ઉતર ગુજરાતનું વડનગર જ્યાંથી અનેક માંઈભકતો થઈ ગયા એમાં શ્રી બહુચરમાંના પરમ ભકત શ્રી યદુરામજીને કેમ ભૂલાય ? મોઢ ચતુર્વેદી બ્રાહ્મણોના કુળમાં જન્મેલા યદુરામજી બાળપણથી શ્રી બહુચરમાંની સેવામાં લીન રહેતા. માં ની સેવા-પૂજામાં લીન રહેતા.માં બહુચરના ભજન-કીર્તનમાં લીન રહેનાર શ્રી યદુરામજીને ઘરે એક પુત્ર અને પુત્રી હતા. યદુરામજીએ તેમનો પુત્ર લગ્ન યોગ્ય થતાં તેમણે તેમના પુત્રના લગ્ન લીધા.
યદુરામજીને શ્રી બહુચરમાંની કૃપાથી જ્ઞાન પ્રાપ્ત થયું હતું તેથી તેઓ માં ના કાવ્યો,ભજનો અને સ્તુતિ લખી શકતા.
તેમના પુત્રના લગ્ન લેવાયા ત્યારે યદુરામ દાદાએ જાતે એક કંકોતરી લખી અને ચુંવાળ પંથકમાં આવેલા બહુચરાજીને જઈને પુત્રના લગ્નમાં આવવાનું આમંત્રણ આપી આવ્યા.
જ્યારે આ કંકોતરી અર્પણ કરવા ગયા ત્યારે એમને જાણે સાક્ષાત્ માં બહુચરે કહ્યું હોય કે “હું તારા પુત્ર લગ્નમાં આવીશ” એવો કંઈક એમને મનમાં ભાવ થયો.યદુરામજી વડનગર પરત આવ્યા અને તેમણે તેમના પરિવારને તથા ગામજનોને આ વાત કહી કે “મારા પુત્રના લગ્નમાં શ્રી બહુચર માં પધારવાના છે”
આખા વડનગરમાં વાત વહેતી થઈ ગઈ કે યદુરામજીના પુત્રના લગ્નમાં માતાજી પધારવાના છે.
આખા વડનગરમાં લાલ- લીલા તોરણો બંધાવ્યા, રંગબેરંગી મંડપો રોપાયા અને યદુરામજીના આંગણે ફૂલોના રસ્તા બનાવ્યા. આજુબાજુના ગામજનોને પણ તેડાવ્યા.
હવે યદુરામજીના પુત્રના લગ્નનો શુભ દિવસ આવ્યો. યદુરામજીના મનમાં કેવો ભાવ હતો ખબર છે ?
ચોક પુરાવો, માટી રંગાવો.
આજ મેરે બહુચર માં ઘર આયેંગે.
યદુરામજી સમગ્ર ગ્રામજનોને લઈને ગામના પાદરે વાજતે ગાજતે સામૈયું કરવા ગયા એટલે કે માં ને લેવા ગયા.
સાહેબ વિચારો તો ખરી આ તે કેવી શ્રદ્ધા ? બધા ગામજનોને કયાંક ને કયાંક મનમાં થતું કે એમ કેવી રીતે માં બહુચર આવશે ? થોડીવાર બધા ગામજનો શ્રી યદુરામજીની સાથે ત્યાં માં બહુચર ની વાટ જોઈને ઉભા રહ્યા. શ્રી યદુરામજી બોલ્યાં કે “મને માં બહુચરના બોલ પર પૂરો ભરોસો છે, હમણા રથ આકાશમાંથી ઉતરીને આવશે ”
અહીંયા યદુરામજી એક ભજનની કડી ગાય છે
“હું તો જૂઠો ને તું સાચી જગમાં બહુચરી રે !
વેદ વખાણી વાત ન જાણી,જે બાળકને અટપટી વાણી !!
શ્રી બહુચર માતા આવ્યા કે નહી તે આવતીકાલે ભાગ – ૨ માં વાંચો.
જય બહુચર માં.