સૂર્ય એ Live ઈશ્વર છે જે આપણા દરેક કર્મની સાક્ષી પૂરે છે અને ખુલ્લી આંખે બધું જોવે છે તથા આપણે પણ એમને જોઈ શકીએ છે. કોઈ આપણને એમ કહે કે ઈશ્વર જોયા છે કદી ? તો એમ કહેવાનું કે રોજ સવારે ઉઠીને ઈશ્વર ( સૂર્ય ) જોવું છું.સૂર્ય ખૂબ જ પ્રભાવશાળી અને તેજસ્વી છે જેમનું તેજ પત્ની સંધ્યા અને છાયા બંને સહન કરી શક્યા નહોતા. સૂર્ય ગ્રહમંડળમાં બધા ગ્રહોના રાજા કહેવાય. શ્રી રામભકત હનુમાનજીના ગુરુ કહેવાય.
જયોતિષશાસ્ત્રમાં સૂર્યને આત્મા ( Soul ) નો, સત્તાનો તથા પિતાનો કારક કહ્યો છે. સૂર્ય સિંહ રાશિમાં સ્વગૃહી થાય, મેષમાં ઉચ્ચનો અને તુલામાં નીચનો થાય. કુંડળીમાં સૂર્ય રાહુ સાથે હોય તો “પિતૃદોષ” ની મગજમારી થાય. IT Means કે તમારા પિતૃઓ તમારાથી નારાજ થઈ ગયા છે. સૂર્યની બીજી પત્ની છાયાનો પુત્ર શનિ છે જેને એમ લાગ્યું હતું કે મારા પિતાએ મારી માતા સાથે અને મારી સાથે અન્યાય કર્યો છે તેથી શનિ પોતાના પિતા સૂર્યદેવને કટ્ટર શત્રુ માને છે.જો કુંડળીમાં જે તે સ્થાનમાં બેઠેલા સૂર્યની ઉપર શનિની દ્ષ્ટિ પડતી હોય તો તે સ્થાન દૂષિત થાય.
ઉચ્ચ અધિકારીઓ,સરકારી કર્મચારીઓ, મોટી હસ્તીઓ અને સત્તાધારી નેતાઓની કુંડળીમાં સૂર્ય પાવરફુલ હોય છે.સૂર્ય નબળો હોય એના માથે ટાલ પડી ગઈ હોય કાં તો આંખે નંબર હોય એવા ઘણા લક્ષણો જોવા મળે છે પણ આપણે સૂર્ય સારો હોય કે ખરાબ હોય એ વાતને સાઈડમાં મૂકીને આપણા જીવનને સૂર્ય જેવું તેજસ્વી બનાવવા માટે શું કરવું જોઈએ એની વાત કરીએ.
દરરોજ સૂર્ય નમસ્કાર કરવા, ઉગતા પોરમાં સૂર્યદેવને તાંબાના લોટા દ્વારા જળ ચઢાવવું,સૂર્યવંદન કરવા,આદિત્ય હ્દયમ સ્તોત્રના પાઠ કરવા, રવિવારે કોઈ પણ ભગવાન કે માતાજીના મંદિરે દર્શન કરવા જવું,પિતા,દાદાને તથા આપણા પૂર્વજોને ખુશ રાખવા,રવિવારે મીઠું ના ખાવું માત્ર સિંધાલું ખાવું, વિદ્વાન બ્રાહ્મણ પાસે રવિવારે સૂર્યનો હવન કરીને સૂર્યને અર્ધ્ય આપવો,ૐ આદિત્યાય નમ: ની માળા કરવી વગેરે રીતે સૂર્યદેવની આરાધના કરવાથી સૂર્યદેવના આશીર્વાદ મેળવી શકાય.
જય બહુચર માં.