16 C
Ahmedabad
Saturday, December 21, 2024

લગ્ને કેતુ-સાતમે રાહુ

“ડર સબકો ડરાતા હૈ પર જો નહી ડરતા હૈ વો હી ડર કો હરાતા હૈ”. લગ્ને કેતુ અને સાતમે રાહુનો “ડર” કંઈક આવો જ છે. તમે કોઈ પણ જયોતિષ પાસે તમારી જન્મકુંડળી લઈને જશો અને જો તમારી જન્મકુંડળીમાં જો લગ્નસ્થાનમાં “કેતુ” અને સપ્તમ ભાવમાં “રાહુ” હોય તો તમને સાહેબ જયોતિષ એવું કહી દેશે કે “તમારા જીવનમાં જીવનસાથીનું સુખ નથી” પુરુષ હશે તો કહેશે કે “સ્ત્રીસુખ” નથી અને સ્ત્રી હશે તો કહેશે “પુરુષસુખ” નથી કારણકે જન્મકુંડળીમાં સાતમો ભાવ જીવનસાથીનો છે.મારા અભ્યાસ મુજબ આ બધુ પ્રાચીન પુસ્તકોના અને પ્રાચીન લોકોની વિચારધારાના ચાલતા એક ધારા વલણને અનુકરણ કરવાની વાત છે પણ અત્યારનું આધુનિક જયોતિષનું જ્ઞાન અને સંશોધન કંઈક અલગ છે.

મેં લગ્ને કેતુ અને સાતમે રાહુવાળી અનેકો કુંડળીના અભ્યાસ કર્યા ત્યારે મને એમ સમજાયું કે લગ્ને કેતુ આધ્યાત્મિકતા,સંશોધન તથા ઈશ્વરીય શકિત બક્ષે છે અને સાતમે રાહુ “Best Life Partner” (સારો જીવનસાથી) આપે છે. સાતમે રાહુ હોય તો Intercast marriage ( આંતરજ્ઞાતીય લગ્ન ) થવાની સંભાવના વધુ હોય છે.

સાતમે રાહુ હોય ત્યારે રાહુની મહાદશામાં વ્યકિત તે બાબતને લગતા દુ:ખો ભોગવે છે. પુરુષ હોય તો સ્ત્રીથી દુ:ખ પામે છે અને સ્ત્રી હોય તો પુરુષથી દુ:ખ પામે છે,વહેલા લગ્ન કરી લીધા હોય તો લગ્ન તૂટવાના વારા આવે છે કે તૂટી જાય છે અને બીજા લગ્ન કરે છે અથવા જાતક પરસ્ત્રીઓ સાથે સંબંધમાં (Live in Relationship) રહે છે અથવા દ્વિભાર્યા યોગ (બે પત્નીનો યોગ) પણ થાય છે.

જેની પણ કુંડળીમાં લગ્ને કેતુ અને સાતમે રાહુ હોય તેણે પરસ્ત્રીને હાથ લગાવવો નહી કારણકે જો તેણે લગ્નેતર સંબંધ રાખ્યા તો પરસ્ત્રીથી એ વ્યકિતનું પતન થશે એ વાત ૧૦૦ % નક્કી છે.આવા જાતકોએ બને તેટલું ધાર્મિક અને આધ્યાત્મિક રહેવું, પાર્ટનર ( ભાગીદાર ) સાથે સંબંધો સારા રાખવા.પોતાની પત્નિ/પતિમાં જ રસ રાખવો.

બસ આટલી બાબતનું ધ્યાન રાખો તો લગ્ને કેતુ ચક્રવર્તી અને સાતમે રાહુ જાહેરજીવનમાં જાહોજલાલી આપશે, તમારું નામ થઈ જશે અને તમે જે ક્ષેત્રમાં હશો ને ત્યાં તમારો ઈતિહાસ રચાશે.તમારું પાર્ટનર હંમેશા તમારું પીઠબળ બનશે.

આ સર્વ વાત તમને ઉદાહરણ આપ્યા વગર ગળે નહી ઉતરે તેથી શરૂઆત કરું તો હમણા જ આપણા સૌને અલવિદા કહેનાર જયોતિષ જગતની એક મહાન હસ્તી જેમણે પશ્વિમી જયોતિષમાં અનોખી ક્રાંતિ લાવીને જગતને આધુનિક જયોતિષ આપ્યું તેવા સ્વ.શ્રી બેજાન દારૂવાલા ( દાદાજી )ની કુંડળી જોઈ લ્યો.તેમની કન્યા લગ્નની જન્મકુંડળીમાં લગ્ને કેતુ અને સાતમે રાહુ છે.

મહાનાયકનું તો નામ સાંભળ્યું છે ને ? હા જી.અમિતાભ બચ્ચન સાહેબની વાત કરું છું.તેમની કુંભ લગ્નની કુંડળીમાં લગ્ને કેતુ અને સાતમે રાહુ છે.તમને એમ લાગે છે કે રિલાયન્સ મુકેશભાઈ અંબાણી ચલાવે છે પણ હકીકતમાં મુકેશભાઈની પત્ની નીતાબેન અંબાણીની ધન લગ્નની કુંડળીના લગ્ને કેતુ અને સાતમે રાહુ કોઈએ જોયો જ નહી હોય. આવી મારી પાસે અસંખ્ય કુંડળીઓ છે પણ અહીંયા બધાના ઉદાહરણ આપી શકું એમ નથી.

હવે તર્ક સમજાવું કે લગ્ન એટલે વ્યકિત પોતે.જો લગ્નમાં “કેતુ” હોય તો તે વ્યકિતમાં એનર્જી ( શકિત ) ભરવાનું કામ કરે છે અને સાતમે રાહુ હોવાથી પોતાનું છુપું બળ ને છાયા આપીને તથા લાઈફ પાર્ટનરના સાથ સહકાર સાથે સાતમા ભાવને લગતા શુભ ફળ આપે છે.

તમે એક વાત સમજી લો કે તમારી કુંડળીમાં કોઈ પણ ભાવમાં રાહુ-કેતુ હોય અને તમારે રાહુ-કેતુ ના શુભ ફળ મેળવવા હોય તો હંમેશા ધાર્મિક અને આધ્યાત્મિક રહેવું કારણકે રાહુનું કામ ભ્રમ ઉભું કરવાનું છે તથા કેતુ અવરોધક બને છે.બંને રાક્ષસગ્રહો હોવાથી રાક્ષસીવૃત્તિ છોડતા નથી પણ વિષ્ણુ ભગવાને આપેલું અમૃત પણ પી ગયા હતા તેથી તમે સારા રહેશો તો તમને પણ સારું ફળ આપશે.

બોલો જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,578FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page