31 C
Ahmedabad
Thursday, September 19, 2024

ઘરમાં થતા હજારો વાસ્તુદોષનો કેવી રીતે નાશ થાય ?

જાણો ઘરમાં કઈ કઈ વસ્તુઓ રાખવી જોઈએ ?

દરેકના ઘરમાં કંઈક ને કંઈક વાસ્તુદોષ હોય છે જેના કારણે કોઈને આર્થિક,માનસિક,શારીરિક કે બીજી કોઈ જ પ્રકારની તકલીફ રહેતી હોય છે.વાસ્તુશાસ્ત્રીઓ પિરામિડસનો ઉપયોગ કરીને વાસ્તુનું નિવારણ કરી આપતા હોય છે પરંતુ ઘરમાં જો એવી કેટલીક વસ્તુઓ રાખવામાં આવે તો હજારો વાસ્તુદોષનું નિવારણ એની જાતે થતું હોય છે.

• ઘરના મુખ્ય પ્રવેશદ્વારની બહાર મધ્યમાં ઉપર ગણેશજીની માર્બલની મૂર્તિ હોવી જોઈએ જેથી ગણેશજી સર્વ પ્રકારના વિધ્નોને દૂર કરીને વિધ્નોને ઘરમાં આવવા દેતા નથી.

• ઘરનો મુખ્ય દ્વાર ખોલીએ એની બરોબર સામે સુદર્શન શ્રીનાથજીનો ફોટો હોવો જોઈએ જે હજારો વાસ્તુદોષનો નાશ કરે છે.

• ઘરના મુખ્ય દ્વારની ખોલતાની બરોબર સામે વાંસની બનેલી વાંસળી હોવી જોઈએ.વાંસળીના છેદ બહારની તરફ રહે તે રીતે હોવા જોઈએ જેનાથી નકારાત્મક ઉર્જાનું છેદન થાય છે અને હકારાત્મક ઉર્જાનું આગમન થાય છે.

• ઘરના પૂજા રૂમમાં ગુગળ તથા કપૂરનો ધૂપ કાયમ થવો જોઈએ જેનાથી હકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

• ઘરના મંદિરમાં મોગરો, ગુલાબ કે ચંદનનું અત્તર છાંટવું જોઈએ તથા ઘરમાં રૂમ સ્પ્રે નાખીને ઘરને કાયમ મહેકતું રાખવું જોઈએ કારણકે ફોરમ ( સુગંધ ) શાંતિનો આભાસ કરાવે છે.

• ઘરમાં નાનકડી ઘંટડી હોવી જોઈએ જેને રોજ વગાડવાથી તેનો નાદ નકારાત્મક ઉર્જાને દૂર ભગાડે છે.

• ઘરના પૂજારૂમમાં મોરપીંછ ( મોરપંખ ) હોવા જોઈએ જે પૂજારૂમને આભડછેટથી દૂર રાખે છે અને પૂજારૂમને શુદ્ધ રાખે છે.

• ધરમાં સાત દોડતા ઘોડાનો ફોટો દક્ષિણ દિશામાં રાખવો જોઈએ. તે ઘોડાનું ચિત્ર હંમેશા આપણને ગતિશીલ રાખે છે.

• ઘરમાં કાચબો હોવો જોઈએ જે વિષ્ણુ ભગવાનનું પ્રતિક છે જેનાથી નિરંતર લક્ષ્મીનો વાસ રહે છે. ( જીવતો ના લઈ આવતા પાછા … Part of Joke )

• ઘરમાં પુસ્તકોનું એક કબાટ હોવું જોઈએ જેમાં આપણા મનગમતા પુસ્તકોની ગોઠવણી થયેલી હોય. જે ઘરમાં પુસ્તક હોય ( સરસ્વતી ) ત્યાં લક્ષ્મી આપોઆપ પધારે છે.

