⦿ આજે શ્રી બહુચર માતાજી સોળે શણગાર સજીને ભકતોને દર્શન આપવા નવાપુરાના બહુચરાજીથી પાલખીમાં અશ્વાર થઈને જાહોજલાલીથી પ્રસ્થાન કરશે.
⦿ શ્રી બહુચર માતાજીના પ્રિય બ્રાહ્મણો પવિત્ર થઈને અબોટિયું પહેરીને માંની પાલખીને ખભે ઉચકશે.નિત્ય મંદિરે આવતા શ્રી બહુચરમાંના સેવકો લાલ ધજાઓને સાથે રાખીને સમગ્ર વાતાવરણને મંગલમય કરશે.માતાજીના સ્થળે સ્થળે વઘામણા થશે.
⦿ શ્રી માતાજીની પાલખી નિજ મંદિરથી પ્રસ્થાન થશે ત્યારથી ભૈરવનાથ મંદિર પહોંચશે ત્યાં સુધી પંચતિથિનો ગરબો ગવાશે અને ભૈરવનાથ મંદિરથી ગંગનાથ મહાદેવ મંદિર સુધી લોલનો ગરબો ગવાશે.આ બંને ગરબા શ્રી બહુચર માતાના પરમ ભકત શ્રી વલ્લભ ભટ્ટજીએ રચેલ છે.એ સાથે મંદિરે નિત્ય થતી સ્તુતિ પણ થાય છે.સાંજે ગંગનાથ મહાદેવ પાલખી આગમન થાય ત્યારે માતાજીનું સામૈયુ કરવામાં આવે છે.
⦿ સામૈયુ એટલે નિજ મંદિરે માતાજી પરત ફરે એ પહેલા માતાજીની લોકક્રિયા મુજબ નજર ઉતારીને માતાજીને વધાવીને આરતી ઉતારવી.
⦿ માતાજીનું સામૈયુ થયા પછી પાલખી માતાજી મંદિરે રાત્રે ૯ વાગે પહોંચશે ત્યારે ફરીથી માંની લોકક્રિયા મુજબ નજર ઉતારીને આરતી થશે.
⦿ શ્રી બહુચર માતાના શ્રાવણ ભાદરવો દર્શન થશે. આ પ્રસંગ આજકાલનો નથી.આશરે ૩૦૦ વર્ષોથી આ પરંપરા ચાલી આવી છે.
⦿ નવાપુરાના મંદિરે વર્ષોથી જે મેળો ભરાય છે.આ મેળો જૂના જમાનામાંની યાદ અપાવીને જાય છે.
⦿ આજે માતાના મંદિરમાં ઢોલ નગારા અને શરણાઈના સૂર રેલાશે.માઁ પાલખીમાં બિરાજશે.આનંદની હેલી થાશે.
⦿ આજના દિવસે મોદી, પટેલ, સોલંકી, સોની, ડાકવાલા કુટુંબોના ઘરે માતાજીના નૈવેધ થાય છે અથવા જમણવાર થાય છે.
⦿ મોદી પરિવારના મગદળિયા, કાપડિયા તથા અન્ય કુંટુંબના લોકો જે ભડિયાદ પીરને માને છે તે અચૂક આ દિવસે નવાપુરાના જૂના બહુચરાજી માતાની પાલખીના દર્શનાથે આવે છે.
⦿ માતાજીના મંદિરની આજુબાજુની સોસાયટી તથા બહેરામપુરાની સોસાયટીના માતાજી ઘર આંગણે પધારે ત્યારે અમુક ઘરના લોકો ગળ્યું મોં કરવા ઘરે ગળ્યું બનાવે છે અને મોં મીઠું કરે છે.
⦿ માતાજીનો વરઘોડો ગવાય ત્યારે કેવો ગવાય ?
વરઘોડો, વરઘોડો , વરઘોડો, વરઘોડો
બહુચર માઁ નો વરઘોડો.
જય બહુચર માં.