29 C
Ahmedabad
Friday, September 20, 2024

“મંગળ હંમેશા મંગળ કરે”

મંગલમ ભગવાન વિષ્ણુ: મંગલમ ગરૂડધ્વજ:
મંગલ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ ।।

ભગવાન વિષ્ણુ મંગળ છે, ગરુડ વાહનવાળા મંગળ છે,કમળ જેવા નેત્રવાળા મંગળ છે, હરિ મંગળના ભંડાર છે.

મંગળનો અર્થ થાય શુભ,કલ્યાણકારી.હવે જયોતિષશાસ્ત્રમાં રહેલા “મંગળ ગ્રહ”ની વાત કરીએ તો મંગળ સાહસિક અને પરાક્રમી ગ્રહ છે. મંગળ ભૂમિનો કારક છે.

હવે આ “મંગળદોષ” શું છે એ સમજો.જેની જન્મકુંડળીમાં મંગળ ૧,૪,૭,૮,૧૨ સ્થાનમાં હોય એને “મંગળદોષ” હોય તેવું કહેવાય પરંતુ આ મંગળ કઈ રાશિમાં છે, કોના નક્ષત્રનો છે,કેટલી ડિગ્રીનો છે, કઈ અવસ્થાનો છે, ઉચ્ચનો કે નીચનો તથા રાહુ કેતુ ની સાતમા સ્થાનમાં હાજરી-ગેરહાજરી આ બધુ જ અવલોકન કર્યા બાદ જ મંગળદોષ છે કે નહી એ નકકી કરવું જોઈએ.

મારું એવું માનવું છે કે “મંગળદોષ” થી જીવન પર કે લગ્નજીવન પર શું અસર થાય એ કહીને સામેવાળાને ડરાવવા કરતા સીધો ઉપાય બતાવવો જોઈએ. એ ઉપાય માટે ઉપર લખેલો શ્લોક વાંચો.મેં વિષ્ણુ ભગવાનનો ઉલ્લેખ કરેલ છે. આપણા જીવનમાંથી મંગળના અશુભ પ્રભાવને એટલે કે મંગળદોષને દૂર કરવા વિષ્ણુ સહસ્ત્રનામના મંગળવારે પાઠ કરવા જોઈએ.મંગળ લાલ રંગનો છે તેથી મંગળવારે લાલ રંગના કપડા પહેરવા, મંગળવારે માતાજીના મંદિરે જવું, મંગળવારે ગણપતિની આરાધના કરવી,કપાળે લાલ કંકુનું તિલક કરવું,શ્રી રામ સ્તુતિ કરવી,શ્રી હનુમાન ચાલીસાના પાઠ કરવા વગેરે કરવાથી “મંગળ” એનો દોષ ભૂલીને તમારા પક્ષમાં થાય છે એટલે કે શુભ ફળ આપે છે.

શ્રી પરાશર મુનિએ “મંગળદોષ” નો જડબેસલાખ ઉપાય આપેલ છે એ છે “કુંભવિવાહ” કે “અર્કવિવાહ” જયાં “કુંભ” એટલે “વિષ્ણુ” અને અર્ક એટલે “લક્ષ્મી”. જેને મંગળદોષ હોય ધારો કે કોઈ છોકરીને મંગળદોષ હોય તો એના ( કુંભ ) “વિષ્ણુ” ભગવાન સાથે લગ્ન કરાવવા પડે પછી જ એના લગ્ન કરવા અને છોકરાને મંગળ હોય તો એના ( અર્ક ) “લક્ષ્મી” સાથે લગ્ન કરાવવા જોઈએ પછી જ એના લગ્ન કરવા.

મારા પોતાના સંશોધનમાં મંગળ બાબતે એક વાત ચોકકસ ધ્યાન દોરવા જેવી મને લાગે છે કે ઉચ્ચના મંગળની સામે ઉચ્ચનો મંગળ જ લેવો,ઉચ્ચના મંગળ સામે નીચનો કે અસ્તનો મંગળ દાંમ્પત્યજીવનના સુખને હણી નાખનારો બને છે.

છેલ્લે હું તો એટલું કહીશ કે “મંગળ સૌનું મંગળ કરે” એ માટે મંગળવારે મંગળ ( શુભ ) કાર્યો કરીને મંગળને રાજી રાખો ને તો એ એનો દોષ ( દુર્ગુણ ) ભૂલીને આપણને મંગળ પ્રદાન કરે.

બોલો જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page