23 C
Ahmedabad
Monday, December 23, 2024

ગ્રહો અને ચેસ…

⦿ ચેસ‌ એક એવી રમત છે જેમાં બુદ્ધિનો ઉપયોગ થાય છે. બુદ્ધિમાન લોકોને, રાજનૈતિક લોકોને તથા કેટલીક મોટી હસ્તીઓને મેં ચેસ રમતા જોયા છે. રાજા રજવાડાઓ પણ ચેસ રમવાના ખૂબ જ શોખીન હતા.

⦿ ચેસ ( શતરંજ ) ની રમત કોણે શોધી તેની પુષ્ટિ થાય તેવા કોઈ પુરાવાઓ નથી પરંતુ રાજા રજવાડાઓના સમયમાં ચેસને ચતુરંગા કહેતા હતા.

⦿ વાંચકો,ચેસ‌ મારી સૌથી પ્રિય રમત છે. અમે નાના હતા ત્યારે ચેસ,કેરમ વગેરે રમતા હતા.પરંતુ હવે આ આ બધી જ રમતો મોબાઇલ માં આવી ગઈ છે

⦿ હમણાની જ વાત છે. એક વાર મોબાઇલમાં ચેસની ગેમ રમતા રમતા મારી બુદ્ધિમાં જાણે ઈશ્વરે કંઈક આઈડિયા આપ્યો હોય એમ અચાનક મેં મારા જ્યોતિષશાસ્ત્રના જ્ઞાનને ચેસમાં લગાવીને જોયું..

⦿ ચેસની અંદર તમે જુઓ તો એક રાજા છે,એક રાણી છે,બે ઉંટ,બે ઘોડા,બે હાથી છે અને આઠ પેંદા (pawn) છે. (એક‌ સાઈડના ખેલાડીના)… સામાવાળા ખેલાડીના‌ અલગ…

⦿ ચેસના તમામ કૂકાઓને મેં ગ્રહો સાથે સરખાવીને જોયા તો

➡રાજા – સૂર્ય

➡ રાણી – ચંદ્ર

➡ હાથી – ગુરુ

➡ ઊંટ – શુક્ર

➡ ઘોડો – મંગળ

➡ પેંદુ – શનિ

⦿ તમે પૂછશો‌ કે બુધ કયાં છે ? તો બુધ તમે પોતે છો કારણકે ચેસ‌ રમવામાં તમારે તમારી બુદ્ધિ લગાવવી પડે છે.

⦿ ચેસમાં રાજા સ્થિર છે.સામી વ્યક્તિ સાથેની રમતમાં રાજયને‌‌ બચાવવા રાણી ( ચંદ્ર ), હાથી ( ગુરુ ), ઊંટ (શુક્ર), મંગળ (ઘોડો) ,,પેદું (શનિ) પોત‌ પોતાની રીતે ભાગ‌ ભજવે છે.

⦿ આપણે આ જન્મમાં આપણા સૂર્ય રુપી આત્મા ને સદગતિ આપવા માટે આપણા મન (ચંદ્ર), (ગુરુ) જ્ઞાન, શુક્ર (આનંદ), મંગળ (શક્તિ) અને શનિ (અનુભવ) ઉપયોગ કરીને આપણી અંદર રહેલા દુર્ગુણની સામે આપણે જીતવાનું છે.

⦿ ચેસ બોર્ડ ની અંદર સામે રહેલા કૂકાઓ (શત્રુઓ) બીજું કોઈ નહીં પણ આપણા દુર્ગુણો છે જેમકે કામ,ક્રોધ, મોહ, લોભ,અહંકાર, લાલચ,ઈર્ષ્યા વગેરે છે.

⦿ આપણે આ બધા દુર્ગુણો ની સામે‌ જીતીને આપણા મન (રાણી) અને આત્મા (રાજા) ને‌ બચાવવાના છે.

⦿ ચલો ચેસ રમીએ….આપણી પાસે રહેલી શક્તિનો ઉપયોગ કરીને આપણી ભીતર રહેલા શત્રુઓને જ્ઞાન, બુદ્ધિ, અનુભવના આધારે હરાવીએ અને નિરંતર આપણા નિજાનંદમાં રહીએ.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,579FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page