દરેક વ્યકિત જન્મથી જ કલાકાર હોય છે. એનામાં કંઈક ને કંઈક કલા હોય છે જેવી કે સારું ગાવાની,સારું નૃત્ય કરવાની, સારું વાંજિત્ર વગાડવાની,સારું બોલવાની,સારું અભિનય કરવાની,સારું હાસ્ય પીરસવાની, સારું લખવાની સારું વેપાર કરવાની, સારું રસોઈ કરવાની તો કોઈની પાસે જ્ઞાન હોય છે તે જ્ઞાન અન્યને વેચીને પોતાની કલાને પ્રદર્શિત કરીને ધન પ્રાપ્ત કરે છે તથા કોઈ પોતાની કલાને માત્ર વહેંચે છે એટલે કે ધન પ્રાપ્ત કરવાનો કોઈ જ ઉદેશ નથી હોતો.
નૃત્યમાં જેમ નટરાજ, સંગીતમાં જેમ નારદ, તાલમાં જેમ ગણપતિ અને વીણા વાદનમાં જેમ સરસ્વતી વિસારદ છે તેમ આ સર્વ ની અંદર શકિત સ્વરુપે રહીને તેમની કળાને માં વિસારદ બનાવે છે.
વિવિધ પ્રકારની કલા પ્રદર્શિત કરવા આંતરિક અને બાહ્ય શકિતઓનો ઉપયોગ થાય છે એ શકિત માં ની જ આપેલી હોય છે.
હવે દરેક કલાની જનની શ્રી બહુચરમાં જ કેમ ? એનો જવાબ શ્રી વલ્લભ ભટ્ટજીએ આનંદના ગરબાની લખેલી બાસઠમી કડી આપી છે.
શ્રી વલ્લભ ભટ્ટજીએ વિવિધ રાગોમાં “માઁ” નું આરાધન કર્યું છે દરેક પંક્તિના અંતે ” માઁ ” શબ્દ નો ઉચ્ચાર કર્યો છે એટલે કે દરેક કલાઓમાં ભટ્ટજી “માઁ” ને જોવે છે અને કહે છે કે દરેક પ્રકારના ગીતમાં, નૃત્યમાં, વાંજિત્રમાં, દરેક તાલમાં, દરેકની વાણીમાં અને અગણિત પ્રકારની કલાઓમાં શ્રી બહુચરમાં આપનો વાસ છે.
હવે આનંદના ગરબાની ૬૨ મી પંકિત યાદ કરો…
ગીત નૃત્ય વાજિંત્ર,તાલ તાન માને માં,
વાણી વિવિધ વિચિત્ર,ગુણ અગણિત ગાને માં.
બોલો જય બહુચર માં.