28 C
Ahmedabad
Friday, September 20, 2024

બ્રેક-અપ (Break up) થવાના કારણો (ભાગ- ૧)

તમે કોઈ વ્યક્તિ સાથે પ્રણયસંબંધમાં છો.તમે લાંબા સમયથી રિલેશનશીપમાં છો.તમારા બંનેના લગ્ન થવાના છે પરંતુ અચાનક તમારું એ પ્રિય વ્યક્તિ સાથે કોઈ કારણસર Break up થઈ ગયું તેનું કારણ શું ? કેમ તમારી સાથે આવું થયું ? BREAK UP પછી આગળની લાઈફ શું ? આ બધો પ્રશ્નોના નિરાકરણ માટે કેટલાય લોકો તેમની જન્મકુંડળી લઈને મારી પાસે આવતા હોય છે અને Positive Counceling મેળવીને ખુશ થઈને મારી પાસેથી જતા હોય છે.આજે લોકહિત માટે મને આ આર્ટિકલ લખીને તમારા સૌની મદદ કરવાનું મન થયું તેથી લખું છું.

હવે ધ્યાનથી સમજજો કે જન્મકુંડળીમાં પાંચમું સ્થાન પ્રણયસંબધોનું હોય છે.તે સ્થાનથી પૂર્વજન્મના કર્મો પણ જોવાય છે.તે સ્થાનમાં જો સૂર્ય અને મંગળ જેવા અગ્નિતત્વના ગ્રહો બેઠા હોય તો તે સ્થાનને બાળી નાખે છે અથવા સામેવાળુ પાત્ર તમને AGRESSIVE અને Possesive મળે છે.તેમના પઝેસિવ પ્રેમને કારણે સખત ઝધડા થાય છે અને પછી તમે તેને છોડી દો છો એટલે તમને એવું લાગે છે કે બ્રેક-અપ થઈ ગયું.

પાંચમાં સ્થાનમાં શનિ હોય તો તમે એવી વ્યકિત સાથે જોડાઓ છો જે તમારા જૂના એટલે કે પૂર્વ જન્મનું ઋણી છે.તમારી પાસેથી ઋણ ચૂકવાઈ જાય એટલે ત્યાં બેઠેલો શનિ કોઈને કોઈ કારણસર તે પાત્રનું ત્યાગ કરાવી દે છે અથવા તે પાત્ર તમારા લાયક ના હોવાથી તમને શનિ મારી મચેડીને દૂર કરી દે છે અને તમને લાગે છે કે તમારું બ્રેક‐અપ થઈ ગયું.

પાંચમાં સ્થાનમાં રાહુ હોય તો સામું પાત્ર તમને છેતરવા આવ્યું છે.તમારા છેતરાવાનો નિયત સમય પૂર્ણ થઈ જાય ત્યારે તમને ખબર પડે છે કે આ તો સાલું મને છેતરી ગઈ ! તેથી તમને એવું લાગે છે કે તમારું બ્રેક-અપ થઈ ગયું.

પાંચમાં સ્થાનમાં કેતુ હોય તો તમને તમારા પ્રિય વ્યકિત સાથે ગમે તેટલો પ્રેમ હોય તે તમને મળતો નથી, કેતુ રિલેશન ગમે તે રીતે તોડાવી નંખાવે છે અને આખું જીવન કેતુ તમને તમારા પ્રેમ બાબતે તડપાવે છે કારણકે કેતુ તડપનો કારક છે તેથી તમને લાગે છે કે તમારું બ્રેક અપ થઈ ગયું.

પાંચમાં સ્થાનમાં ગુરૂ છે તો તમારા બંનેનો પ્રેમ શુદ્ધ અને પવિત્ર છે પરંતુ ભૃગુ ઋષિના “ગુરુ સ્થાનં કરોતિ હાનિ” ના નિયમ મુજબ પ્રેમનો ભંગ કરાવે છે અને તમારે તે પાત્રથી અલગ થઈ જવું પડે છે અને તમને એવું લાગે છે કે તમારું બ્રેક-અપ થઈ ગયું.

પાંચમાં સ્થાનમાં શુક્ર, ચંદ્ર અને બુધ જેવા સૌમ્ય ગ્રહો હોય તો પ્રેમમાં સફળતા અપાવે છે પણ નીચના,વક્રી કે અસ્તના હોય તો નિષ્ફળતાનો નિબંધ લખાવે છે અને તમને એવું લાગે છે કે તમારું બ્રેક-અપ થઈ ગયું.

આ સાથે પંચમેશ જો છઠ્ઠા,આઠમા કે બારમાં સ્થાનમાં હોય અથવા કોઈ ક્રૂર ગ્રહની પકડમાં હોય, વક્રી હોય કે પછી અસ્તનો થતો હોય તો પણ તમને પ્રેમ-સંબંધમાં સફળતા મળતી નથી અને પછી તમને એવું લાગે છે કે તમારું બ્રેક-અપ થઈ ગયું.

બ્રેક-અપ માટે જયોતિષશાસ્ત્રના આટલા નિયમોને લેવડદેવડ છે છતાં બ્રેક-અપ કેમ થયું તેના અન્ય પ્રેકટિકલ કારણો શું ? બ્રેક-અપ થયું હોય અને માનસિક રીતે તેમાંથી કેવી રીતે બહાર આવવું ? તે જાણવા માટે તમારે બીજો ભાગ વાંચવો અને આ આર્ટિકલની લીંક અન્ય કોઈને મોકલીને તેમની મદદ કરવી.

કરશો ને મદદ ?

આપણે એવી ચેન બનાવવી છે કે લોકોને નકારાત્મકતાના અંધારામાંથી દૂર કરીને હકારાત્મકતાના અજવાળામાં લાવી શકીએ.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page