28 C
Ahmedabad
Friday, September 20, 2024

રંગ લાવે ઉમંગ ( Color Therapy )

આપણે નાના હતા ત્યારે ભણવામાં મેઘઘનુષ્યના સાત રંગો આવતા હતા.યાદ છે ? આપણે બધા Shortcut માં યાદ રહે એ માટે “જાનીવાલીપીનારા” થી યાદ રાખતા હતા. જેમ મેધધનુષ્યના સાત રંગો છે ને એવી જ રીતે સાત દિવસના સાત મુખ્ય ગ્રહોના સાત રંગો છે જે આપણા જીવનના હરેક દિવસને રંગીન બનાવતા હોય છે.

દરેક ગ્રહનો પોતાનો રંગ હોય છે એ દિવસે એ રંગના કપડા પહેરવાથી આપણને એ ગ્રહ શુભત્વ પ્રદાન કરતો હોય છે ધારો કે મંગળનો રંગ લાલ હોય છે તેથી મંગળવારે લાલ કપડુ પહેરવાથી મંગળ આપણું મંગળ ( કલ્યાણ ) કરે.

રવિવાર એ સૂર્યનો વાર છે. રવિવારે કેસરી તથા નારંગી સૂર્ય જેવું તેજ પ્રદાન કરે. સોમવાર એ ચંદ્રનો વાર છે તેથી સોમવારે સફેદ,આછો વાદળી તથા નીલો રંગ લાભદાયી છે.મંગળવારે મંગળ લાલમલાલ છે તેથી લાલ અથવા મરૂન કે રાતો મંગળ ( કલ્યાણ ) કરે,બુધવારે બુધ લીલો છે તેથી લીલો, પોપટી તથા ( Green ) રંગ ફળે.ગુરૂવારે ગુરુજી પીળા અને ગોટમટોળ છે તેથી પીળો હળદરની જેમ હદે,શુક્રવાર એટલે શુક્ર સ્ત્રી ગ્રહ છે તેથી સફેદ,શ્વેત,ભૂરો,purple, મરૂન, વાદળી, ગુલાબી, Baby Pink જલસા કરાવે, શનિવારે શનિ વાદળી કે કાળા રંગનો છે તેથી વાદળી અથવા કાળો ઉત્તમ રહે.

આ કોઈ અંધશ્રદ્નાની વાત નથી પણ Logic ( તર્ક ) છે. હું તમારા વખાણ કરું કે તમને ગમે એ કાર્ય કરું તો તમને કેવું ગમે ? હવે આપણે ગ્રહોને એમના જ વાર પ્રમાણે એમને ગમતા જ રંગ પહેરીએ તો એ શુભ ફળ આપે કે નહી ? છતાં એક ખાસ વાત કે તમારે તમારી પત્ની કે પતિને ગમે એ જ રંગનું કપડું પહેરવું નહીતર ગ્રહો શુભ ફળ આપે કે ના આપે તમને તમારા જીવનસાથી તરફથી શુભ ફળો મળવાના બંધ થઈ જશે. આ જસ્ટ જોક માર્યો

જો “રંગ” તું બધાના જીવનમાં “ઉમંગ” લાવતો હોઈશ ને એટલે તને બધા શુભ પ્રસંગે ગણતા હશે.લગ્ન વખતે “કંકુ છાંટી કંકોતરી મોકલો”. એમ જ થોડી ગાતા હશે ! ધજા પૂજનમાં “ઉડે રે ગુલાલ ચાચરના ચોકમાં ઉડે રે ગુલાલ” અમસ્તા તો નહી જ ગવાતું હોય ! લાલ કે કેસરી રંગનું વિજય તિલક યોદ્ધાઓના માથે આમ કંઇ થોડી કરાતું હશે અને રહી વાત મારા ભારત દેશના “તિરંગા”ની તો કેસરી રંગ ત્યાગ અને સાહસ, સફેદ એ અહિંસા અને શાંતિ,લીલો એ હરિયાળી અને સમૃદ્ધિ તથા અશોકચક્રનો ઘેરો ભૂરો રંગ ગતિશીલતા અને પ્રતિભા સૂચવે છે.

તો તમે જ વિચારો કે રંગ જીવનમાં ઉમંગ લાવે કે નહી ? આ આખી Color Therapy છે તેનો સદઉપયોગ કરીને જીવનને રંગબેરંગી કરજો.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page