29 C
Ahmedabad
Thursday, September 19, 2024

જાણો કેન્સર કેવી રીતે મટી શકે ?

કેન્સર એક એવો અસાધ્ય રોગ છે જેનું નામ સાંભળતા જ મનમાં ગભરાહટ થવા માંડે એ સ્વાભાવિક છે. કેન્સર કેવી રીતે મટી શકે તે સવાલનો જવાબ આપું એ પહેલા કેન્સર શું છે એ સમજવું જરૂરી છે.કેન્સર થાય છે કેવી રીતે એ સમજવું જરૂરી છે.

આપણે જન્મ લઈએ ત્યારથી જ આપણા શરીરમાં કેન્સરના જીવાણુઓ પણ હોય છે જે (એકટિવ) કાર્યરત થાય અને ડોકટર દ્વારા કાગળ પર પ્રમાણિત થાય ત્યારે કેન્સર થયું છે તેમ કહેવાય છે.

અહીં કેન્સરના જીવાણુઓ એક્ટિવ કેવી રીતે થાય છે ? તે સમજવું જરૂરી છે.તમાકુ, બીડી, સિગારેટ, દારૂ જેવા નશાકારક દ્વવ્યોથી કેન્સરના જીવાણુઓ તરત એક્ટિવ થાય છે પરંતુ જે નિરવ્યસની હોય તેને પણ કેન્સર થવાનું મુખ્ય કારણ “આધુનિકીકરણ” છે.

આધુનિક યુગમાં ફ્રોઝન કરેલો ખોરાક ગરમ કરીને ખાવાથી તે આહારની અંદર નરી આંખે ના જોઈ શકાય તેવા જીવાણુ હોય છે જે આપણા શરીરમાં રહેલા કેન્સરના જીવાણુને એક્ટિવ કરે છે. દવા નાખીને પકવેલા ફળફળાદિ તથા શાકભાજી ખાવાથી પણ કેન્સર થાય છે.પ્લાસ્ટિકની બોટલમાં પાણી ભરી રાખ્યું હોય તે પાણી ઘણા સમય સુધી તે જ બોટલમાં રહ્યું હોય અને પછી આપણે પીએ તો પણ કેન્સર થાય છે. બિનજરૂરી આહાર બિનજરૂરી સમયે લેવાથી પણ કેન્સર થાય છે.પ્લાસ્ટિકના કપમાં ચા પીવાથી પણ કેન્સર થાય છે.આમ આવી નાની નાની બાબતોને ધ્યાનમાં ના લો તો તે લાંબા ગાળે શરીરમાં રહેલા કેન્સરના સેલને એક્ટિવ કરે છે અને પછી કેન્સર થાય છે.

કેન્સર દોઢસો પ્રકારના છે પરંતુ કેન્સરને એલોપેથી અથવા આયુર્વેદિક પદ્ધતિથી મટાડી શકાય છે.એલોપેથી પદ્ધતિમાં કેન્સર થયું હોય તે ભાગને ઓપરેશન દ્વારા ડોકટર કાઢી નાખે છે અને ત્યાં આજુબાજુમાં અદશ્યમાન ( ના દેખાતા ) કેન્સરના સેલ ફરીથી એક્ટિવ ના થાય તે માટે કીમોથેરાપી અને સતત રેડિયેશન આપીને તે સેલને બાળી નાંખે છે.તે ઉપરાંત દવાઓ તથા ડોકટરના માર્ગદર્શન મુજબ કઢાવવામાં આવતા રિપોર્ટને ચોક્કસ રીતે અનુસરવામાં આવે તો કેન્સર ચોકક્સ મટી શકે છે. ઘણા કિસ્સામાં કેન્સર ઓપરેશન વગર દવાથી, કીમોથેરાપી અને રેડિયેશન દ્વારા પણ મટી શકે છે.

આયુર્વેદમાં ઋષિમુનિઓ દ્વારા શોધાયેલી જડ્ડીબુટ્ટીઓ ( વનસ્પતિ ) ને આયુર્વેદ ડૉકટરના માર્ગદર્શન હેઠળ અનુસરવામાં આવે તો આયુર્વેદિક પદ્ધતિથી પણ કેન્સર મટી શકે છે.

