28 C
Ahmedabad
Friday, September 20, 2024

કોણે Verify કર્યું ? કોણે ચકાસ્યું ?

( બુદ્ધ અને ઓશોના અનુયાયીઓ ખાસ વાંચવું )

એક ભાઈ મને અઠવાડિયા પહેલા તેમની જન્મકુંડળી બતાવવા આવ્યા હતા.તેમની કુંડળીમાં અમુક દોષો‌ જોઈને મેં તેમને સાત્વિક ઉપાયો આપ્યા જેમાં મેં તે‌ ભાઈને શિવાલયમાં જવાનું કહ્યું અને તેમના કુળદેવીના મંદિરે જવાનું કહ્યું.

આ ભાઈએ ઘણી જ કટ્ટરતા પૂર્વક કહ્યું કે હું હિંદુ  ધર્મમાં અને હિંદુ ધર્મના ભગવાન માતાજીમાં નથી માનતો.ભાઈ આગળ બોલ્યા કે હું હિંદુ ધર્મના કોઈ જ ગ્રંથો અને પુરાણોમાં નથી માનતો.હું બુદ્ધ અને ઓશોને અનુકરણ કરું છું.

મેં તે ભાઈને કહ્યું કે સૌથી પહેલાં તો‌ તમારી ભૂલ સુધારવા માંગીશ કે હિંદુ જાતિ છે પણ હિંદુ જે ધર્મમાં માને છે તેને સનાતન ધર્મ કહેવાય છે.સનાતન એટલે યુગો યુગોથી ચાલતો આવતો ધર્મ.

મેં એને આગળ પૂછ્યું કે તમે સનાતન ધર્મ માં નથી માનતા તો બુદ્ધ અને ઓશોમાં કેમ માનો છો ? બુદ્ધ અને ઓશો ની વિચારધારા શું છે ? તો તેમણે કહ્યું કે બુદ્ધ અને ઓશો એમ કહે છે કે “પરમાત્મા આપણી અંદર છે” ( परमात्मा खुद के भीतर है )

હવે મારો વારો હતો બોલવાનો એટલે હું બોલ્યો કે તું ભગવાન શિવમાં નથી માનતો તો આ જ્યોતિષ શાસ્ત્રમાં કેમ માને છે ? તો એણે કહ્યું કે આ જ્યોતિષ એક વિજ્ઞાન છે એટલે હું માનું છું.મેં એને કહ્યું કે આ જ્યોતિષ નામનું વિજ્ઞાન આપણને કોણે આપ્યું એ ખબર છે ? તો એણે કહ્યું ના ! મેં એને કહ્યું કે જ્યોતિષ શાસ્ત્રની રચના ભગવાન શિવજીએ કરી હતી.ભગવાન શિવ સૌથી મોટા વૈજ્ઞાનિક છે અને ભગવાન ‌શિવના આદેશથી તમામ ઋષિમુનિઓએ
જ્યોતિષશાસ્ત્રને અલગ અલગ‌ રીતે વિકસાવ્યું જેમ કે ભૃગુ ઋષિ એ ભૃગુસંહિતા,આચાર્ય પરાશર મુનિ એ લઘુ પારાશરી નામનો જ્યોતિષ વિષયી ગ્રંથ લખ્યો ને એથી પણ વિશેષ કહું તો ઋગ્વેદમાં જ્યોતિષ ને લગતા ત્રીસ શ્લોક છે અને અથર્વવેદમાં એકસો ચાલીસ શ્લોક છે.તેણે મને કહ્યું કે તમે આ બધું કહો છો પણ કોણે Verify કર્યું ? કોણે ચકાસ્યું ? મેં એને કહ્યું કે આ બધું મેં ચકાસ્યું.મેં વેરીફાઈ કર્યું.તેણે મને કહે તમે વાંચ્યું એ બધું તમે માની લીધું ?

પછી મારે એની આ વાતનો જવાબ એને અમુક પ્રશ્નો કરીને આપવો હતો તેથી મેં તેને પૂછ્યું કે બુદ્ધ અને ઓશો નું અસ્તિત્વ આ પૃથ્વી પર હતું તેનું શું પ્રમાણ ? મને તેણે કહ્યું કે એ બંને તો જગજાહેર છે.મેં એને પૂછ્યું કે એવું તે ક્યાં વાંચ્યું ? તેણે કહ્યું કે ઓશો અને બુદ્ધના વિચારો મેં તેમના અનુયાયીઓ પાસેથી સાંભળ્યા અને ઓશોના પ્રવચનો મેં યુટ્યુબમાંથી સાંભળ્યા.પછી મેં એને એના જ અંદાજમાં પૂછ્યું કે કોણે વેરીફાઈ કર્યું ?

