ડૉ.વિશાલ મોદી જ્યોતિષશાસ્ત્રમાં પીએચ.ડીની પદવી ધરાવે છે.તેઓ ગોલ્ડ મેડાલિસ્ટ છે.આ ઉપરાંત તેઓ જાણીતા લેખક છે.તેમણે અનેક ધાર્મિક ગ્રંથો અને પુરાણોનો અભ્યાસ કરીને અત્યાર સુધી આશરે પાંચસોથી વધારે ધાર્મિક અને આધ્યાત્મિક લેખ લખ્યા છે.આ સિવાય જ્યોતિષશાસ્ત્રમાં તેમની મજબૂત પકડ છે.તેમાં તેમના અનેક સંશોધનો છે તેના આધારે તેઓ જ્યોતિષ ક્ષેત્રે સમાજમાં આગવું નામ ધરાવે છે.તેઓ અંકશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રના પણ જાણકાર છે.
ડૉ.વિશાલ મોદીએ હંમેશાં સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો છે અને સનાતન ધર્મના રક્ષણ કાજે તેઓ હંમેશાં તત્પર રહ્યા છે.તેમણે હંમેશાં સમાજને એ સત્યથી વાકેફ કર્યા છે કે પરમ સત્ય શિવ અને શક્તિ છે અર્થાત્ મૂળ પરમાત્મા શિવશક્તિ છે.
ડૉ.વિશાલ મોદી પોતાના જ્ઞાન અને બુદ્ધિ દ્વારા સમાજને હંમેશાં સાચો રસ્તો બતાવ્યો છે. અહીં આ વેબસાઈટમાં તેમણે લખેલા તમામ લેખો જનહિતને વહેંચવા કાજે લખ્યા છે જે કોઈ પણ નિ: શુલ્ક વાંચી શકે છે કારણકે ડૉ.વિશાલ સરનો અંગત અભિગમ એવો રહ્યો છે કે આપણી પાસે જે કંઈ પણ છે તે સમાજને વહેંચવું જોઈએ.
ડૉ.વિશાલ મોદીની સાથે વાત કરવા માટે એપોઈમેન્ટ લેવી જરૂરી છે.