28 C
Ahmedabad
Friday, September 20, 2024

શું તમારે મેળવવો છે ખિતાબ ? તો વાંચશો નહી લાલ કિતાબ.

તમને એમ લાગતું હશે કે મેં આવું ટાઈટલ કેમ લખ્યું છે તો આવો જણાવું લાલ કિતાબ શું છે ? કયાંથી ઉદભવી ? કોણે લખી ? શું લાલ કિતાબ જયોતિષવિદ્યા છે ? લાલ કિતાબનો વેદો કે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે ? લાલ કિતાબને કેમ ના અનુસરવી એ તમામ બાબતોનો સત્ય પર પ્રકાશ પાડવાનો લોકહિત કાજે મારો આ આગવો પ્રયત્ન છે.

હકીકતમાં લાલ કિતાબ એ કોઈ જયોતિષવિદ્યા પર આધારિત નથી. લાલ કિતાબનો વેદો કે શાસ્ત્રોમાં કોઈ જ ઉલ્લેખ નથી. લાલ કિતાબને રાવણ સંહિતા કે અરૂણ સંહિતા સાથે પણ કોઈ લેવાદેવા નથી. લાલ કિતાબ કોઈ જ પ્રકારની અરબી જયોતિષ વિદ્યા નથી.

સત્ય એમ છે કે મુગલોના સમયમાં એક ચાલાક મુગલે ભારતની અંધશ્રદ્ધાળુ પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે તાંબાની તકતીઓ પર વૈદિક જયોતિષ, સામુદ્રિક શાસ્ત્ર, હસ્તરેખાશાસ્ત્રનો ખોટો ઉપયોગ કરીને કેટલાક કાલ્પનિક ટુચકાઓ લખ્યા હતા. તે ટુચકાઓથી ભારતની ભોળી પ્રજાને તે ભ્રમિત કરતો હતો.

જયારે ક્ષત્રિય હિંદુ રાજાઓએ આક્રમણ કરીને મુગલોને ભારત છોડાવ્યું ત્યારે તેણે ભારતની પ્રજા યુગોયુગ સુધી મૂર્ખ બને તે માટે ટુચકાઓ લખેલી તાંબાની તખ્તીઓ ત્યાં જ જમીનમાં દાટી દીધી હતી.

જયારે ભારતનો ટુકડો થઈને પાકિસ્તાન નામનો નવો મુગલોનો દેશ બન્યો ત્યારે પૂર્વ લાહોરમાં બ્રિટિશ સેનામાં પંજાબના રૂપચંદ જોશી નામના સૈનિક આસિસટન્ટ એંકાઉન્ટ તરીકેની પોસ્ટ પર હતા. તેમને પંજાબી, ઉર્દૂ,ફારસી વગેરે ભાષાઓ પર પ્રભુત્વ હતું.

એક વખત લાહોરમાં થયેલા ખોદકામ દરમ્યાન ટુચકાઓ લખેલી તાંબાની તખ્તીઓ બ્રિટિશ સૈન્યના કેટલાક અધિકારીઓને મળી હતી.આ અધિકારીઓ તખ્તી પર લખેલી અરબી ફારસી ભાષાના અનુવાદ માટે રૂપચંદ જોશી પાસે ગયા હતા. રૂપચંદ જોશીએ તેનું અનુવાદ કર્યુ તો તેમાં કેટલાક ટોના- ટુચકાઓ લખ્યા હતા.તેમણે તેનો અભ્યાસ કરવા માટે તે તખ્તીઓ તેમની પાસે રાખી હતી.

આ ટોના-ટુચકાઓ લખેલી તખ્તીઓ પરથી રૂપચંદ જોશીએ લાલ પેન અને લાલ પૂંઠાવાળી નોટબુકમાં ઉર્દૂમાં અનુવાદ કરીને એક મોટા ગ્રંથ જેવું સાહિત્ય તૈયાર કર્યું. તેઓ આર્મીમાં હોવાથી પ્રોટોકોલને અનુસરી આવું કોઈ સાહિત્ય પોતાના નામે ના છાપી શકે તેમ હોવાથી તેમણે તેમના સાવકા ભાઈ ( Step Brother ) ગિરધારીલાલ શર્માના નામે અરૂણ પ્રકાશનમાં આ પુસ્તક પાંચ ભાગમાં છપાવ્યું હતું.

ઈ.સ ૧૯૩૯ માં હસ્તરેખા અને સામુદ્રિકશાસ્ત્ર જે પહેલેથી જ ભારતીય શાસ્ત્રોનું અંગ ગણાય છે તેના આધારે મુગલે લખેલા કાલ્પનિક ટુચકાઓ આધારિત “લાલ કિતાબ કે ફરમાન” પુસ્તક બહાર પાડયું હતું.

ઈ.સ ૧૯૪૦ માં ભારતીય વેદોના આધારિત વૈદિક જયોતિષશાસ્ત્રમાં સમાવિષ્ટ નવગ્રહોના આધારે મુગલે લખેલી બનાવટી વાતોના ટુચકાઓ આધારિત “લાલ કિતાબ કે અરમાન” બહાર પાડયું હતું.