મેં એને કીધું કે‌ તું જે કહે છે કે આપણી અંદર પરમાત્મા છે આ વિચારધારા ઓશો અને બુદ્ધ ની નથી પણ આ વિચારધારા તો સ્વયં ભગવાન શિવની છે.શિવ પુરાણમાં ભગવાન શિવ કહે છે કે “હું દરેક મનુષ્યના હૃદયમાં ( જીવ ) શિવ રુપે રહું છું” “હું પ્રકૃતિમાં વસું છુ” “હું પથ્થર અને મૂર્તિ માં પણ છું” “હું જડ નથી પણ અનંત છું” “દરેક સૂક્ષ્મ સજીવ અને નિર્જીવ વસ્તુઓમાં મારો વાસ છે”.મેં તેને કહ્યું કે હકીકતમાં કેટલાક કટ્ટરપંથીઓએ તમારું બ્રેઈન વોશ કર્યું છે કે હિંદુ દેવી દેવતાઓની વાર્તાઓ કાલ્પનિક છે.આપણે બૌદ્ધ અને ઓશોના પંથ પર ચાલવું અને અન્ય દેવી દેવતાઓને માનવા નહીં.

હમણાની જ વાત કરું તો દિલ્લીમાં કેટલાક બૌદ્ધિકોએ તેમના અનુયાયીઓને પ્રતિજ્ઞા લેવડાવી કે આપણે કોઈ જ હિંદુ દેવી દેવતાઓમાં માનીશું નહીં.બૌદ્ધ અને ઓશોના અનુયાયીઓ ભગવાન રામ અને શ્રી કૃષ્ણના જીવન પર ટીકા ટિપ્પણીઓ કરીને હાંસી ઉડાવે છે તે ખરેખર યોગ્ય નથી‌.

ચલો કોઈ વિધર્મી હિંદુના દેવી દેવતાઓને ના‌ સ્વીકારે તે‌ આપણે માની શકાય કારણકે તેઓની વિચારધારા જડ છે.તેઓ તેમના જે મનુષ્યને ભગવાન તરીકે માનતા હોય તેને જ અનુસરે છે બીજા કોઈને સ્વીકારતા નથી પરંતુ સનાતન ધર્મમાં માનતો દરેક માણસ સ્વતંત્ર હોય છે.તેને તેત્રીસ કોટિ દેવી દેવતાઓમાંથી જેને પૂજવા હોય કે આરાધ્ય માનવા હોય તેની બધી જ છૂટ હોય છે.તેને કોઈ રોક ટોક નથી.તે પથ્થરને શિવલિંગ તરીકે પૂજે છે.પીપળના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ છે તેમ માને છે.તે નાનકડી માટલીને માતાજીના ગરબા તરીકે પૂજે છે.તે નદીને ગંગા તરીકે પૂજે છે.અહીંયા સનાતન ધર્મમાં કોઈને કોઈ જ વસ્તુ,દેવ કે મૂર્તિને પૂજવાની મનાઈ નથી.અહીંયા સનાતન ધર્મમાં પંચ તત્વની પૂજા થાય છે જેમ કે આકાશ,વાયુ, પૃથ્વી,જળ અને અગ્નિ.અમારી વિચારધારા સ્વતંત્ર અને અનંત છે.અમે એમ માનીએ છે કે બધામાં જ ભગવાન છે.મારામાં અને તમારા માં પણ ….

દોસ્તો,સાચી વાત કહું જે ધર્મ તમને મનથી સ્વતંત્ર રાખે છે જે ધર્મની વિચારધારા અનંત છે તે ધર્મ છે અને તે ધર્મ માત્ર સનાતન છે.

તમે કોઈ પણ ધર્મ કે ગુરુમાં માનો મને કોઈ વિરોધ નથી પણ જે શિવ અને શક્તિ તત્વમાં માનતું ના હોય તેણે મને કુંડળી બતાવવા આવવું નહીં કારણકે પરમતત્વ અને પરમેશ્વર જે છે એમણે જ મને આ વિદ્યા ભેટમાં આપી છે.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page