28 C
Ahmedabad
Friday, September 20, 2024

Astrology & Psychology (જયોતિષશાસ્ત્ર અને મનોવિજ્ઞાન)

શું જયોતિષશાસ્ત્ર અને મનોવિજ્ઞાનને સંબંધ છે ?? આ પ્રશ્ન સ્વિત્ઝરલેન્ડમાં એક જાણીતી જયોતિષશાસ્ત્રી અને મનોવિજ્ઞાની લીઝ ગ્રીન નામની લેડીને પૂછવામાં આવ્યો હતો.તેણીએ જણાવ્યું હતું કે જ્યોતિષશાસ્ત્ર જન્મજાત બીજની પ્રકૃતિ શોધવામાં મદદ કરે છે. જયોતિષશાસ્ત્રની મદદથી આપણે આપણા તથા અન્ય કોઈ વ્યકિતના આત્મા, પ્રકૃતિ, સ્વભાવ, લક્ષણો, મનોસ્થિતિ વિશે જાણી શકીએ છે જેની મદદથી જીવન વધુ સરળતાથી જીવી શકાય છે. લીઝ ગ્રીન આગળ કહે છે કે “Horoscope is the Mape of Psyche” ( જન્માક્ષર માનસિકતાનો નકશો છે ).

જેમ મનોત્ચિકિત્સક પરામર્શ (Counceling) કરીને વ્યકિતના વાણી, વર્તન, સ્વભાવ, પ્રકૃતિ પરથી એની મનોસ્થિતિને જાણી શકે છે તેવી જ રીતે જ્યોતિષી કુંડળીના ગ્રહો દ્વારા વ્યકિતના વ્યકિતત્વ, સ્વભાવ, પ્રકૃતિ, લક્ષણો, મનોસ્થિતિને જાણી શકે છે. અસંખ્ય કુંડળીઓના અભ્યાસ અને જયોતિષિક પરામર્શ (Counceling) બાદ હવે અમારે કુંડળી પછી જોવી પડે પરંતુ વ્યકિતત્વ પરથી કુંડળીના ગ્રહો વિશે અમને માલૂમ થતું હોય છે.ધારો કે કોઈ જાતકની કુંડળીમાં સૂર્ય બળવાન હોય તો તે આત્મવિશ્વાસુ,દ્ઢ સંકલ્પી,સારા વ્યક્તિત્વનો,શુદ્ધ આત્મા (Pure Soul ) અને પ્રામાણિક હોય છે આનું કારણ જયોતિષશાસ્ત્રમાં સૂર્યને આત્માનો કારક કહ્યો છે. વ્યકિતનું મન મેલું છે કે ચોખ્ખું એ તેની જન્મકુંડળીના ચંદ્ર પરથી જાણી શકાય છે.

જ્યોતિષશાસ્ત્ર એક એવો વિષય છે જેને જીવનના અંત સુધી શીખો તો પણ તે પૂરો ના થાય. એ શીખતા જ રહેવું પડે.ઘણા લોકો જ્યોતિષને લગતી બે ચાર ચોપડીઓ વાંચીને કુંડળીમાં દોષ શોધીને લોકોને ડરાવવાના ધંધા કરે છે પણ તે લોકો હકીકતમાં જાતકની મનોસ્થિતિ પર તીક્ષ્ણ ઘા કરીને તેમની પાસેથી અધધધ નાણાકીય લાભ લૂંટે છે પરંતુ જયોતિષશાસ્ત્રનો દુરુપયોગ એ જયોતિષીના પતનનું કારણ પણ બની શકે છે.

એક પચીસ વર્ષનો છોકરો આશરે ત્રણ થી ચાર જયોતિષને પોતાની જન્મકુંડળી બતાવીને મારી પાસે આવ્યો હતો અને હવે પાંચમો મારો નંબર હતો. પેલા ચાર શીખાઉ જયોતિષોએ આ ભાઈને એની કુંડળીમાં અસંખ્ય દોષ બતાવીને કહ્યું તું કે ‘તું તારા જીવનમાં કંઈ કરી નહી શકે”.

મેં એ છોકરાની જન્મકુંડળી ખોલી.પંદર મિનિટ સુધી એની કુંડળીનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો પછી મેં એની કુંડળીમાં થતા અસંખ્ય શુભ યોગો તેને જણાવ્યા, જે નાના મોટા દોષ થતા હતા એના હકારાત્મક તર્ક સમજાવીને એ દોષને દૂર કરવાના શાસ્ત્રોકત સાત્વિક ઉપાય આપ્યા અને છેલ્લે મેં એક તારણ આપ્યું કે “તું તારા જીવનમાં જે કરીશ ને એ તારા સિવાય બીજું કોઈ નહી કરી શકે” બસ મારા આ અવલોકન અને જયોતિષશાસ્ત્રના આપેલા પરામર્શ પછી એ છોકરો એના જીવન પ્રત્યે હકારાત્મક થયો.આજે એ છોકરો એક પ્રાઈવેટ કંપનીમાં સારી પોસ્ટ પર છે અને ઉત્તરોઉતર પ્રગતિ કરી રહ્યો છે.

આમાં મેં માત્રને માત્ર એ છોકરાની મનોસ્થિતિને બદલી. ઈશ્વરે એનામાં જે આત્મવિશ્વાસ, બુદ્ધિ, જ્ઞાન, કલા, આવડત આપી છે એના પ્રત્યે એને સભાન કર્યો, એને જીવનમાં હકારાત્મક રીતે આગળ વધવાની પ્રેરણા આપી. ટૂંકમાં કહું તો એનામાંથી અને એની કુંડળીમાંથી માત્રને માત્ર સારું શોધ્યું.

પ્રિય વાંચકો, જ્યોતિષ એ ભગવાન નથી. જયોતિષ એ માત્ર શાસ્ત્રના જ્ઞાન દ્વારા તમને માર્ગદર્શન આપવાનું કામ કરે છે. તે તેનો સદઉપયોગ કરીને તમને રસ્તો બતાવીને જીવન જીવવાનો હકારાત્મક અભિગમ શીખવે છે. તેનાથી તમારી માનસિકતા સુધરે છે, તમે તમારા લક્ષ્યો પ્રત્યે સભાન થાવ છે, તમે તમારા અંતર મનની ઈચ્છાઓ પૂરી કરવા માટે જયોતિષીએ સૂચવેલ હકારાત્મક રસ્તાઓ તરફ વળો છે એટલે કહી શકું કે જયોતિષશાસ્ત્ર અને મનોવિજ્ઞાનને ખૂબ ઉંડો સંબંધ છે જેમ કે મારો અને તમારો સંબંધ છે.

મારું જયોતિષશાસ્ત્ર અને મનોવિજ્ઞાન એવું કહે છે કે

“આપ સૌ હંમેશા ખુશ રહો”…..તો ખુશ રહેશો ને ?

Smile is the Best Solution of Every Problem So Keep Smiling………

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page