર્મો ભોગવવાના છે તે સમય ઈશ્વરનું સાંનિધ્ય તે કર્મો સામે લડવાની, તટસ્થ રહેવાની અને ફરીથી ઉભુ થવાની શક્તિ આપે છે. ઈશ્વર આપણને તેના શરણમાં લે એવો મોકો પણ આપણને એ રીતે મળે છે કે આપણા પૂર્વજોએ કે આપણે પૂર્વજન્મમાં, ભૂતકાળમાં કોઈ સારા કર્મો કર્યા હોય ને ત્યારે ઈશ્વર આપણને એની નજીક ખેંચી લઈ આવે છે.

રહી વાત તે લોકોની કે જે ભક્તિ નથી કરતા તોય સુખી છે તો એવા લોકોના પૂર્વજોએ જે પુણ્યકર્મો કર્યું છે તે તમે કે હું જોવા નથી ગયા તેનું તે લોકો ભોગવે છે અને તેમાંથી ઘણા ખરા સુખના નશામાં ખોટા કામો કરતા હોય છે પણ જયારે તેમના પૂર્વજોના કે પૂર્વજન્મના પુણ્યો પૂરા થઈ જાય છે ત્યારે તેમને આ જન્મમાં જ કરેલા કર્મોની એટલી યાતના ભોગવવી પડે છે કે નર્કમાં થોડી ઓછી ભોગવવી પડે !

હવે પછીથી કોઈ જ વહેમી, અંધશ્રદ્ધાળુ કે આવા ભ્રમિક વ્યકિતની વાતમાં કોઈએ પણ પડવું નહી પણ તેને આપણે એમ કહેવાનું કે હે જ્ઞાની આત્મા ! જે ભક્તિ કરે છે તેને બહુ ઓછું “દુ:ખ” પડે છે. આવું કયાંય પુસ્તકમાં લખેલું નથી પણ માં બહુચરાજીએ લખાયું તેમ મેં લખ્યું.

ઈશ્વરની વકાલત કરતો હોવું તેમ એક વાત લખવાનું મન થાય છે કે ઈશ્વર એટલો બધો દયાળુ છે કે તેના જીવોને દુ:ખી નથી જોઈ શકતો તેથી કાયમ તેને ભક્તિમય રાખીને પરમ સુખનો આનંદ કરાવે છે.તેના ભક્તને જે જોઈતું હોય તે આપે છે.તેને તમામ પ્રકારના દુ:ખોમાંથી દૂર કરી સુખી કરે છે.

મારા પપ્પા તેમની બુદ્ધિમતા અનુસાર હંમેશા મને આવું કહે કે…..

“અંબા માં દુ:ખ દૂર કરે અને બહુચર માં સુખી કરે”

બોલો જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page