⦿ સમુદ્રમંથન વખતે વિષ્ણુ ભગવાન “મોહિની” અવતાર ધારણ કરીને દેવોને અમૃતપાન કરાવી રહ્યા હતા. તે અરસામાં સ્વરભાનુ નામનો દૈત્ય વેશપલટો કરીને સૂર્ય-ચંદ્રની વચ્ચે બેસી ગયો.
⦿ સૂર્ય-ચંદ્રએ દૈત્યની ચાલાકી જોતા તેમણે ઈશારાથી સ્વરભાનુ દૈત્ય માટે વિષ્ણુ ભગવાનને સાવધાન કર્યા.
⦿ વિષ્ણુ ભગવાન સ્વરભાનુને તરત જ ઓળખી ગયા અને તેમણે કોપાયમાન થઈને સુદર્શન ચક્રથી સ્વરભાનુ રાક્ષસનું મસ્તક ધડથી અલગ કરી દીધું.
⦿ મસ્તક ઉત્તરમાં પડયું તે રાહુ કહેવાય છે અને ધડ દક્ષિણમાં પડયું તે કેતુ કહેવાય છે.
⦿ રાહુ-કેતુએ શિવની પાસે આજીજી કરતા શિવજીએ તેમને નવગ્રહોમાં સ્થાન આપ્યું છે.
⦿ દરેકની જન્મકુંડલીમાં રાહુ-કેતુ સામસામે અને વક્રી હોય છે. રાહુ અને કેતુ જે તે સ્થાનમાં બેસીને વ્યકિતની કુંડળીના તે ભાવને નુકસાન પહોંચાડતા હોય છે.
⦿ જયોતિષશાસ્ત્રમાં સંશોધનના ભાગરૂપે મેં અનેકો જન્મકુંડળીમાં કેતુની કરામત નિહાળી છે.
⦿ કેતુ એ મસ્તક વગરનો ગ્રહ છે.
⦿ કેતુને માત્ર ધડ છે.
⦿ મેં લગ્ને કેતુવાળા જાતકોને ધૂની પ્રકારના જોયા છે. તેમની આ ધૂની વૃત્તિ જો યોગ્ય દિશામાં ઉપયોગ કરે તો આ જાતકો કોઇ પણ બાબતના મૂળ સુધી પહોંચી શકે છે.
⦿ મારું સંશોધન કહે છે કે કેતુ કનેક્ટ કરે છે. કેતુ ઈશ્વરીય શક્તિઓ સાથે કનેક્ટ (જોડાણ) કરે છે. જે જાતકોની કુંડળીમાં લગ્ને કેતુ હોય તેમને ઈશ્વરીય શક્તિઓ આશીર્વાદ રૂપે મળે છે.
⦿ જન્મકુંડળીમાં જો સૂર્ય કેતુનું નક્ષત્રબળ પ્રાપ્ત કરે તો કેતુ તે જાતકને પ્રબળ Intuition (અંતર્જ્ઞાન) પ્રદાન કરે છે. આવા જાતકોની આગાહી ચોક્કસ સાચી પડે છે.
⦿ જન્મકુંડળીમાં કેતુ બારમા સ્થાનમાં હોય તો તે જાતક ભોગવિલાસનો ત્યાગ કરીને મોક્ષની રાહ પર પહોંચે છે.
⦿ જન્મકુંડળીમાં ચંદ્ર કેતુ સાથે હોય તો તે જાતકોને અનેક પ્રકારની આંત:સ્કૂરણા થાય છે પણ ઘણીવાર આવા જાતકો શંકા અને વહેમ કરતા જોવા મળે છે.
⦿ જન્મકુંડળીમાં કેતુ ગુરુનું નક્ષત્રબળ પ્રાપ્ત કરતો હોય તે જાતકોને દરિયા જેવું ઉંડું અને વિશાળ જ્ઞાન હોય છે.
⦿ કેતુ Detach (અલગ) કરે છે. જન્મકુંડળીમાં જે ગ્રહ જેનો કારક હોય અથવા જે ભાવના સ્વામી સાથે બિરાજમાન હોય તેનાથી અલગ કરે છે જેમ કે કેતુ ભાતૃઓના કારક મંગળ સાથે હોય તો તે જાતકને ભાઈઓથી અલગ કરે છે. આવી જ રીતે જો કેતુ જન્મકુંડળીના સપ્તમેશ સાથે યુતિમાં હોય તો જીવનસાથી અલગ કરે છે.
⦿ જન્મકુંડળીના રોગસ્થાનમાં કેતુ હોય તો તે જાતકને લાખમાંથી એક જણને થાય તેવો રોગ થાય છે તેની કોઈ દવા હોતી નથી.
⦿ જન્મકુંડળીમાં કેતુ જે સ્થાનમાં હોય અથવા જે ગ્રહ સાથે બિરાજમાન હોય તે અંગો સંબંધી સર્જરી આપે છે. જેમ કે કેતુ પેટના કારક ગ્રહ ગુરુ સાથે યુતિમાં હોય અથવા જન્મકુંડળીના પાંચમાં સ્થાનમાં કેતુ હોય તો જાતકને પેટની સર્જરી આપે છે.
⦿ વાંચકો, મેં મારા સંશોધનમાં કેતુની આવી અસંખ્ય કરામતો નિહાળી છે. કેતુ દુન્યવી ઘણી બાબતોનો ત્યાગ કરાવીને મોક્ષ આપે છે પણ ભૂતકાળને લગતી વેદનાઓ અને ભવિષ્યને લગતી તડપ ચોક્કસ આપે છે.
જય બહુચર માઁ.