16 C
Ahmedabad
Saturday, December 21, 2024

જાણો “મુર્ગેવાલી માતા” વિશે…

⦿ એક સત્ય ઘટના કહું. યુએસઅએ માં એક પંજાબી ભાઈ હતા. તે ભાઈને રાત્રે સપનામાં અવારનવાર કૂકડાની સવારીવાળા બહુચર માતા ના દર્શન થાય. હવે એ પંજાબી ભાઈ રોજ સવારે ઉઠીને વિચારે કે ये हर बार मुझे रात को सपने में मुर्गेवाली माता कोन दिखती है ?

⦿ પંજાબી ભાઈએ ગુગલ પર मुर्गेवाली माता સર્ચ કર્યુ ત્યારે એમને એવું માલૂમ પડયું કે मुर्गेवाली माता का नाम बहुचर है । પછી એમણે ગુગલ કરી ભારતમાં આવેલ ગુજરાતના મહેસાણામાં આવેલું શ્રી બહુચરાજી મંદિર શોધી કાઢયું. વારંવાર સપનામાં આવતી मुर्गेवाली माता बहुचर ના દર્શન કરવા તેઓ યુએસએ થી ચુંવાળ બહુચરાજી આવ્યા.

⦿ પંજાબી ભાઇ બહુચરાજી મંદિરમાં બહુચર માતાના દર્શન કરતા હતા ત્યારે તેમણે બહુચર માતાના હાથમાં સફરજન જોયું. તેમણે મનોમન એવું વિચાર્યુ કે “માઁ બહુચરના હાથમાં મૂકેલુ સફરજન મને પ્રસાદમાં મળે તો કેવું સારું ! પછી તેઓ દર્શન કરીને મંદિરની પ્રદક્ષિણા કરવા મંદિરની બહાર નીકળ્યા અને વરખડીવાળા મંદિર, મધ્યસ્થાનવાળા મંદિરે અને વલલ્ભ-ધોળાના ઓરડે દર્શન કરી ને ત્યાંથી મંદિરની બહાર જતા હતા પણ એમને એમ થયું કે अभी एक बार और दर्शंन करके आऊ ।

⦿ પંજાબી ભાઈ ફરીથી દર્શન કરવા મંદિરમાં ગયા અને આ શું ? મંદિરના પૂજારીએ માઁ બહુચરના હાથમાં મૂકેલું સફરજન એમને પ્રસાદ રૂપે આપ્યું. પંજાબી ભાઈ અવાક્ થઈ ગયા કે

➼ ये मुर्गेवाली माता बहुचर ने मेरे मन का सुन लिया ।

⦿ આ સત્ય ઘટના પંજાબી ભાઈએ યુએસએમાં નિવાસ કરતા મારા પરમમિત્ર વિદ્વાન બ્રાહ્મણ શ્રી સાગરભાઈ પંડયાને કહી હતી અને એમણે મને કહી, મેં આપ સૌને કહી.

⦿ જો બહુચર માઁ આટલા દૂરથી આવતા ભકતના મનનું સાંભળી જાય છે તો મારી, તમારી અને આપણા બધાના મનની વાતો સાંભળતી જ હશે.

⦿ મિત્ર સાગરભાઈની ઘણા વર્ષો પહેલા કહેલી વાત યાદ આવતા હું ખૂબ જ હકારાત્મક થઈ ગયો અને મને થયું લાવ હું તમને બધાને આ વાત કહું…

➼ बोलो मुर्गेवाली बहुचर माता की जय ।

જય બહુચર માઁ.

Related Articles

Stay Connected

1,578FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page