29 C
Ahmedabad
Friday, September 20, 2024

સાતમો ભાવ અને દાંપત્યજીવન

જયોતિષશાસ્ત્રમાં જન્મકુંડળીનો સાતમો ભાવ દાંપત્યજીવનને નિર્દેશ કરે છે. સાતમા ભાવ અને તેના માલિક સપ્તમેશ પરથી તમારું શું થશે અને લગ્ન પછી તમારી હાલત શું થશે એ નકકી થાય છે !! I m just joking પણ મારી શાળાના અંગ્રેજીના શિક્ષક શ્રી ધર્મેન્દ્રભાઈ વ્યાસ સાહેબે મને એક વાર કહ્યું તું કે “વિશાલ”

“Marriage are decided in heaven but enjoyed on the earth” એટલે કે લગ્નસંબંધ સ્વર્ગમાં નકકી થાય છે અને પૃથ્વી પર ઉજવાય છે. લગ્નસંબંધ સ્વર્ગમાં ભલે નકકી થતો હોય પણ લગ્નસંબંધમાં સ્વર્ગ જેવું સુખ પ્રાપ્ત થશે કે નહી એ જરૂર નકકી થાય છે.

એના માટે જન્મકુંડળીનું સાતમું સ્થાન તથા સાતમા સ્થાનનો માલિક સપ્તમેશ તથા સપ્તમેશ કોની સાથે કોના ઘરમાં, કોના નક્ષત્રમાં અને કેટલી ડિગ્રીનો છે તથા સપ્તમેશનો સંબંધ કોઈ ક્રૂર ગ્રહ સાથે છે કે નહી, સાતમા ભાવ પર કોઈ ક્રૂર ગ્રહોની દ્ષ્ટિ છે કે નહી એ બધી બાબતોને ધ્યાનમાં લેવી જરૂરી છે. સપ્તમેશની સાથે પુરુષની કુંડળીમાં શુક્ર અને સ્ત્રીની કુંડળીમાં ગુરુ ચકાસવો જરુરી બને છે એની સાથે બંને પાત્રની કુંડળીના મેળાપક દ્વારા ગણ, યોનિ, તારા, વર્ણ, નાડી, ભકૂટ, વૈશ્ય, મૈત્રી વગેરે નાના નાના પિલ્લરો દાંપત્યજીવનના મકાનને મજબૂત અને ટકાઉ બનાવે છે.

આ બધાની સાથે સાથે “મંગળ” દાંપત્યજીવનમાં “મંગળ” ( કલ્યાણ ) કરવા માટે અગત્યનો રોલ ભજવે છે. કહેવાય છે કે પુરુષને પાઘડીએ અને સ્ત્રીને ઘાટડીએ મંગળ હોય છે. ઉચ્ચના મંગળની સામે ઉચ્ચનો મંગળ બેસાડવો અતિઉત્તમ રહે.

બીજી એક મુદાની વાત કે પ્રેમલગ્ન કર્યા પછી દાંપત્યજીવન સફળ થશે કે નિષ્ફળ એ માટે જન્મકુંડળીનું પાંચમું સ્થાન જોવું અત્યંત જરૂરી બને છે.સાતમો ભાવ અને સાતમા ભાવને લગતા દાંપત્યજીવનના પ્રશ્નોના નિરાકરણ માટે કુંડળી બતાવીને ચોકકસથી યોગ્ય માર્ગદર્શન મેળવી શકાય છે.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page