28 C
Ahmedabad
Friday, September 20, 2024

જીવનસાથીનું સુખ કેવું મળે ?

જેની સાથે આપણું સમગ્ર “જીવન” વિતાવવાનું હોય છે તે આપણું “જીવનસાથી” હોય છે. જેનો સાથ આપણને સુખ અને દુ:ખ બંનેમાં મળે છે તે આપણું “જીવનસાથી”હોય છે. જેનામાં આપણા વિચારો,આપણી આવડત,આપણી કલા,આપણો સ્વભાવ,આપણી પ્રકૃતિ,આપણી હકારાત્મકતા, આપણી ખૂબીઓ અને હોલસેલમાં ભરેલી આપણી અંદર રહેલી ખામીઓ સ્વીકારવાની ક્ષમતા હોય છે તે આપણું “જીવનસાથી”હોય છે. જેનામાં પ્રેમ કરવાની અને ઝધડો કરીને આપણી પર હાવી થવાની તાકાત હોય છે તે આપણું “જીવનસાથી” હોય છે.જેનામાં આપણને સમજવાની બિલકુલ ક્ષમતા નથી હોતી તે જ આપણું “જીવનસાથી” હોય છે….. હા હા હા… Part of Joke.

આપણને આપણા જીવનસાથીનું સુખ કેવું મળશે તે જયોતિષશાસ્ત્ર પરથી ચોકકસ જાણી શકાય છે કારણકે જયોતિષશાસ્ત્ર એટલો મોટો સમુદ્ર છે તેમાંથી હંમેશા કંઈક ને કંઈક ચોકક્સ નીકળતું હોય છે અને મારા જેવા સંશોધન કરનારા જિજ્ઞાસુઓ આ સમુદ્રમાંથી હંમેશા નાના નાના મોતી, શંખ, છીપ, સફેદ પત્થર વગેરે શોધી કાઢતા હોઈએ છે.

જયોતિષશાસ્ત્ર નામના વિશાળ સમુદ્રમાંથી અમે નાના છીપો શોધ્યા હોય તેમ જીવનસાથીના સુખ માટે કયા મૂળભૂત ગ્રહો જવાબદાર છે તે જાણ્યું. પુરુષ ને સ્ત્રી જીવનસાથીનું સુખ કેવું મળશે અને સ્ત્રીને પુરુષ જીવનસાથીનું સુખ કેવું મળશે તે જન્મકુંડળીના ચોકકસ ગ્રહો દ્વારા જાણી શકાય છે.

પુરુષની કુંડળીમાં એની સ્ત્રી શુક્ર પરથી જોવાય છે તેથી જો પુરુષની કુંડળીમાં શુક્ર સ્વગૃહી,મિત્ર ઘરનો કે ઉચ્ચનો હોય તો તે પુરુષને તેનું જીવનસાથી ખૂબ જ સારું મળે છે પરંતુ જો પુરુષની કુંડળીમાં શુક્ર નીચનો,અસ્તનો કે વક્રી હોય તો તેને જોઈએ તેવું સ્ત્રીસુખ મળતું નથી અર્થાત્ પોતાના જીવનસાથીથી હંમેશા અસંતુષ્ટ રહે છે.આ શુક્ર જો નવમાંશ કુંડળીમાં ઉચ્ચનો કે સ્વગૃહી થઈ જતો હોય તો આવું થતું નથી. શુક્ર નીચનો, અસ્તનો કે વક્રી હોય તે પુરુષ અવનવી છોકરીઓ કે પરણેલી સ્ત્રીઓ સાથે અનૈતિક સંબંધ રાખતો હોય છે.

તેવી જ રીતે સ્ત્રીની કુંડળીમાં તેનો પુરુષ તેની કુંડળીમાં રહેલા “મંગળ” થી જોવાય છે. જો મંગળ સ્વગૃહી,મિત્ર ઘરનો કે ઉચ્ચનો હોય તો તે સ્ત્રીને તેનો જીવનસાથી ખૂબ જ સારો અને સપોર્ટિવ મળે છે પરંતુ જો સ્ત્રીની કુંડળીમાં જો “મંગળ” નીચનો,અસ્તનો કે વક્રી હોય તો તે સ્ત્રીને પોતાના પુરુષનું સુખ મળતું નથી અને પછી તે બીજા પુરુષો તરફ આકર્ષાઈને અનૈતિક સંબંધો રાખે છે પરંતુ જો આ દૂષિત મંગળ નવમાંશ કુંડળીમાં સારો હોય તો છેદ ઉડી જાય છે.

બીજી એક વાત એ પણ છે કે જન્મકુંડળીમાં સ્ત્રીનું માંગલ્ય પણ “મંગળ” થી જોવાય છે. જો મંગળ પોતે શનિ રાહુ કેતુ પ્લુટો જેવા ક્રૂર ગ્રહો સાથે આઠમાં સ્થાનમાં યુતિ કરતા હોય તો સ્ત્રીનું માંગલ્ય હણાઈ જાય છે.

પુરુષ કે સ્ત્રી બંનેમાંથી કોઈની પણ કુંડળીમાં મંગળ-શુક્ર અથવા શુક્ર-રાહુ નું કોમ્બિનેશન થતું હોય તો સમજી વિચારીને આગળ વધવું નહીતર લગ્ન પછી તમારે તમારા જીવનસાથીના મોબાઈલ ચેક કરવા પડશે, જાસૂસી કરવી પડશે પછી ભાંડો ફૂટે ત્યારે પોતાની સાથે છેતરપિંડી કે ધોખો થયાનો અફસોસ કરીને છૂટાછેડા માટે કોર્ટના ધક્કા ખાવા પડશે.

દરેક પુરુષને સ્ત્રીનું સુખ સારું મળે તે માટે શુક્રવારે “મહાલક્ષ્મીજી” ની પૂજા કરવી જોઈએ અને દરેક સ્ત્રીને પુરુષનું સુખ સારું મળે તે માટે મંગળવારે “ગણપતિજી” અને “વિષ્ણુ ભગવાન”ની પૂજા કરવી જોઈએ.

સર્વને પોતાના જીવનસાથીનું સુખ સારું મળે એવી મારી ઈશ્વરને પ્રાર્થના.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page