તમે તમારી જન્મકુંડળી કોઈ જ્યોતિષી પાસે લઈને જાઓ એટલે તમારી કુંડળી જોઇને ધડામ દઈને કહી દે કે તમારી કુંડળીમાં પિતૃદોષ છે એટલે તમે પિતૃદોષની વિધિ કરાવી દો એટલે તારે બધું જ સારું થઈ જશે.તમે તમારા આખા પરિવાર સાથે ચાણોદ કરનાળી જઈને વિધિ પણ કરાવી આવ્યા છો છતાંય હજીય તમારું સારું થયું જ નથી તો કરવાનું શું ?
આ માટે મેં સંશોધન કર્યું તો જાણવા મળ્યું કે પિતૃદોષ જેવી કોઈ વસ્તુ હોતી જ નથી.તમે મને એમ કહો કે તમારા પિતૃઓ તમને દોષ કેવી રીતે લગાડે ? એ તમારા પિતૃઓ જેમકે માતા-પિતા, દાદા -દાદી,પરદાદા-પરદાદી તમારું સારું જ ઈચ્છે ને ? કંઈ ખરાબ થોડી કરે ? તો આ પિતૃદોષ ગણવો કે પિતૃઓનું ઋણ કે પિતૃઓ એ કરેલા દોષ ( ખરાબ કર્મો )
તો હું માનું છું ત્યાં સુધી જન્મકુંડળીમાં સૂર્ય-રાહુ સાથે હોય તો પિતૃઓ અતૃપ્ત છે તેવું કહી શકાય અર્થાત્ પિતૃઓનું કંઈક ઋણ ઉભું છે તેવું કહી શકાય છે.કાં તો પિતૃઓએ કંઈક ખોટા કાર્ય કર્યા હોય તેમ માની શકાય છે.
જન્મકુંડળીમાં સૂર્ય થી પિતા,દાદા,પરદાદા જોવાય છે અને રાહુ એ અતૃપ્ત ગ્રહ છે માટે સૂર્ય- રાહુ જન્મકુંડળીમાં ભેગા હોય તો તમારા પિતૃઓ ક્યાંકને ક્યાંક તમારાથી અતૃપ્ત છે અથવા પિતૃઓએ ચોકકસ કોઈ આડા અવળા કાર્ય કર્યા છે તેવું કહી શકાય છે.
હવે પિતૃઓને તૃપ્તિ થાય તે માટે કરવું શું ? અથવા પિતૃઓએ કરેલા દોષ આપણે ભોગવવા ના પડે તે માટે કરવું શું ?
સનાતન શાસ્ત્ર પ્રમાણે પિતૃઓનું હ્દય પૂર્વક તર્પણ શ્રેષ્ઠ બ્રાહ્મણ પાસે નદી કિનારે કરવું.નર્મદા કિનારે કે ગંગા કિનારે જઈને પિતૃઓના પિંડ તર્પણ કરીને વિદ્વાન બ્રાહ્મણ પાસે નારાયણબલિની વિધિ કરાવીને પિતૃઓને તૃપ્ત કરી શકાય છે.
તમારા ઘરે દરરોજ પાણિયારે તાંબાના કોડિયાં માં ઉભી અને આડી વાટનો ગાયનો ઘી નો દીવો એક જ કોડિયાં માં ભેગો કરવો ( ઘરના વડીલ વ્યક્તિએ કરવો )
પીપળે પિતૃઓનો વાસ હોવાથી પીપળે પાણી ચઢાવવાથી પણ પિતૃ શાંત થાય છે.અમાસના દિવસે પીપળે દિવો કરવાથી પણ પિતૃ શાંત થાય છે.શિવજીને નિત્ય દૂધ અને જળ ચડાવવાથી પણ પિતૃઓ શાંત થાય છે.
દરરોજ ઘરમાં વિષ્ણુ સહસ્ત્ર નામાવલી વાંચવી ( વિષ્ણુ પુરાણ નામના ગ્રંથમાં લખ્યું છે કે જે આ વિષ્ણુ સહસ્ત્રનામ દરરોજ વાંચે છે તેને તમામ પિતૃઓના ઋણમાંથી મુક્તિ મળે છે.
ઘરમાં પૂર્વજોના ફોટા દક્ષિણ દિશામાં રાખવા.જેમાં પૂર્વજોનું મુખ ઉત્તર દિશા તરફ રાખવું.
શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓની તિથિએ પિતૃઓનું શ્રાદ્ધ કરવું.તિથિ યાદ ના હોય તો અમાસના દિવસે શ્રાદ્ધ કરી શકો છો.
દેવી ભાગવત પુરાણના છેલ્લા અધ્યાયમાં ગાયત્રીને મોક્ષદાયિની કીધેલ છે જેથી ગાયત્રીની પૂજા કરવાથી પણ આપણા પિતૃઓને ગાયત્રી મોક્ષ પ્રદાન કરે છે.
એક વાત સમજી લો કે આપણા પિતૃઓ આપણને કયારેય પણ નડતા નથી કે દુ:ખી કરતા નથી અને કયારેય આપણું અહિત કરતા નથી પરંતુ આ પિતૃઋણ એટલે આપણે આપણા પૂર્વજની અધૂરી રહી ગયેલી કંઈક અપેક્ષા પૂરી કરીને એમને મોક્ષ અપાવીને આપણી જાતને અને આપણા પરિવારને એ દોષમાંથી મુકત કરવાના છે.
હજી પણ કેટલાક ગ્રહયોગો ની ચર્ચા કરું તો
જન્મકુંડળીમાં સૂર્ય શનિ સાથે હોય તો પિતૃઓ નિરાશ છે તેવું કહી શકાય કારણકે શનિ નિરાશ ગ્રહ છે.
શનિ રાહુ સાથે હોય તો શનિ નિઃસહાય,નિર્દોષ અને નોકર ચાકર નો કારક છે.ઘરના કોઈ નિ:સહાય અથવા નોકર ચાકર ને પિતૃ ઓએ અતૃપ્ત રાખ્યા હોય છે તેવું કહી શકાય છે.શનિ કેતુ ની યુતિ ને આ જ રીતે ગણવી.
આ શનિ+રાહુ તથા શનિ+કેતુ ની યુતિને નિ:સહાય પિતૃઓનો શ્રાપ ગણવો.આ યુતિમાં ઘરમાંથી કોઈ એક જણના લગ્ન નથી થતાં અથવા ઘરમાંથી કોઈના લગ્ન ભંગાણ થાય છે.( આવું મારું સંશોધન છે ) અથવા આર્થિક પાયમાલી હોય છે.
સૂર્ય શનિ રાહુ સાથે હોય તો પ્રબળ પિતૃદોષ ગણવો.
મારી થિયરીમાં હું સૂર્ય-ચંદ્ર ની યુતિ ને અને સૂર્ય કેતુ ની યુતિ ને પિતૃદોષ ગણતો નથી.મારા મંતવ્ય મુજબ
સૂર્ય- ચંદ્ર ની યુતિ એટલે માતા-પિતાના આશીર્વાદની કુંડળી અને સૂર્ય-કેતુની યુતિ એટલે દિવ્ય પિતૃઓના આશીર્વાદ વાળી કુંડળી માનું છું.
હું માનું છું કે આ આર્ટિકલ તમારા બધાને મદદરૂપ થશે.હું તમારી મદદ કરું છું.તમે આ આર્ટિકલની લિંક બીજા સો લોકોને મોકલીને તમે એમની પણ મદદ કરજો.
જય બહુચર માં.