ઈ.સ ૧૯૪૧ માં ટુચકા આધારિત “ગુટકા” નામનું પુસ્તક બહાર પાડયું હતું.

ઈ.સ ૧૯૪૨ માં હસ્તરેખા તથા સામુદ્રિક શાસ્ત્રનો આધાર લઈને “લાલ કિતાબ તરમીમસુદા” નામની પુસ્તક લખાઈ હતી.

ઈ.સ ૧૯૫૨ માં “ઈલ્મ એ સામુદ્રિક” નામની પુસ્તક લખાઈ હતી ત્યારબાદ તેમના પુત્ર સોમચંદ જોશીએ “રેહનુમા એ લાલ કિતાબ” નામનું પુસ્તક લખ્યું હતું.

હકીકતમાં દક્ષિણ ભારતમાં હસ્તરેખાશાસ્ત્ર અને સામુદ્રિક શાસ્ત્ર તે વખતે પ્રચલિત હતું. જેનો વધારે પડતો અનુસરતો વર્ગ પંજાબ અને હિમાચલ પ્રદેશમાં હતો. તેમાં અફધાનથી આવેલા મુગલો સુધી આ શાસ્ત્રની ભનક ઉઠતા આ મુગલ ચાલાકીના આધારે ભારતીય વેદોની વિદ્યા જયોતિષશાસ્ત્ર, હસ્તરેખાશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર પરથી મનઘડિત ટોના ટુચકાઓ લખીને કેટલીક તખ્તીઓ જમીનમાં દાટી ગયો તે મુગલોની ટોના ટુચકાઓ આધારિત કિતાબ એટલે લાલ કિતાબ.

જયારે વૈદિક જયોતિષશાસ્ત્રની ઉત્પત્તિ વેદોમાંથી થઈ હતી. ઋગ્વેદમાં ત્રીસ, અથર્વવેદમાં એકસો બાસઠ, યજુર્વેદમાં ચુંવાલીસ એમ કુલ જયોતિષસંબંધી શ્લોકો છે.

જયોતિષશાસ્ત્રના પિતા પરમેશ્વર શિવ છે.માં પાર્વતી એ આ વિદ્યાને લોક કરેલી છે.( કેટલાક નિયમો બનાવેલા છે )

નારદ પુરાણ અનુસાર બ્રહ્માએ જયોતિષવિદ્યા નારદજીને શિખવી હતી ત્યારબાદ સૂર્ય,પિતામહ, વ્યાસ, વશિષ્ઠ,અત્રિ, પરાશર,કશ્યપ, ગર્ગ, મરિચિ, મનુ, અંગીરા, પુલત્સય, લોમશ, ચવન, યવન, ભૃગુ, શૌનક્ય જેવા ઋષિમુનિઓએ આ વિદ્યાનો વિકાસ કરવામાં તેમનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપ્યું હતું.

ભૃગુ ઋષિએ ભૃગુ સંહિતા નામનો જયોતિષવિદ્યાનો પચાસ હજાર સિદ્ધાંતોના આધારિત ગ્રંથ લખ્યો હતો જયારે ઋષિ પરાશરે “બૃહદ પરાશર હોરાશાસ્ત્ર” નામનો જયોતિષિક યોગો આધારિત ગ્રંથ રચ્યો હતો.

સામુદ્રિકશાસ્ત્રની અને હસ્તરેખાશાસ્ત્રની ઉત્ત્પતિ ઋષિ સમુદ્રે કરી હતી જે પ્રાચીન સમયથી જ વેદોના અંગ તરીકે જાણીતી છે જેનું પ્રમાણ શબ્દકલ્પદ્રુમ ખંડમાં છે.

શબ્દકલ્પદ્રુમ ખંડમાં જયારે શ્રીકૃષ્ણ મહાદેવજીને આ બંને શાસ્ત્રો વિશે પૂછે છે ત્યારે શિવજી આ બંને શાસ્ત્રો વિશે વિસ્તારપૂર્વક જણાવે છે તે બંને વચ્ચેનો સંવાદ છે. હસ્તરેખાશાસ્ત્રનું વિસ્તૃતિકરણ મહર્ષિ વાલ્મીકીએ કર્યુ હતું તે પણ પ્રમાણ શાસ્ત્રમાં મળી આવે છે.

અહીં કહેવાનો અર્થ એમ થાય છે કે વેદોની ઉત્ત્પતિ કરનાર બ્રહ્માજી છે અને બ્રહ્માજીને આ જ્ઞાન શિવજીએ આપ્યું હતું તો વેદોના આધારે રચાયેલા જયોતિષવિદ્યા, સામુદ્રિકશાસ્ત્ર, હસ્તરેખાશાસ્ત્રને અનુસરશો કે પછી સનાતન હિંદુ સંસ્કૃતિના વેદોનો ખોટો ઉપયોગ કરીને મુગલો દ્વારા લખાયેલી ટુચકાઓના આધારિત લાલ કિતાબ પર ? નક્કી તમારે કરવાનું છે કે કિતાબ મેળવવી છે કે ખિતાબ મેળવવો છે ?

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page