34 C
Ahmedabad
Friday, April 4, 2025

એક માતા ની પ્રેરણા…

વાત છે ૧૯૯૪ ની.સુસ્મિતા સેને ૧૮ વર્ષની ઉંમરે મિસ ઈન્ડિયાની સ્પર્ધામાં ફોર્મ ભર્યું.સુસ્મિતાને જાણ થઈ કે ઐશ્વર્યા રાયે મિસ ઈન્ડિયાની સ્પર્ધામાં ફોર્મ ભર્યુ છે તો ૨૫ છોકરીઓએ ફોર્મ પાછા લઈ લીધા છે.આ જાણીને સુસ્મિતાએ પોતાનું ફોર્મ પાછું ખેંચું લીધું.ત્યારબાદ સુસ્મિતાની માતાએ તેને પ્રેરણા આપી કે તે કેમ ફોર્મ પાછું ખેંચી લીધું ? ઐશ્વર્યા છે તો શું છે ? તું કદાચ હારીશ તો ઐશ્વર્યા રાય થી હારીશ એ પણ તારા માટે ગર્વની વાત છે માટે તારે પ્રયત્ન તો કરવો જોઈએ. અહીં એ વાત નોંધનીય છે કે ઐશ્વર્યા રાય ત્યારે વિશ્વસુંદરીનો ખિતાબ જીતી ચૂકી હતી.

તેની મમ્મીની પ્રેરણાથી સુસ્મિતાએ અંતિમ ઘડીએ ફોર્મ ભર્યું. તે વખતે તેમનો પરિવાર મધ્યમ વર્ગથી હતો.તેણીની પાસે તેટલા પૈસા નહોતા કે કોઈ ડિઝાઈનર રાખીને કપડા ડિઝાઈન કરાવે.સુસ્મિતાએ તેની મમ્મી સાથે આ વાત કરી.તેની મમ્મીએ ફરીથી તેને પ્રેરણા આપી કે લોકો તારા કપડા જોવા નહી પણ તને જોવા આવાના છે.ત્યારબાદ તેણીએ માર્કેટથી કપડા ખરીદ્યા.તેણીએ ત્યાં નજીકમાં રહેતા દરજીને જઈ કપડા સીવવા આપીને કહ્યું કે “ટીવી પે આનેવાલી હું. અચ્છા સીના”..( સારું સિવજો )

દરજીએ જે ગાઉન સીવીને આપ્યું તેની ઉપર તેની મમ્મીએ એક મોટું ફૂલ ગૂંથીને બનાવ્યું તેની મમ્મી બજારમાંથી મોજા લઈ આવી હતી જેને ઉંધા કરીને ઈલાસ્ટિકનો ઉપયોગ કરીને તેને સરસ ડિઝાઈન કરીને હાથ પર પહેરવાના મોજા બનાવ્યા.

સુસ્મિતા સેને સ્પર્ધામાં ભાગ લીધો. સુસ્મિતા સેન તે સ્પર્ધામાં ઐશ્વર્યા રાયને હરાવીને મિસ ઈન્ડિયા બની. ત્યારબાદ તેણીએ એક શો માં ઈન્ટરવ્યુ દરમ્યાન કહ્યું હતું કે “ઈન્સાન કો જો ચાહીયે હોતા હૈ ઉસકે લિએ પૈસે કી જરૂરત નહી પડતી હૈ પર ઉસકી Intension ( ઈરાદો અર્થાત હેતુ ) સહી હોની ચાહીએ.

સુસ્મિતાની માતાએ તેને બે પ્રેરણા આપી કે “હરીફાઈમાં કોઈ પણ હોય આપણે હરીફાઈમાં ઉતર્યા વગર હાર ના માનવી જોઈએ પરંતુ જીતવાનો પ્રયત્ન તો કરવો જ જોઈએ” બીજી વાત એ શીખવી કે “આપણે ગમે તે પરિસ્થિતિમાં હોય લક્ષ્ય હંમેશા ઉંચું રાખીને તે બાબતે આપણાથી થાય તેટલી મહેનત કરવી જોઈએ”.

માતા જયારે આવી પ્રેરણા પોતાના સંતાનોને આપે ત્યારે તે સંતાન જીવનમાં ચોક્કસ કંઈક બને છે.કોઈના માતા-પિતા ભણેલા ગણેલા ના હોય અથવા તેમને બહારની દુનિયાનું જ્ઞાન ના હોય અથવા તેમના સંતાનોને પ્રેરણા ના આપી શક્યા હોય પણ અત્યારની પેઢીએ માતા-પિતાને કોષ્યા વગર પોતાના ઉત્કર્ષ માટે કંઈક તો પ્રયત્ન કરવો જ જોઈએ. સારી પુસ્તકો વાંચી તેમાંથી પ્રેરણા મેળવી શકાય.ઈન્ટરનેટનો સદઉપયોગ કરીને તેમાંથી કંઈક શીખી શકાય.કોઈ સફળ વ્યકિતને પોતાનો આદર્શ માનીને તેના જીવનમાંથી કંઈક સારું આપણા જીવનમાં ઉતારી શકાય છે.

એક માતા હંમેશા તેમ ઈચ્છતી હોય છે કે તેનું બાળક હંમેશા ખુશ રહે,સુખી રહે અને ઉત્તરોઉતર પ્રગતિ કરે તેથી માતાની આ પ્રેરણાને માથે ચડાવીને આપણે સતત પ્રયત્નશીલ રહેવાનું છે.

આપણી માતાના આશીર્વાદમાં સાક્ષાત જગદંબા ના આશીર્વાદ હોય છે તે કદીય ભૂલવું નહી.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,598FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page