17 C
Ahmedabad
Saturday, December 21, 2024

શું જ્યોતિષ વિદ્યા ને પાર્વતીજીએ શ્રાપ આપ્યો છે ?

શું જ્યોતિષ વિદ્યા ને પાર્વતીજીએ શ્રાપ આપ્યો છે ?

વર્તમાન માં સોશિયલ મીડિયામાં આધુનિક જ્ઞાનીઓ જે મંડી પડ્યા છે કે જ્યોતિષ વિદ્યા ને પાર્વતીજીએ એ શ્રાપ આપ્યો હોવાથી કોઈ પણ જ્યોતિષ માત્ર ૧૫ મિનિટ સુધી જ સાચો પડશે.એ‌ પછીની તેમની ભવિષ્યવાણી ખોટી પડશે.આવી ભ્રામક વાતો ખબર નહીં લોકો ક્યાંથી લઈ આવે છે.તો સાચી વાત શું છે તે જાણો.

પૌરાણિક માન્યતાઓ અનુસાર એક વખત નારદજી શિવ અને પાર્વતીના દર્શન કરવાના હેતુથી કૈલાસ પધાર્યા હતા.

શિવ શક્તિ પરમેશ્વર છે માટે કોઈની અંદર રહેલા અહંકારને ઈશ્વર તરત સમજી જાય અને તેને સબક મળે તે માટે પરમેશ્વર તેને પાઠ શીખવાડે.

નારદજી સાથે કંઈક આવું જ થયું.નારદજીને પોતાને આવડતી જ્યોતિષ વિદ્યા પર ખૂબ અભિમાન હતું તેથી જ્યારે તેઓ કૈલાસ જાય છે‌ ત્યારે શિવજી સ્વયં એક શિલા પર બિરાજમાન હોય છે.નારદજી શિવજીને નતમસ્તક પ્રણામ કરીને કૂતુહલ વશ પૂછે છે કે હે પરમપિતા ! માતા પાર્વતી ક્યાં છે ? ત્યારે પરમાત્મા શિવ તેમને કહે છે કે “તમને તો જ્યોતિષ વિદ્યા ખૂબ જ સારી આવડે છે.તમે તમારી વિદ્યા થી જોઈ લો કે માતા પાર્વતી ક્યાં છે ?

શિવજીના આમ કહેવાથી નારદજી ઉત્સાહમાં આવી જાય છે અને જ્યોતિષ વિદ્યા નો ઉપયોગ કરી જુએ છે કે માતા પાર્વતી કૈલાસ પાસે આવેલ માનસરોવર પાસે પોતાની સખીઓ સાથે સ્નાન કરીને પરત આવી રહ્યા છે ( અહીં આ વાત ધ્યાનમાં લેવી કે નારદજી એ માતા પાર્વતી ને સખીઓ સાથે માનસરોવર માં સ્નાન કરતા જોયા નહોતા )

નારદજી એ જે જોયું તે પરમાત્મા શિવ ને કહ્યું.શિવજી તો કંઈ બોલ્યા નહીં પરંતુ પાર્વતીજી ના આગમન બાદ નારદજી પાર્વતી ને નતમસ્તક નમન કર્યા.નારદજીને ઉત્સાહમાં જોઈને પાર્વતીજી થી રહેવાયું નહી એટલે તેમણે પૂછ્યું કે ‘ આપ આજે કેમ આટલા ઉત્સાહમાં છો” ત્યારે નારદજી એ સઘળી વાત કહી.

એક સ્ત્રીને સ્નાન કર્યા બાદ પ્રથમ જોવાનો અધિકાર માત્ર તેના પતિ પરમેશ્વર નો હોય છે‌ માટે પાર્વતીજી એ ક્રોધે ભરાઈને જ્યોતિષ વિદ્યા ને શ્રાપ આપ્યો કે

“જ્યારે પણ કોઈ જ્યોતિષી પોતાની જ્યોતિષ વિદ્યા ના અહંકારમાં આવીને આ વિદ્યાનો દુરુપયોગ કરશે તેની આગાહી કયારેય પણ સાચી નહીં પડે”

સનાતન સત્ય આ જ છે.

કોઈ પણ જ્યોતિષ માત્ર ૧૫ મિનિટ સુધી જ સાચો પડશે.એ‌ પછીની તેમની ભવિષ્યવાણી ખોટી પડશે.આ વાત તદ્દન ખોટી અને પાયાવિહોણી છે.

જ્યોતિષ વિદ્યાના હજીય ઘણા નિયમો છે તેનું યોગ્ય રીતે પાલન કરવું પડે છે તો જ આ‌ વિદ્યા નું સારું પરિણામ જ્યોતિષી ને તથા જ્યોતિષ બતાવનાર જાતકને મળે છે.

જેને જ્યોતિષ વિદ્યા કરવાના નિયમો નથી ખબર તે  જ્યોતિષી પોતાના માટે ખાડો જાતે જ ખોદે છે અને કેટલાય વર્ષો સુધી તે ખાડામાં પડ્યો રહે છે.

કોને કેટલું કહેવું ? કેવી રીતે કહેવું ? અને શું કહેવું ? તે જ્યોતિષીને ખબર હોવી જોઈએ.

જય બહુચર માં.

 

 

 

Related Articles

Stay Connected

1,578FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page