સમુદ્રમંથન વખતે જે ચૌદ રત્નો મળ્યા એમાનું એક રત્ન “કલ્પવૃક્ષ” જે ઇંદ્રદેવને સોંપવામાં આવ્યુ હતું અને ઈંદ્રદેવે સ્વર્ગના અતિસુંદર બગીચા ‘સુરકાનન’ માં વાવ્યું હતું. કલ્પવૃક્ષની નીચે બેસીને સંકલ્પ કરનારને મનમાં જે ઈચ્છા હોય એ પૂર્ણ થઈ જાય છે.
કલ્પવૃક્ષ અવિનાશી છે અર્થાત તેનો નાશ શકય નથી. સ્વર્ગમાં કલ્પવૃક્ષની રક્ષા કિન્નરો કરે છે. કલ્પવૃક્ષને અન્ય ધણા નામો છે જેમ કે કલ્પતરુ, સુરતરુ, દેવતરુ, કલ્પલતા, કલ્પદ્રુમ, પારિજાતક વગેરે છે.
એકવાર પાર્વતીજીને પોતાને ઘર દીકરી હોય તો કેવું સુંદર ધર લાગે એવો ભાવ થયો તેથી દીકરીની ભાવનાએ તેમણે સ્વર્ગમાં કલ્પવૃક્ષની નીચે બેસી દીકરીની કામના કરી અને અશોક સુંદરી નામની દીકરી ફળ સ્વરુપે મળી.
આ કલ્પવૃક્ષ પૃથ્વી પર તો કયાંય નથી પણ કલ્પવૃક્ષ જેવા શ્રી બહુચર માં આપણા માટે હાજરાહાજૂર છે જે આપણા મનનું બધું જ સાંભળી જાય છે અને આપણી સર્વ ઈચ્છાઓ પૂર્ણ કરે છે.
શ્રી વલ્લભ ભટ્ટજી આનંદના ગરબામાં વર્ણવે છે કે હે બહુચર માં ! તમે કળિયુગમાં કલ્પવૃક્ષ સમાન છો એટલા માટે જ તમારા ભકતો તમારો પાડ ( ઉપકાર ) માનીને તમને લાડ લડાવે છે.
કળી કલ્પતરૂ ઝાડ જે જાણે તેને માં,
ભક્ત લડાવે લાડ પાડ વિના કેણે માં.
ઉપર લખેલી વાતોમાં શ્રી બહુચરમાં કલ્પવૃક્ષ જેવા છે એવું શાશ્વત થાય છે જેમ કે
કલ્પવૃક્ષ એટલે શ્રી બહુચર માં.સ્વર્ગનો અતિસુંદર બગીચો સુરકાનન એટલે શ્રી બહુચરમાંનું ધામ.
ઈન્દ્રદેવ એટલે આપણે સૌ શ્રી બહુચરમાં ના બાળકો.
કલ્પવૃક્ષની રક્ષા કરનાર કિન્નરો એટલે શ્રી બહુચરમાંના ધામે રક્ષક તરીકે ધામની રક્ષા કરતા કિન્નરો.
હે બહુચર માં ! તમે કલ્પવૃક્ષ જેવા.
જય બહુચર માં.