28 C
Ahmedabad
Friday, September 20, 2024

જાણો વિશાખા નક્ષત્ર વિશે…

સત્યાવીસ નક્ષત્રોમાં સોળમું નક્ષત્ર વિશાખા છે. વિશાખા ગુરુનું નક્ષત્ર છે. ગુરુ જેવા બ્રાહ્મણ વર્ણના ગ્રહનું નક્ષત્ર હોવાથી આ નક્ષત્ર પવિત્ર નક્ષત્ર કહેવાય છે. વિશાખા નક્ષત્રમાં જન્મેલા જાતકોને શિક્ષણ સાથે ખૂબ લગાવ હોય છે. ઉચ્ચ વિદ્યાભ્યાસ, રૂઢિચુસ્ત સિદ્ધાંતો અને જે તે ક્ષેત્રમાં ઉચ્ચ કોટિનું જ્ઞાન આ નક્ષત્રનું આગવું લક્ષણ છે.

વિશાખા એટલે જેની વિવિધ શાખાઓ હોય છે તે. ગુરુ વિસ્તૃતિકરણનો કારક હોઈ આ જાતકને દેશ વિદેશમાં માન સન્માન આપે છે. સમજદારી, ધીરજ અને સહનશીલતા આ નક્ષત્ર ધરાવતા જાતકોમાં જોવા મળે છે. આ નક્ષત્ર ધરાવતા જાતકો કોઈપણ સંજોગોમાં પોતાનું લક્ષ્ય પૂરૂં કરીને રહે છે.

આ નક્ષત્રવાળા જાતકો પ્રભાવશાળી વચન બોલનાર, વ્યવહારું અભિગમ, ન્યાયપ્રિય,નેતૃત્વ કરનાર, સુખ સંપત્તિથી સમૃદ્ધ અને ઐશ્વર્યયુકત જીવન જીવનાર હોય છે.

આ નક્ષત્ર પહેલા ત્રણ ચરણમાં શુક્રની તુલા રાશિમાં તથા ચોથા ચરણમાં મંગળની વૃશ્વિક રાશિમાં આવતું હોઈ જો કુંડળીમાં ગુરુ, શુક્ર અને મંગળની સ્થિતિ સારી ના હોય તો આ નક્ષત્રનું ઉત્તમફળ મળતું નથી.

આ બાબતની નકારાત્મક અસર એમ થાય છે કે આ જાતકો ઉગ્ર સ્વભાવના ક્રોધી અને ક્રૂર હોઈ શકે છે. ખોટા માર્ગે ચડી જાય છે.લોભી, સ્વાર્થી અને ચાલાકી કરીને અન્ય લોકોનું અનિષ્ટ કરનાર હોય છે.

વિશાખા નક્ષત્રમાં જન્મેલી સ્ત્રીઓ ધાર્મિક, ચરિત્રવાન, ગુણવાન, મહેનતું અને હ્દયની કોમળ હોય છે. સત્ય વચન બોલનારી હોય છે. ધન-ધાન્યથી સમૃદ્ન હોય છે.

વિશાખા નક્ષત્રમાં જન્મેલા જાતકોએ શિક્ષણ, સેલ્સ માર્કેટિંગ, દલાલી, વિદેશવેપાર, ડોકટર, સંપાદક, અભિનય,મેનેજમેન્ટ વગેરે ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ.

વિશાખા નક્ષત્રમાં જન્મેલા જાતકોને ડાયાબીટીસ, પેટ સંબંધી રોગ, મૂત્રાશયને લગતા રોગો હોઈ શકે છે.

વિશાખા નક્ષત્ર વાયુતત્વનું છે. તેના ઈષ્ટદેવતા ઈંદ્રાગ્નિ છે.

ઈંદ્રાગ્નિશુભદૌ સ્યાતાં વિશાખા દેવતાશુભે ।
નમૌમ્યૈ કરુથારૂઢૌ વરાભયંકરબુજૌ ।।

– વિશાખા નક્ષત્રના દેવતા એવા ઈંદ્રાગ્નિ દેવ જેઓ એક રથ પર આરૂઢ થનારા અભયદાયક વરદાન આપનારા હસ્તમાળાની જોડવાળા દેવને હું નમન કરું છું.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page