29 C
Ahmedabad
Friday, September 20, 2024

કોઈને ઈશ્વર પણ અપ્રિય હોય ?

કોઈને ઈશ્વર પણ અપ્રિય હોય ? હા કોઈને ઈશ્વર પણ ના ગમતા હોય.જેને ઈશ્વર નહોતા ગમતા તે લોકોનું મારી પાસે લાંબું લિસ્ટ છે

જેવી રીતે કે દક્ષ રાજા ને શિવ નહોતા ગમતા,રાવણને રામ નહોતા ગમતા.

કંસ,જરાસંઘ,શિશુપાલ અને દુર્યોધનને શ્રી કૃષ્ણ નહોતા ગમતા.

દાનવોને દેવો નથી ગમતા.

તમને થશે આવું કેમ ? તો જેની પ્રકૃતિ દુષ્ટ હોય ,જેના મનમાં પાપ,કપટ કે કંઈ ખોટું કરવાની વૃત્તિ હોય એને પરમ સત્ય ( ઈશ્વર ) નથી ગમતું.

આખી દુનિયામાં સારામાં સારી એકદમ ચોખ્ખી વ્યકિતના પણ વિરોધી હોય છે.તમને ઘણી વાર સવાલ થતો હશે કે આવું કેમ ? કેમ અમુક લોકો તે સારી વ્યકિતની હોલસેલમાં નિંદા કે ટીકા કરે છે ? કેમ એને આટલું બધુ વગોવે છે ? સર્વને પ્રિય વ્યકિત અમુક લોકો માટે કેમ અપ્રિય છે ?

આપણને પણ કોઈ ના ગમાડતા હોય,આપણે પણ કોઈના અપ્રિય હોય તો ચિંતા કર્યા વગર એવું સમજવાનું કે આપણો અને એનો માર્ગ અલગ છે અથવા આપણા કે એના વિચારો અલગ છે

બની શકે કે કોઈની દાનવ પ્રકૃતિ ના પણ હોય છતાં આ દુનિયા આવી જ છે જે ટોચ પર પહોંચશે એની મહેનત અને સદ્દગુણો કયારેય નહી જુએ પણ એનામાં રહેલા દુર્ગુણો તરત શોધી કાઢશે અને આમાંથી કોઈ જ બાકાત નથી.

જો અમુક લોકોને ઈશ્વર પણ અપ્રિય હોય તો કોઈ સારો વ્યકિત હોય તે કોઈને અપ્રિય પણ હોઈ શકે છે.ઈશ્વરને ગમે તેટલું કોઈ અપ્રિય કે dislike કરે ઈશ્વર કયારેય દુઃખી નથી થતો પરંતુ આપણે મનુષ્યો તરત આપણને કોઈ અપ્રિય કે dislike કરે આપણે તરત દુઃખી થઈ જઈએ છે.

કારણ simple છે કે ઈશ્વર કયારેય એવા લોકોથી નથી આશા નથી રાખતો કે જે એને અપ્રિય ગણે છે.ઈશ્વરને અપ્રિય ગણે તે એવા લોકોથી કયારેય સર્ટિફિકેટની પણ કોઈ આશા નથી રાખતો પરંતુ આપણે મનુષ્યો બધાની પાસે થી સર્ટિફિકેટની આશા રાખીએ છે કે આ મને ગમાડે કે આ મને પ્રિય ગણે,આને મારા સદ્દગુણો નહી દેખાતા હોય ?

આપણે હંમેશા આશા જ એવી વ્યકિત સાથે રાખી હોય છે જે પોતે જ આપણને સર્ટિફિકેટ આપવાને લાયક નથી હોતા અને આપણે નકામું દુઃખ વહોરીએ છે એટલે આ જગતમાં કોઈને ઈશ્વર પણ અપ્રિય હોય તો આપણને મનુષ્યને કોઈ ના ગમાડે તો ચિંતા નહી કરવાની પણ ઈશ્વર ની જેમ જ આનંદ કરવાનો હોં.

બોલો જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page