નીચેનો આર્ટિકલ વાંચતા પહેલા જાણો કેમ લગ્નમેળાપક વખતે ગુણો નહી પણ ગ્રહો મેળવવા જોઈએ આ આર્ટિકલ વાંચવો જરૂરી છે.
આગળના ભાગમાં જણાવ્યા મુજબ પેલા દંપતીનું શું થયું ?
પેલા દંપતીનું આખરે સમાધાન થયું.હવે બંને એકબીજાના નકારાત્મકને સ્વીકારીને કે અવગણીને લગ્નજીવનમાં આગળ વધ્યા.
પ્રિય વાંચકો,જયારે જન્મકુંડળીમાં સાતમા સ્થાનનો સ્વામી છઠ્ઠા, આઠમાં કે બારમાં સ્થાનમાં હોય છે ત્યારે છૂટાછેડા, જૂદાઈ કે વિચ્છેદના યોગ થાય છે. ઘણી વાર જયારે આ સ્થાનોમાં બિરાજમાન થયેલા સપ્તમેશ પર ગુરુની દષ્ટિ હોય તો તે દાંપત્યજીવન બચાવવાનું કાર્ય કરે છે. દાંપત્યજીવન કોઈ એક વ્યકિતના કે ઘણી વાર બે વ્યક્તિઓના સમાધાનથી ચાલતું જ જાય છે.
મેં મારા સંશોધનમાં જોયું છે કે કર્ક લગ્નની અને સિંહ લગ્નની જન્મકુંડળીમાં જાતકનું દાંપત્યજીવન ખૂબ જ બગડતું હોય છે. આ બે લગ્નવાળી મેં ઢગલો છૂટાછેડાની કુંડળીઓ જોઈ છે કારણકે આ બંને લગ્નમાં મારક અને સપ્તમેશ શનિ જો છઠ્ઠે,આઠમે કે બારમે જતો રહે અથવા શનિ સૂર્યની સાથે હોય તો શનિ લગ્ન પછી છૂટાછેડા માટે કોર્ટ કચેરીના ધક્કા ખવડાવે છે.
તુલા લગ્નની જન્મકુંડળીમાં સાતમી રાશિ મેષ આવે તેનો સ્વામી મંગળ થયો. મંગળ જયારે છઠ્ઠે, આઠમે કે બારમે હોય અને જો શનિ સાથે કે શનિના નક્ષત્રમાં હોય તો પણ છૂટાછેડાના યોગ બને છે.
લગ્નજીવન બે લોકોની સમજદારીથી ચાલે છે. લગ્નજીવન બે આત્માઓનું મિલન છે. લગ્નજીવન સૌથી મોટી જવાબદારી છે. લગ્નજીવનમાં આ બાબતોની બેદરકારી રાખવામાં આવે છે ત્યારે સામુવાળુ પાત્ર પરેશાન થવા માંડે છે. તે હવે કશું પણ સહન કરવાને કાબેલ નથી હોતું. તેને હવે તે પાત્ર સાથે રહેવું નથી તે હવે એકલા જીવવાને સક્ષમ છે. તે ખૂબ જ ભરાઈ ગયું છે તેથી હવે તે વ્યક્તિથી અલગ થઈ જવા છૂટાછેડા (Divorce) ની માગણી કરે છે.
છૂટાછેડામાં ઘણીવાર “અપેક્ષાઑ” જવાબદાર હોય છે. જયારે અપેક્ષાઓ પૂરી કરવામાં સામુવાળુ પાત્ર નિષ્ફળ જાય છે ત્યારે પણ છૂટાછેડા થાય છે.આનાથી ઉલટુ કહેવુ હોય તો જયારે એક પાત્ર સતત પોતાના જીવનસાથીની અપેક્ષા પૂરી કરી રહ્યું છે છતાં તેના જીવનસાથી તેનો સંતોષ નથી તે કારણ પણ છૂટાછેડાનું કારણ બની શકે છે.
કેટલીય જન્મકુંડળીના વિવરણ બાદ જોવા મળ્યું છે કે સપ્તમેશ કેતુ સાથે હોય અથવા કેતુના નક્ષત્રમાં હોય, દાંપત્યજીવનનો કારક ગુરુ કેતુ સાથે હોય અથવા કેતુના નક્ષત્રમાં હોય, પુરુષની કુંડળીમાં શુક્ર કેતુ સાથે હોય અથવા કેતુના નક્ષત્રમાં હોય અને સ્ત્રીની કુંડળીમાં મંગળ કેતુ સાથે હોય અથવા કેતુના નક્ષત્રમાં હોય ત્યારે એક પાત્રને બીજા પાત્ર દ્વારા સંતોષ મળતો નથી.
કેતુ તડપાવે છે. કેતુ અતૃપ્ત રાખે છે. અસંતોષની ભાવના વારંવાર ઉભી કરે છે. કેતુ ભૂતકાળની બનેલી ઘટનાઓને વારંવાર યાદ કરાવીને નકારાત્મક કરે છે.કેતુનું કાર્ય વિચ્છેદ કરાવવાનું છે અંતે ઉભા થયેલા અસંતોષના કારણે યેનકેન પ્રકારે વિચ્છેદ થાય છે ત્યારબાદ છૂટાછેડા થાય છે.
વાંચકો લગ્નજીવનને સુંદર રીતે માણવા માટે લગ્નજીવનના દોષો દૂર કરી શકાય છે તેમાંથી સારા ગુણો શોધીને કાં તો પછી તે લગ્નજીવન પર પૂર્ણવિરામ મૂકીને.
જય બહુચર માં.