મારા એક મિત્ર છે જેઓ કેટલાય વર્ષોથી કેનેડામાં સ્થાયી છે. તેમણે લોકડાઉન વખતે તેમની જન્મકુંડળી મને બતાવી હતી. તેમની સિંહ લગ્નની કુંડળીમાં બધા જ ગ્રહો એવી રીતે ગોઠવાયા હતા કે તેઓ સર્વગુણ સંપન્ન અને સર્વે પ્રકારે સુખી જોવા મળ્યા છતાં કોઈના જીવનમાં કંઈક ને કંઈક દુ:ખ હોય છે તેમ તેમના જીવનમાં એક નાનકડું દુ:ખ હતું. તેમણે મને કહ્યું કે “વિશાલ, મને બહુ એક એકલું લાગે છે, ઘણી વાર મને Alone ફીલ થાય છે. મને એમ થાય છે કે હું અહીંયાથી બધુ છોડીને તમારા બધાની જેમ દર પૂનમે બહુચરાજી અંબાજી આવું ને ભજન કીર્તન કર્યા કરું…..મને કહે વિશાલ કારણ શું ? મને કેમ આવું થાય છે ? મને કોઈ જ વાતનું દુ:ખ નથી છતાં પણ કેમ ?
મારું કાર્ય છે કે કોઈને પણ એના પ્રશ્નનો તર્ક સાથે જવાબ આપવો તેથી મેં તેમની કુંડળીમાં આ બાબતનું મૂળ શોધી કાઢયું અને તમને જાણીને નવાઈ લાગશે કે તેમની સિંહ લગ્નની કુંડળીમાં બારમે “કર્ક રાશિનો શનિ” હતો. બધાની કુંડળીમાં બધુ જ પોઝિટિવ ના હોય એમ તેમની કુંડળીમાં એક નેગેટિવ “કર્કનો શનિ” જોવા મળ્યો.ચંદ્રના ઘરનો શનિ હોવાથી ભરી મહેફિલમાં પણ એકલા હોય તેવું તેમને લાગે છે.શનિ એકલાપણું આપે છે. શનિ સંન્યાસી બનાવે છે. કયારેક બધાથી દૂર કરી દે છે. ઘણીવાર પોતાના બધા જ સાથે હોવા છતાં પણ એકલું Feel કરાવે પણ સાથે સાથે આ શનિ અધ્યાત્મવાદી પણ બનાવે છે.
હમણા બે દિવસ પહેલા મેં એક બેનની કુંડળી જોઈ હતી.તેમની કુંભ લગ્નની જન્મકુંડળીમાં છઠ્ઠે “કર્કનો શનિ” હતો. બેન સૌથી પહેલા એક જ વાકય બોલ્યા કે “વિશાલભાઈ, મને બહુ જ એકલું લાગે છે”. આ છે કર્ક રાશિના શનિની એકલતા…..! જે પોતે તો એકલો છે પણ તમને પણ એકલા કરી દે છે.
તર્ક આપું તો કર્ક રાશિ જળતત્વની રાશિ છે. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે.જો ભૂલથી પણ તેમાં શનિ નામનો ઠંડો ગ્રહ બેસી જાય તો પ્રવાહી રાશિમાં તે વધારે ઠંડો થઈ જાય તેથી કર્ક રાશિનો શનિ ધરાવતા લોકોને આ સમસ્યાથી પીડાતા જોઈ શકાય છે. બીજું મેં એમ પણ જોયું છે કે જેની કર્ક, મકર, કુંભ રાશિ હોય એટલે કે શનિના ઘરનો ચંદ્ર હોય અથવા શનિ સાથે હોય અથવા શનિની પાપદ્ષ્ટિમાં હોય તો પણ આ લોકો એકલું Feel કરે છે.
“કર્કના શનિ” નો પ્રશ્ન તો ઉભો થયો પણ આવા બધા સવાલોનું સમાધાન શું છે ? તો મારી આપ સૌની મદદ કરવાની ભાવના હોય તો સૌથી પહેલા તમારે હંમેશા લોકોની વચ્ચે રહેવું જોઈએ. હંમેશા નોકરોને, કામદારોને, ગરીબોને તથા તમારાથી નીચેલા લોકોને હંમેશા ખુશ રાખવા જોઇએ. સાંજના સમયે નિયમિત શ્રી હનુમાન ચાલીસા,સંકટમોચન હનુમાનષ્ટક કરવું જોઈએ. સાંજના સમયનું કારણ તે છે કે સૂર્ય જેમ સવારે ઉગે છે તેમ શનિ સાંજે ઉગે છે અને સાંજ પડયે તમે લોકો વધારે નકારાત્મક થાઓ છો તેથી સાંજે હનુમાનજીની આરાધના કરવી. દરરોજ સવાર અને સાંજ માં અંબિકાની સ્તુતિ, છંદ કે ગરબા સાંભળવા..
“જો લોગ ભરી મહેફિલ મેં અકેલા મહેસૂસ કરતે હૈ ઉન લોગો કી મદદ કરના”..
આ આર્ટિકલ તેવા લોકોને મોકલીને તેમની મદદ કરજો હોં ને.
બોલો જય બહુચર માં.
જય અંબે માં.