29 C
Ahmedabad
Friday, September 20, 2024

જાણો ગ્રહોના નંગ ઘારણ કરાય કે નહી ?

ઘણા લોકોના મનમાં આવા પ્રશ્ન ઉદભવતા જ હશે કે ગ્રહોના નંગ ધારણ કરાય કે નહી ? ગ્રહોના નંગ પહેરીએ તો એની આપણા જીવનમાં શું અસર થાય ? શું નંગ પહેરવાથી જીવન બદલાઈ જાય ? શું નંગ પહેરવાથી પાટા પરથી ઉતરેલી ગાડી પાટે ચડીને સડસડાટ ચાલવા માંડે ?

મારા પ્રિય વાંચકોના મનમાં ઉદભવતા આ બધા પ્રશ્નોનો વિગતવાર જવાબ આપું તો ગ્રહોના નંગો ધારણ કરવા પણ જયોતિષશાસ્ત્રી પાસે પરામર્શ લઈને જ ધારણ કરવા જોઈએ.

જન્મકુંડળીમાં છઠ્ઠા, આઠમા અને બારમા ભાવનો સ્વામી જે થતો હોય તે ગ્રહોના નંગો ધારણ કરાય નહી.

જન્મકુંડળીમાં કેન્દ્ર અને ત્રિકોણના સ્વામીને બળવાન કરવા, ધનેશ અને લાભેશને બળવાન કરવા, લગ્નેશ,ભાગ્યેશ કે કર્મેશને બળવાન કરવા તે ગ્રહોના નંગ ચોક્કસથી પહેરી શકાય છે. ગ્રહોના નંગ ધારણ કરવાથી જે તે ગ્રહ કુંડળીમાં નબળો પડતો હોય તે ગ્રહની જાતકને ઉર્જા પ્રાપ્ત થાય છે.

ગ્રહોના નંગ વરસાદમાં જેમ છત્રી આપણને પલડતા બચાવે તેમ ગ્રહોના નંગ આપણને Protect (રક્ષણ) કરે બાકી પૂર આવે તો છત્રી કામ ના કરે અર્થાત્ શનિ રાહુ કેતુની મહાદશા ચાલતી હોય અથવા જન્મના ચંદ્ર સૂર્ય પર ગોચરનો શનિ-રાહુ ચાલતો હોય અથવા શનિની સાડાસાતી કે અઢી વર્ષની પનોતી ચાલતી હોય તો ઈશ્વર સિવાય કોઈ ના બચાવી શકે.

નંગ પહેરવા હોય તો એને ચાર્જ કરવા પડે ધારો કે તમે સૂર્યનું નંગ માણેક પહેરો છો તો દર રવિવારે માણેકને ગંગાજળમાં ધોઈને સૂર્યપ્રકાશમાં થોડી વાર મૂકી રાખવું તેથી એ ચાર્જ થાય અને એની અસર થાય.

સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના જીવનમાં એક એવો સમય આવ્યો તો કે તેઓ ઘણા દેવાદાર થઈ ગયા હતા પણ એક પ્રખર જયોતિષીના માર્ગદર્શન મુજબ જમણા હાથની મધ્યમાં આંગળીમાં તેમણે શનિ (કાશ્મીરી નીલમ) નો નંગ પહેર્યો હતો તેથી તેઓ ફરીથી એકવાર ઉભા થઈ શકયા.

ગ્રહોના નંગ ઘારણ કરવા કે નહી આ વાતમાં મૂળ આપણી “શ્રદ્ધા” કાર્ય કરે છે.એક પથ્થરથી બનેલી મૂર્તિમાં આપણે “શ્રદ્ધા” રાખીએ છે એવા જ કોઈ પથ્થરથી ગ્રહોના નંગ બનેલા હોય છે.

તમને હું એક નાનો પથ્થરનો ટુકડો આપું અને બીજા દિવસે તમને પચાસ કરોડની લોટરી લાગી જાય અને તમે રાતોરાત કરોડપતિ બની જાઓ તો એમાં તમારી “શ્રદ્ધા” કાર્ય કરે છે જે પથ્થર મને તો રસ્તામાંથી મળ્યો હોય છે તો આ થવાનું મુખ્ય કારણ એટલું જ કે એમાં તમને મેં આપેલા પથ્થરની તથા મારી ઉપર તમારી રહેલી સંપૂર્ણ “શ્રદ્ધા” કાર્ય કરતી હોય છે.(Faith Works)

અહીં એક વાત ચોક્કસથી કહીશ કે એક પથ્થર “શિવલિંગ” તરીકે પૂજાય છે, પથ્થરની મૂર્તિ “ભગવાન કે માતાજીની મૂર્તિ” પણ હોય છે, પથ્થરને “નંગ”તરીકે પણ ધારણ કરાય છે પણ આ બધા પથ્થરોમાં મૂળ આપણી “શ્રદ્ધા” જ ભાગ ભજવે છે.

ઘણા બુદ્ધિશાળી લોકો ગુગલ અને યુ ટયુબના મેળવેલા ખોટા જ્ઞાન દ્વારા ગ્રહોના નંગો પર પાણી નાખી અને તેલમાં ડૂબાડીને ચકાસતા હોય છે એમાં માત્ર નંગ ખરાબ થાય છે. આમ કરવાથી નંગ સાચો કે ખોટો છે તેવી કોઈ ચકાસણી થતી નથી.આ માત્ર ને માત્ર પાયાવિહોણી વાત છે.

નંગો,રત્નો અને પથ્થરો હંમેશા લેબોરેટરીમાં ટેસ્ટ થાય છે. તેની ખાતરીનું પ્રમાણ આપતું સર્ટિફિકેટ મળે છે. આ નંગોની ચકાસણી કરનારને રત્નશાસ્ત્રી (Gemologist) કહે છે. દુ:ખ એ વાતનું પણ છે કે હવે તો સર્ટિફિકેટ પણ પૈસાથી મળતા થઈ ગયા છે.

ઓરિજીનલ નંગ, રત્ન કે પથ્થરની નિશાની એ છે કે તેમાં સફેદ રેસા (Jerum) અને અંદરના ભાગમાં કાળી ટીપકી
હોય છે. જે પાણી જેવો ચોખ્ખો દેખાય તે હકીકતમાં કાચનો ટુકડો હોય છે જે અસલી નંગ, રત્ન કે પથ્થર હોતો નથી. વધુ પડતો સાઈનિંગ મારતો નંગ નકલી હોય છે.

જે લોકો ગ્રહોના અસલી નંગ, રત્ન કે પથ્થર ખરીદી ના શકે તે ગ્રહોના ઉપરત્નો પણ ધારણ કરી શકે છે. ઉપરત્નો પહેરવાથી પણ પરિણામ મળે છે.

ટૂંકમાં એક વાત કહેવી છે કે ગ્રહોના નંગ, રત્નો કે પથ્થર ધારણ કરો તો પૂર્ણ શ્રદ્ધાથી ધારણ કરવા અને જેણે નંગ આપ્યો હોય તેથી પર પણ થોડી ઘણી શ્રદ્ધા રાખવી જોઈએ તો જ સારું થાય અન્યથા ઝાંબિયા જઈને બુધના પથ્થરમાંથી બુધનું રત્ન પાનું જાતે પણ તોડી લાવો અને પહેરો તોય કાર્ય થાય નહી.

અહીં લોકહિત કાજે ઘણું બધુ સત્ય આપ સૌને જણાવ્યું છે એટલે હવે તમારે જ નકકી કરવાનું છે કે ગ્રહોના નંગ ઘારણ કરાય કે નહી.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page