28 C
Ahmedabad
Friday, September 20, 2024

વ્યક્તિ જીવીત છે કે મૃત ? સ્ત્રી છે કે પુરુષ ? તે જન્મકુંડળી પરથી કેવી રીતે જાણી શકાય છે ?

આજથી ચાર પાંચ મહિના પહેલાની વાત છે.એક પંજાબી બહેને મારી એપોઈમેન્ટ લઈને મને તેમના બંને નાના દીકરાની કુંડળી બતાવી હતી.ત્યારબાદ તે બહેને મને તેમની કુંડળી બતાવીને પૂછયું કે મારા પતિને કેવું રહેશે ? અમારા બંને વચ્ચે સારું બનશે ને ? તેથી મેં તે બહેનની કુંડળી જોઈને કહ્યું કે બહેન તમારા પતિ બહુ સારા માણસ છે. તમારા બંને વચ્ચે બહુ સારો મનમેળ હોઈ શકે છે પણ એક વાત ખાસ ધ્યાન રાખજો કે તમારા પતિદેવને કહેજો વાહન ખૂબ ધીમે ચલાવે નહીતર તેમનો અકસ્માત થઈ શકે છે.

તે બહેન મારી આ વાત સાંભળીને ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા માંડયા અને મને સોરી કીધું કે ભાઈ મને માફ કરજો. હું તમારી અને તમારા જયોતિષશાસ્ત્રની પરીક્ષા લેતી હતી પણ સાચું કહું તમે કીધું એમ હમણા છ મહિના પહેલા જ મારા પતિદેવનો કાર ચલાવતા બહુ જ મોટો અકસ્માત થયો હતો અને તેમનું અકસ્માતમાં અકાળે મૃત્યુ થયું હતું. એ બહેન મને વારંવાર માફી માંગતા રહ્યા.

જુઓ વાંચકો,મેં તે બહેનને એમ કીધું હોત ને કે તમે વિધવા થશો તો તે બહેનને બહુ મોટો આધાત લાગત પણ મારે સમજી વિચારીને અકસ્માતના યોગ છે તેમ કહેવું પડયું.

જો અમે જયોતિષના આધારે કોઈની જન્મ તારીખ, લગ્ન તારીખ કે મૃત્યુની તારીખ જાણી શકતા હોત તો અમે ઈશ્વર તુલ્ય થઈ જઈએ તેથી અમારી પાસે જયોતિષના એવા કેટલાક નિયમો હોય છે જેના આધારે અમને ઉપર છલ્લો તાગ મળી જતો હોય છે બાકી આ દુનિયાનો કોઈ પણ જયોતિષ કોઈની પણ જન્મકુંડળીના આધારે તે વ્યક્તિ જીવીત છે કે મૃત છે તે ચોક્કસપણે કહી શકતો નથી.

તે છતાં પણ જયોતિષના અમુક નિયમોની ચર્ચા કરીએ તો અમારી પાસે સૌથી મોટો આધાર પ્રશ્ન કુંડળી હોય છે તેના આધારે અમે થોડું ઘણું જાણી શકીએ છે.

બીજી એક વાત જન્મકુંડળીનું લગ્ન,લગ્નેશ,આયુષ્યનો કારક શનિ, અષ્ટમેશ, કુંડળીમાં થતા મારકની દશા-અંતર્દશા દ્વારા અમે થોડો તાગ મેળવી શકીએ છે પણ ચોક્કસ પણે કહેવું શક્ય નથી.

હું જે શીખેલો છું તે જયોતિષશાસ્ત્ર એમ શીખવે છે કે કોઈનું મૃત્યુ જાણવું પણ નહી અને તાગ કાઢીને કહેવું પણ નહી નહીતર અમે બહુ મોટા પાપના ભાગીદાર થઈએ છે તેથી દોષમાં પડાય તેવું કાર્ય કરતા નથી. અમને આ શાસ્ત્ર આવડે છે તેનું સર્ટિફિકેટ અમે ગુરુજી પાસેથી લઈને બેઠા છે પછી કોઈ આવીને જજ કરે ત્યારે એમ થાય કે તમે તમારું સારું કરવાના ઉદેશથી આવ્યા છો કે પછી અમારા ગુણો ચકાસવા ?

બીજો પ્રશ્નની ચર્ચા કરીએ તો શું જન્મકુંડળી પરથી તે જાણી શકાય છે કે આ સ્ત્રીની કુંડળી છે કે પુરુષની કુંડળી ? આવો સવાલ હું જયોતિષશાસ્ત્રના જ થી લઈને ત્ર શીખતો હતો ત્યારે આજથી નવ દસ વર્ષ પહેલા કોઈએ પૂછયો હતો ત્યારે મેં કીધું હતું કે “જન્મકુંડળી આત્મા દર્શાવે છે,લિંગ નહી”.

જન્મકુંડળી હંમેશા વ્યકિતનો સ્વભાવ,ચરિત્ર,આત્મા,મન તે બધું દર્શાવે છે જન્મકુંડળી લિંગ દર્શાવતું નથી તેથી જન્મકુંડળી દ્વારા એવું ચોક્કસથી ના જ કહી શકાય કે આ કુંડળી સ્ત્રીની છે કે પુરૂષની ?

હા અમે જયોતિષશાસ્ત્રના અમુક નિયમોના આધારે તાગ મેળવી શકીએ છે કે આ કુંડળી સ્ત્રીની છે કે પુરુષની એમ ? તે માટે અમે લગ્ન કયું છે,લગ્નેશ એકી રાશીમાં છે કે બેકી રાશીમાં,સ્ત્રી ગ્રહોની સંખ્યા અને પુરુષ ગ્રહોની સંખ્યા અને તેમની કેન્દ્ર સ્થાનમાં હાજરી વગેરે સમીકરણોને આધારે અમે થોડો ઘણો તાગ મેળવી શકીએ છે કે જાતક સ્ત્રી છે કે પુરુષ પણ સો ટકા સત્યતા સુધી પહોંચવું મુશ્કેલ છે.

આ પૃથ્વી પર ઈશ્વરની સિદ્ધિઓ અને શક્તિઓ પ્રાપ્ત કરેલા એવા વિદ્વાનો હોય છે કે તેઓ પૂર્ણ સત્યતા સુધી પહોંચી શકે છે પણ તેમના માટે આ વિદ્યાના અમુક બંધનો હોય છે નહીતર તે લોકો ઈશ્વર તુલ્ય થઈ જાય.

હું વારંવાર કહેતો આવ્યો છું કે જયોતિષશાસ્ત્ર એક માર્ગદર્શન આપવાનું શાસ્ત્ર છે.કોઈ ડૂબતાને અમે જયોતિષશાસ્ત્રના આધારે દોરડું આપીને તેને ડૂબતા બચાવી શકીએ છે પણ જીવન, લગ્ન અને મૃત્યુ આ ત્રણે આ ઈશ્વરે નિર્માણ કર્યુ છે તેમાં અમે હસ્તક્ષેપ કરી શકતા નથી.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page