28 C
Ahmedabad
Friday, September 20, 2024

જાણો કેમ લગ્ન મેળાપક વખતે ગુણો નહી પણ ગ્રહો મેળવવા જોઈએ ?

હમણા અઠવાડિયા પહેલાની વાત છે. એક નવું પરણેલું દંપતી મારી પાસે આવીને પોતાના લગ્નજીવનમાં થતા વારંવારના ઝઘડાઓ, વાદ-વિવાદ, વૈચારિક મતભેદો, છીનવાઈ ગયેલી સ્વતંત્રતા, સમજશક્તિનો અભાવ, એકબીજાને કહેલી ખરી ખોટી વાતો, અપશબ્દો અને એથી પણ વધુ છૂટા હાથની મારામારીના સમાધાન માટે તેઓ બંને તેમની જન્મકુંડળી લઈને મને બતાવવા આવ્યા હતા.તમને જાણીને નવાઈ લાગશે કે આ દંપતીના લગ્નને માત્ર છ મહિના જ થયા હતા.

સૌથી પહેલા તો આ બંને મારી જોડે એક સાથે આવ્યા તો ખરા પણ બંનેના મુખ ઉપર એકબીજા પ્રત્યે સખત ગુસ્સો હતો.જાણે સાપ અને નોળિયાને દુશ્મની હોય તેમ બંનેને મન એકબીજા પ્રત્યે ખૂબ ધૃણા હતી.તેઓએ કહ્યું અમારા બંનેની કુંડળી જોઈને એમ કહી દો કે હવે અમારે શું કરવું ? આ બધી મગજમારીનું સમાધાન આવશે કે પછી અમે બંને છૂટાછેડા લઈ લઈએ ? આગળ તેમણે કહ્યું કે અમે લગ્ન કરતા પહેલા એક જયોતિષને અમે બતાવ્યુ હતું અને તેમણે અમારા બંનેની જન્મકુંડળીના મેળાપક કરીને કહ્યું હતું કે હા તમારા બંનેના ૨૬ ગુણ મળે છે. આ લગ્ન થાય તેમ છે.અમે બંને રાજીખુશીથી ધામધૂમથી લગ્ન કર્યા.લગ્નના દસ પંદર દિવસ સુધી બધુ જ બરોબર ચાલ્યું તે પછી ચાલુ થઈ અમારી તૂ તૂ – મે મે…….

મિત્રો,જયોતિષશાસ્ત્ર હવે આધુનિક થયું છે. ગુણ મેળવવાની પ્રાચીન પદ્ધતિથી હકીકતમાં કંઈ એમ થતું હોય છે કે જન્મકુંડળીના ગુણો બરોબર મળતા હોય છે પણ બંનેને લગ્ન પછી એકબીજાના અવગુણો વધારે નડતા હોય છે. તેથી જયોતિષશાસ્ત્રમાં ગુણોના મેળાપક કરતા ગ્રહોના મેળાપક કરવા જરૂરી છે.

આ ગ્રહોના મેળાપકમાં સૌથી પહેલા બંને વ્યક્તિના ચંદ્ર તપાસવા જોઈએ. નવપંચમ યોગ થાય છે કે નહી તે જોવું જોઈએ, સપ્તમેશનો સંબંધ, સમ-સપ્તક ગ્રહ યોગ, મંગળ-શુક્રનો સંબંધ,પુરુષની કુંડળીમાં દાંપત્યજીવનનો કારક ગ્રહ શુક્ર અને સ્ત્રીની કુંડળીમાં દાંપત્યજીવનનો કારક ગ્રહ ગુરુ વગેરે બાબતોનું ગૂઢ અવલોકન કરવું જોઈએ.

પુરુષની કુંડળીમાં સ્ત્રીના કારક શુક્રને અને સ્ત્રીની કુંડળીમાં પુરુષના કારક મંગળને લગ્નકુંડળીમાં અને નવમાંશ કુંડળીમાં યોગ્ય રીતે તપાસવો જોઈએ.જો આ સમગ્ર બાબતોનું ઝીણવટભર્યુ અવલોકન કરવામાં આવે તો કેટલા ગુણો મળે છે તે જોવું જરૂરી બનતું નથી.

લગ્નજીવન ત્યારે જ યોગ્ય રીતે ટકે છે જયારે બે વ્યક્તિના મન મળે, મનના વિચારો મળે, મનની ઈચ્છાઓ મળે, બંનેની સારી સમજશક્તિ હોય, બંને એકબીજાને સ્વતંત્રતા આપી શક્તા હોય, બંને એકબીજાને ગમતી અને ના ગમતી બાબતો વિશે જાણતા હોય, બંને એકબીજાના હકારાત્મક ગુણોની સાથે નકારાત્મક ગુણોને સ્વીકારી શકતા હોય.

બંને એકબીજાને પ્રેરણા ( Motivate ) આપી શકતા હોય, બંને એકબીજાને પૂરતું શારીરિક સુખ આપી શકતા હોય, બંને એકબીજાને માનસિક મનોબળ પૂરું પાડી શક્તા હોય,બંને આર્થિક રીતે એકબીજાને સહાયરૂપ થઈ શક્તા હોય,બંને યોગ્ય રીતે એકબીજાની સારસંભાળ રાખી શકતા હોય, બંને એકબીજાના પરિવારના સભ્યો સાથે સેટ થઈ શકતા હોય,બંને સંતાનોના ઉછેર માટે યોગ્ય સમય ફાળવી શકતા હોય. આમ આ બધી જ બાબતોને યોગ્ય રીતે જો બંને પાત્રો નિભાવી જાણે ત્યારે લગ્નજીવન ટકતું હોય છે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી.

છેલ્લી એક વાત કે એકબીજાના સ્વભાવ અને પ્રકૃતિની સાથે ગોઠવણી ( adjust ) કરીને શાંતિથી પસાર કરવામાં આવતું જીવન તે યોગ્ય લગ્નજીવન છે. આ લગ્નજીવનને ગુણોના આધારે નહી પણ જો ગ્રહોના આધારે મેળાપક કરવામાં આવે ત્યારે સફળ જતું હોય છે.

પેલા દંપતીનું શું થયું ? છૂટાછેડા લીધા કે પછી સમાધાન થઈ ગયું ? તે આવતા અઠવાડિયામાં જણાવીશ.

હવે પછીનો આર્ટિકલ જરૂર વાંચજો.

લગ્નજીવનમાં સમાધાન કે છૂટાછેડા ?

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page