૯ ઓકટો ૧૯૨૭ ના રોજ પાકિસ્તાનના લોરલાઈ (જે એકચુલી પહેલા હિંદુસ્તાનમાં હતું ) માં જન્મેલા રાજકુમાર મૂળ અંક ૯ ની અસર હેઠળ આવતા જે અંક મંગળનો છે. મંગળ પ્રધાન રાજકુમાર મુંબઈના એક પોલીસ સ્ટેશનમાં સબ ઈન્સ્પેકટર હતા.તેમનો બોલવા-ચાલવાનો અંદાજ સિંહ જેવો હતો. તેનું મુખ્ય કારણ તેમની જન્મકુંડળી સિંહ લગ્નની છે.
જાની,હમકો મિટા સકે યે જમાને મેં દમ નહી, હમસે જમાના ખુદ હૈ જમાને સે હમ નહી. રાજકુમાર સાહેબના આ ડાયલોગમાં અહંકાર નથી પણ સ્વાભિમાનીપણું છે. ખુદાર માણસો હંમેશા વટમાં રહે છે. તે કયારેય કોઈનું નામ દેતા નથી પણ જો કોઈ તેમનું નામ દે તો તેઓ આક્રમક થઈ જાય છે અને કહે છે કે “ચિનોય શેઠ, જિનકે અપને ખુદ કે ઘર શીશે કે હો વો દૂસરો કે ઘર પર પથ્થર નહી ફેંકા કરતે” આવા અભિગમનું મૂળભૂત કારણ સિંહ લગ્નની કુંડળીમાં લગ્નેશ સૂર્ય અને ભાગ્યેશ મંગળનું સાથે હોઈ અંગારકયોગનું નિર્માણ કરે છે જેથી એવું કહેવાય કે આગના પારખા કદી ના કરાય.
સૂર્ય મંગળ ની યુતિ ધરાવનાર વ્યકિતઓને પોતાનું આત્મસન્માન ખૂબ વ્હાલું હોય છે. તેઓ પ્રામાણિક હોય છે. જેને પોતાના ગણે તેના માટે કંઈ પણ કરી છૂટે છે. બોલવાના તીખા અને સત્યનિષ્ઠ હોય છે. તેમના આત્મસ્વમાની સ્વભાવને કારણે તેમની ગણના કયારેક અહંકારી વ્યકિતઓમાં થાય છે પણ ખરેખર તેઓ અહંકારી હોતા નથી.
જન્મકુંડળીમાં રાહુથી દસમે ચંદ્ર હોય કે ચંદ્રથી દસમે રાહુ હોય તે વ્યકિત ખૂબ જ નામના, પ્રસિદ્ધિ અને કીર્તિ પ્રાપ્ત કરે છે તથા પોતાના ક્ષેત્રમાં અલગ છાપ ઉભી કરીને મહાનતાને પામે છે. રાજકુમારની કુંડળીમાં શુક્રની રાશિ વૃષભનો રાહુ દસમે હોઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મધર ઈન્ડિયા, પાકીઝા, બુલંદી, નીલકમલ, દિલ એક મંદિર, લાલ પથ્થર, બેતાજ બાદશાહ, સૂર્યા, વક્ત, મરતે દમ તક, તિરંગા, સૌદાગર વગેરે જેવી અનેક હિટ ફિલ્મોથી પોતાના અભિનય અને અભિગમ દ્વારા બોલિવૂડ પર તેમનું “રાજ” જમાવ્યું હતું.
બીજા નો માલિક બુધ રાહુના નક્ષત્રમાં, સૂર્ય+મંગળ જેવા ક્રૂર ગ્રહો બીજા સ્થાનમાં હોવાથી રાજકુમાર સાહેબને ગળાનું કેન્સર થયું. તે વખતે સૌદાગર મૂવીનું શૂટિંગ ચાલતું હતું. કેન્સરનો ઈલાજ કરાવવા તેઓ અમેરિકામાં ગયા ત્યારે સૌદાગર મૂવીના પ્રોડયુસર ડાયરેકટર સુભાષ ઘાઈને આ વાતની જાણ થતા તેમણે રાજકુમાર સાહેબને ફોન કરીને દુ:ખ વ્યકત કર્યુ કે “સાંભળ્યું છે કે તમને કેન્સર થયું છે ? ત્યારે રાજકુમાર સાહેબે ફોનમાં સુભાષ ઘાઈને કહ્યું કે “જાની હમ રાજકુમાર હૈ, હમકો શર્દી-ઝુકામ જેસી મામૂલી બિમારી થોડી હોગી, હમે કેન્સર હુઆ હૈ કેન્સર..!
બહારથી શેર જેવી દહાડ રાખનાર રાજકુમાર અંદરથી અતિલાગણીશીલ હતા કારણકે તેમની જન્મકુંડળીમાં થતી શુક્ર+ચંદ્રની પ્રતિયુતિને બાદ કરી શકાય નહી.
સપ્તમેશ શનિ અને પંચમેશ ગુરુનો સંબંધ હોવાના કારણે તેમણે એંગ્લો ઈન્ડિયન એરહોસ્ટેસ જેનિફર સાથે પ્રેમલગ્ન કર્યા જેમનું લગ્ન પછી ગાયત્રી નામ રાખ્યું હતું.
રાજકુમાર સાહેબની પ્રતિભા, અભિનય,અભિગમ, તેમના વર્તનમાં રાજા જેવો અંદાજ તેમના નામ “રાજકુમાર” ને બંધબેસતો હતો. હું યુવાન છું છતાં વર્ષો જૂની ફિલ્મના અભિનેતા મારા ગહન પર કંઈક એ રીતે તેમની છાપ બનાવી છે કે તેમના વિશે લખવા માટે મારા હાથ અને મારી કલમને રોકી શક્તો નથી.
જેમનો વર્ષોવર્ષ સુધી ઈતિહાસ લખાય તેવા વ્યક્તિ ઐતિહાસિક હોય છે તેવા ઐતિહાસિક રાજકુમાર સાહેબને યાદ કરતા મારે કંઈક લખવું હોય તો…
જાની, આપ કો ભલા કૌન ભૂલા શકેગા….
આપ કો ભલા કૌન ભૂલા શકેગા..
શૈરને આજ ભી ઈસ જંગલ મેં અપના આશિયાના બનાયે રખા હૈ…
જય બહુચર માં.