પૂર્વે ચુંવાળ પંથકમાં જયાં બોરુવન નામનું જંગલ હતું તે જંગલમાં ગાયો ચરતી અને કૂકડા રમતા હતા. તે જંગલમાં વીર ક્ષત્રિય પુરુષ નારસંગ વીર કેડે કટારી કાંધે તલવાર લટકાવીને ઘોડેસવાર થઈને તે ગાયો અને કૂકડાની સંભાળ રાખતા હતા.
એકવાર મોગલો હિંદુ મંદિરો તોડતા તોડતા ચુંવાળનું બહુચરાજી મંદિર તોડવા માટે આ બોરૂવનોના જંગલમાં આવ્યા હતા. મોગલોને આ જંગલમાં ખાવા માટે કંઈ ના મળતા તેઓએ ગાયો કાપીને ખાવા લાગ્યા હતા.
આ વાતની ભાળ નારસંગ વીરને મળતા તેઓ જંગલમાં આવીને મોગલોને પોતાની તલવારથી કાપવા લાગ્યા હતા. મોગલો નારસંગ વીરને છાતી તણી વાર કરીને મારી શકતા નહોતા તેથી મોગલોએ પીઠ પાછળ વાર કરીને દગાથી હુમલો કર્યો હતો.નારસંગ વીરે ગાયોની રક્ષા કાજે માં માં કરતા તેમના પ્રાણોનો ત્યાગ કર્યો હતો.મોગલોને હજી ગાયોથી પેટ ના ભરાયું હોય તેમ તેઓ ત્યાં રમતા કૂકડા કાપીને ખાવા લાગ્યા હતા.બીજા દિવસે વહેલી પરોઢે કંઈક એવો ચમત્કાર થયો કે માં બહુચરે મોગલોનું પેટ ફાડીને જીવતા કૂકડા બહાર કાઢયા હતા.માતાએ બધી જ ગાયોને ફરીથી સજીવન કરી હતી.
માં બહુચરે નારસંગ વીર દાદાને પોતાના ચરણોમાં સ્થાન આપતા કહ્યું કે હે નારસંગ વીર ! તમે મારી ગાયો અને કૂકડા માટે તમારા પ્રાણોનો ત્યાગ કર્યો છે.તમે આજ પછી મારા છડીદાર તરીકે પૂજાશો.
આજે પણ ચુંવાળ બહુચરાજીમાં નારસંગવીર દાદા છડી પોકારે છે કે બહુચર મા, ગલે ફૂલન કો હાર, કરે ભક્તન કો ન્યાલ, ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ, રાજમાન રાજેશ્વરી બાલા ત્રિપુરા બહુચર માતાને ઘણી ખમ્મા..
આજની ઘડીએ બહુચર માતાના મંદિરમાં ભક્તો બહુચર માતાના દર્શન કરવા જતા પહેલા નારસંગ વીર દાદાની આજ્ઞા લઈને ( દર્શન કરીને ) માં ને મળવા જાય છે માં ના દર્શન કરવા જાય છે.
માં બહુચરના છડીદાર શ્રી નારસંગ વીર દાદાને ઘણી ખમ્મા.
Moral of the story
શ્રી નારસંગ વીર દાદાની આ વાતમાંથી આપણે શીખવા જેવું તે છે કે ભગવાન છે ને ભક્ત વત્સલ હોય છે. તમે ભગવાનના સજીવ જીવો કે મૂંગા જીવો માટે કંઇક કરી તો જુઓ ભગવાન ચોકક્સ તમને તમારા નજીક રાખશે. તમને ભરપૂર આશીર્વાદ આપશે.તમે ઈશ્વરના પ્રિય ત્યારે જ થાઓ છો જયારે ઈશ્વરના તમામ જીવોનું રક્ષણ કરી શકો છો.
હે વીર ! તમારી સામુ જોઈને કેટલાયને શક્તિ આવતી હશે.
તમે એક પછડાટ મારીને ધરાને ધ્રૂજાવી નાંખશો નહી.
જય નારસંગ વીર.
જય બહુચર માં.