આપણે બધા સનાતન ધર્મમાં માનનારા લોકો છે.આપણો સનાતન ધર્મ સૌથી પ્રાચીન છે.આપણું સનાતન હિંદુ વર્ષ વિક્રમ સંવત થી શરુ થાય છે.
તો આવો જાણીએ વૈદિક જ્યોતિષ ના આધારે વિક્રમ સંવત ૨૦૮૦ નું વર્ષ કેવું રહેશે.
ભગવાન શ્રી રામથી શરુઆત કરીએ તો આ વર્ષમાં અયોધ્યામાં શ્રી રામ ભગવાન ની મૂર્તિ પ્રતિષ્ઠા થશે.
ભારતની આર્થિક સ્થિતિ મજબૂત થશે.આપણા દેશમાં રોડ – રસ્તાઓ સારા બનવા લાગશે.પ્રદૂષણ પર કંટ્રોલ આવે તેવી સરકાર કોઈ નીતિ ઘડશે.
લોકો આધ્યાત્મિકતા તરફ વળશે.પ્રાચીન સ્થળો જાગૃત થશે.આ સ્થળોને હેરિટેજમાં રુપાંતરિત કરવામાં આવશે.
મને એવું લાગે છે કે વિશ્વમાં જે અનેક દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યા છે તે યુદ્ધોમાં અમુક યુદ્ધો શાંત થશે.સમાધાનથી કંઈક રસ્તો નીકળશે છતાંય અમુક દેશો લાલચ તથા અહંકારની આડમાં યુદ્ધ કરવાના મૂડમાં રહેશે અને આખું વર્ષ દરમિયાન યુદ્ધો ચાલુ રાખશે.
કીપેડ મોબાઈલનો ફરીથી જમાનો આવશે.લોકો નોકિયા તરફ પાછા વળશે.નોકિયા ફરીથી મેદાનમાં આવશે.
લોકસભાની ચૂંટણીમાં ભાજપ ફરીથી જીતશે.વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ બહુમતીથી જીત મેળવીને વડાપ્રધાન પદે કાયમ રહેશે.
શુભમન ગીલ,શ્રેયસ અય્યર,રવિન્દ્ર જાડેજા ભારતની ક્રિકેટ ટીમને વધુ મજબૂત બનાવશે.કોહલી અને રોહિતનો રંગ કાયમ ચમકતો રહેશે.બુમરાહ ઘાયલ થાય તેવું લાગે છે.કેટલીક મેચો ડ્રોપ કરવી પડશે.
બોલિવૂડનું માર્કેટ મંદુ રહેશે.આડેધડ બનતી ફિલ્મમાં ફ્લોપ ફિલ્મો ધડાધડ આવતી રહેશે.કોમર્શિયલ ફિલ્મો વધુ ચાલશે.સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ આ વર્ષે ધમાકેદાર રહેશે.અમિતાભ બચ્ચન સાહેબનું આ વર્ષ મને આરોગ્ય બાબતે ગંભીર દેખાય છે.સારા અલી ખાન,મોહિત રૈના, પુલકિત સમ્રાટ,વિક્રાંત મેસી જેવા નાના મોટા કલાકારો મનોરંજન કરતા રહેશે.
લોખંડ,સિમેન્ટ,એલ્યુમિનિયમ,પેટ્રોલ,ઓઈલના ભાવમાં વધારો થશે.શેરબજારમાં આ વર્ષે સારો એવો ગ્રોથ જોવા મળશે.રિયલ એસ્ટેટ માર્કેટ માં પણ તેજી રહેશે.સોના- ચાંદીમાં ભાવ વધારો યથાવત રહેશે.
ભૂકંપ,સુનામી તથા કોઈ કુદરતી મોટી આફત આવે તેવું મને લાગતું નથી.લોકોને પગની તકલીફો વધશે.
લૂંટ-ફાટ,ચોરી,ઘરફોડ,બળાત્કાર જેવી ઘટનાઓ વધું બનશે પણ પોલીસ આવા ક્રાઈમ કરતા લોકોને તરત પકડી પાડશે.કાયદો વ્યવસ્થા વધુ મજબૂત થશે.સુપ્રીમ કોર્ટ,હાઈકોર્ટે વધુ કડક બનશે.વકીલો-ડૉકટરો માટે આ વર્ષ વધુ સારું રહેશે.
બારેય રાશિઓ વાળાને આ વર્ષે બધુંય સારું જ છે.કોઈ રાશિ વિશે ખરાબ લખીને મારેય કોઈનું દિલ દુભાય તેવું કરવું નથી.મકર,કુંભ અને મીન રાશિવાળા બને તેટલા શ્રી હનુમાન ચાલીસાના પાઠ વધુ કરવા.
જય બહુચર માં.