હે માં બહુચર ! મારે તો તું કહે ને એમ થવું જોઈએ.
હે માં બહુચર ! મારે તો તું કહે ને એમ થવું જોઈએ.
બધું તારી ઈચ્છાએ અને તારી જીદે થવું જોઈએ.
જે તે મારા હિતમાં વિચાર્યું હોય એમ થવું જોઈએ.
હે માં બહુચર ! મારે તો તું કહે ને એમ થવું જોઈએ.
ક્યાંથી મળે તારા જેવી માવડી મારે મન એમ થવું જોઈએ
ડગલાં મારા નાના ને પગલાં તારા નાના,
એ પગલાં મારા મસ્તકે રહે એવું મને થવું જોઈએ.
હે માં બહુચર ! મારે તો તું કહે ને એમ થવું જોઈએ.
આશરો તારો,આધાર તારો,જે મળ્યું છે તેનો આભાર વ્યક્ત કરવું એવું મને થવું જોઈએ.
તમામ વખતમાં મારી ભેગું તું ઉભી રહે એવું મને થવું જોઈએ.
હે માં બહુચર ! મારે તો તું કહે ને એમ થવું જોઈએ.
( આ કવિતા હદયમાં જે ભાવ આવ્યો ને એવી રીતે લખાઈ ગઈ છે )
જો તમને ગમી હોય તો આગળ લિંક શેર કરજો.
જય બહુચર માં.