શ્રી બહુચરમાં એ જ ત્રિપુરા , બાલા ત્રિપુરા અને ત્રિપુરા સુંદરી
“ત્રિપુરા ત્રિજગદવિધા ત્રિમૂર્તિસ્ત્રિદશેશ્વરિ”
( લલિતા -સહસ્ત્રનામ ગ્રંથ)
આ પંક્તિનો અહી એવો અર્થ થાય છે કે વિશ્વની ત્રણ પ્રધાન શક્તિ શ્રી મહાકાળી, શ્રી મહાલક્ષ્મી, શ્રી મહાસરસ્વતી અથવા ત્રણ પ્રધાન દેવતા બ્રહ્મા , વિષ્ણુ અને મહેશ કરતાં પણ પરબ્રહ્મસ્વરૂપ એટલે કે સર્વસ્વરૂપ શ્રી વિશ્વેશ્વરી આદિ છે. આ જગદંબા આદિ સ્વરુપ શ્રી બાલા બહુચર “ત્રિપુરા” છે.
આ નામ શ્રી હયગ્રીવ ભગવાને ( વિષ્ણુ ભગવાન નો ચોથો અવતાર ) અહી બતાવ્યું છે.
“ત્રિપુરા વર્ણન” ( કાલિકા પુરાણ )
જગતની જે વસ્તુઓ ત્રિવર્ગાત્મક છે જેમ કે ત્રણ લોક, ત્રણ દેવ, ત્રણ દેવી, ત્રણ અગ્નિ, ત્રણ વેદ એમ ત્રણ ત્રણ વસ્તુઓનો યોગ ઘડનાર આદિ અનાદિ શક્તિ “ત્રિપુરા” છે તે આ સર્વને ઉત્પન્ન કરનારી છે.
“તત્વત્રયેણાભાદિ” ( ગૌડપાદ શંકરાચાર્ય )
“તત્વત્રયેણાભાદિ” સૂત્ર નો અર્થ થાય છે કે “એક જ બ્રહ્મ ત્રણ તત્વ ( આત્મતત્વ, વિધ્યાતત્વ તથા શિવતત્વ ) થી ત્રણ પ્રકારના ભેદને પામ્યું છે એટલે ત્રણે તત્વની પહેલા જે બ્રહ્મ તત્વ છે એ “ત્રિપુરા”. આ સૂત્ર નું ભાષ્ય કરીએ તો ત્રણ ગુણ (સત્વ , રજસ્, તથા તામસ્ ) થી પણ પૂરા એટલે “ત્રિપુરા” કહેવાય. આ સૂત્ર શંકરાચાર્યે આપ્યું છે.
“ત્રિપુરાણેવ” ગ્રંથ અનુસાર સુષુમ્ણા,પિંગલા તથા ઈંડા એ ત્રણ નાડી અને મન, બુદ્ધિ તથા ચિત એ ત્રણ નગર જેમાં પ્રાણરુપે જે વસે છે એટલે કે આત્મારુપે જે વ્યાપ્ત છે તે “ત્રિપુરા”
“લઘુસ્તવ” ગ્રંથ મુજબ “જે પરબ્રહ્મની પરમા એટલે ઉત્તમ શક્તિ છે એનું નામ ત્રિપુરા છે.
ત્રિપુરા સુંદરી
( લલિતા સહસ્ત્રનામ ગ્રંથ )
શ્રી માતા મહારાતીએ પહેલો શ્લોક આવે છે એમાં “માતા” નો વિશાળ અર્થ કંઈક આવો છે કે ઈશ્વર્ ઈશાન શબ્દ જેમ શિવના વાચક છે તેમ જગતમાતા જગદંબા પણ ક્યાંક અંશ અવતારથી “માતા” કહેવાય હોય તો એ “ત્રિપુરાસુંદરી” છે.
શ્રી બાલા મંત્ર ના અક્ષરો પણ ત્રણ “ઐ કલીં સૌ:”
કહેવાનું તાત્પર્ય એમ છે જે ત્રીત્વ સંખ્યાંક (જેની સંખ્યા ત્રણ છે) છે એ બધું ત્રિપુરા, ચુંવાળમાં શ્રી બહુચર માં ના ત્રણ સ્થાનો આધસ્થાન (મૂળ સ્થાન), મધ્ય સ્થાન અને મુખ્ય સ્થાન. શ્રી વલ્લભ ભટ્ટજીએ પોતાના ગરબામાં વારંવાર શ્રી બહુચરમાં માટે “ત્રિપુરા” શબ્દ નો ઉલ્લેખ કર્યો છે જેમ કે “ત્રિપુરા રાખી ટેક , જગતમાં ત્રિપુરા રાખી ટેક”
તો બોલો “શ્રી બાલા ત્રિપુરા સુંદરી બહુચર માં ની જય”