• ઘરમાં નિત્ય સવાર સાંજ ઈશ્વરના પૂજા-પાઠ થવા જોઈએ. ઘરના મંદિરમાં દીવા-બત્તી થવા જોઈએ. નવા ફૂલ હારનો શણગાર થવો જોઈએ.ફળોનો પ્રસાદ ધરાવવો જોઈએ.પાણિયારે સવાર સાંજ ઉભી આડી વાટનો દીવો કરવો જોઈએ.

• ઘરના મંદિરમાં શિવ મહાપુરાણ, દેવી ભાગવત પુરાણ, વિષ્ણુ પુરાણ,શ્રી મદ ભાગવદ,ભગવદ ગીતા વગેરે ગ્રંથોમાંથી કોઈ એક ગ્રંથ હોવો જોઈએ કારણકે જે ધરમાં આમાંથી કોઈ પણ એક ગ્રંથ હોય ત્યાં દેવી-દેવતાઓની કૃપા દષ્ટિ રહે છે એવું શાસ્ત્રમાં લખ્યું છે.

• ઘરમાં એવા પેઈન્ટિંગસ લગાવો જે ક્રિએટિવ હોય, ખૂબ જ આકર્ષક અને આનંદ પ્રદાન કરતા હોય.

• ઘરમાં એક મ્યુઝિક પ્લેયર હોવું જોઈએ જેમાં આપણી પસંદના ગીતો વગાડી શકીએ કારણકે સંગીત સૌથી મોટી દવાનું કામ કરે છે.

• ઘરમાં રેડિયો હોવો જોઈએ કારણકે રેડિયોમાં આપણને જાણ નથી હોતું કે હવે કયું ગીત આવશે અને ત્યારે જ અચાનક આપણી મનપસંદનું ગીત વાગે ત્યારે ખુશી મળે છે.

• ઘરમાં આરામદાયક બેઠક અથવા લાંબા થઈને બેસી શકીએ તેવા ફર્નિચર રાખવા જોઈએ ( Comfort Chair, Sofa, Bin Bag etc )

• ઘરની અંદર ઘોંધાટ થાય તેવી વસ્તુઓનો નિકાલ કરી દેવો જોઈએ કારણકે ઘોંધાટ નકારાત્મક ઉર્જાને આકર્ષે છે.

• ઘરમાં કચરો હોય, અસ્તવ્યસ્ત વસ્તુઓ પડી હોય, બેડની ચાદર સરખી ના હોય,એંઠા વાસણો પડયા હોય, મેલા કપડા રખડતા હોય,નળમાંથી પાણી ટપકતું હોય આવી નાની નાની બાબતોથી રોજ નવો વાસ્તુદોષ ઘરમાં ઉત્પન્ન થઈને નકારાત્મક ઉર્જાને આકર્ષે છે તેથી ઘરમાં કંકાશ-કકળાટ-કજિયા થાય છે.

• જે ઘર સ્વચ્છ રહે,સુંદર રહે, મહેકતું રહે,દરરોજ પૂજા પાઠ થતા હોય, ઉંચા અવાજથી ઘોંધાટો ના થતા હોય વારંવાર નાની નાની બાબતોએ ઝઘડા ના થતા હોય ત્યાં કોઈ જ વાસ્તુદોષ રહેતો નથી.

• ઘણીવાર ઘરની સાથે સાથે આપણી પ્રકૃતિને, સ્વભાવને અને ચિત્તને પણ શાંત કરવા પડે તો ઘરમાં વાસ્તુદોષ ગાયબ થઈ જાય છે અને નિરંતર શાંતિ રહે છે.

• ઉપર લખેલા વિચારો મારે મન ઈશ્વરે પ્રેર્યા છે. જો રોજિંદા જીવનમાં આવી પ્રેકટિકલ બાબતોને પણ અનુસરવામાં આવે તો કોઈના ઘરમાં વાસ્તુ કોઈ દોષ ના કરી શકે.

આ આર્ટિકલની લિંક બીજાને મોકલીને એનું ભલું કરજો.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page