આ થઈ પ્રેકટિકલ વાત અર્થાત્ પહેલા તો ડોકટરની દવા લેવી જ પડે અને ડોકટરના માર્ગદર્શનને ચોક્કસ અનુસરવું પડે પણ બીજી એક વાત કરૂં તો કેન્સરના દર્દીએ માનસિક પણ સ્વસ્થ રહેવું પડે ( સાઈકોલોજીકલ ) .જો માનસિક સ્વસ્થ રહેવામાં આવે કે જેમકે “મને કંઈ નહી થાય, મને જલદીથી જલદી આ રોગ મટી જશે, હું ફરીથી સ્વસ્થ થઈશ”. આમ આવો અભિગમ ( Attitude ) રાખવામાં આવે તો પણ કેન્સર જલદીથી જલદી મટી શકે છે.

કેન્સરને મટાડવા માટે તમને ગમતી પ્રવૃત્તિ કરો.તમને મનગમતી એવી કોઈ પણ બાબતથી તમે તમારૂં મન આનંદિત રાખી શકો છો.કેન્સર એટલે કંઈ યુદ્ધનું મેદાન નથી કે જયાં તમે હારી જશો કે જીતી જશોની જંગ છેડવાની હોય.જો તમે એવો પણ અભિગમ રાખશો કે હું કેન્સર સામે લડીશ તો હારી ના જાઓ એ ચક્કરમાં લડતા લડતા વધારે સ્ટ્રેસ પડશે.વધારે તાણ અનુભવશો.એના કરતા તમે જેટલું જીવો તેટલું આનંદથી જીવો.તમે બે પાંચ વર્ષ ઓછું જીવશો તો શું ફેર પડશે ? તેથી જેટલું પણ જીવન તમારી પાસે છે તેમાં તમે ખુશ રહો અને અન્યને પણ ખુશ રાખો.આપણું મૃત્યુ પણ એક મહોત્સવ હોવો જોઈએ અર્થાત્ તેટલું સુંદર જીવો કે આપણને મૃત્યુ વખતે પણ હ્દયને આનંદ પ્રાપ્ત થાય.

ત્રીજી અને મહત્વની વાત કે કેન્સર થયું હોય તેવા સમયમાં દુર્ગા સપ્તશતી ચંડીપાઠ વાંચવો જોઈએ. શિવ સહસ્ત્રનામ વાંચવા. બ્રાહ્મણ પાસે લધુરૂદ્રી કે મહારૂદ્રી કરાવવી જોઈએ. શ્રીમદ્ ભગવત ગીતા વાંચવી જોઈએ. આમ ઈશ્વરના શરણે થઈ જવાથી મોટામાં મોટી બીમારીનો સત્વરે નાશ થાય છે.

દુર્ગા સપ્શતી ચંડીપાઠમાં ઋષિ માર્કંડેય મુનિ કહે છે કે દેવીના શરણે થવાથી દેવી મહાભયાનક રોગનો સત્વરે નાશ કરે છે અને સારું સ્વાસ્થ્ય આપે છે. હું અહીંયા જે મારંકડેય મુનિની વાત કરું છું તેમને આઠ વર્ષની નાની ઉંમરે જયારે તેઓ શિવપૂજા કરતા હતા ત્યારે યમરાજ લેવા આવ્યા હતા. શિવની પૂજા કરતી વખતે જયારે મારકંડેય મુનિના પ્રાણ યમરાજે હર્યા ત્યારે શિવજીએ ત્યાં પ્રગટ થઈને યમરાજને કહી દીધુ તું કે “મારા શરણે આવેલાને હું અમર કરું છું” આમ માર્કડેય મુનિ સાત ચિરંજિવી ઉપરાંત આઠમાં ચિરંજીવી તરીકે અમર થયા.

આમ ડૉકટરની દવાથી શારીરિક સ્વસ્થ થવાય.
મન પ્રફુલિત રાખવાથી માનસિક સ્વસ્થ થવાય.
અને ઈશ્વરના શરણે થઈ જવાથી ( Surrenderd to Lord ) શારીરિક અને માનસિક સ્વસ્થની સાથે સારું આયુષ્ય પણ મળે.

કેન્સર શરીરમાં ઉદભવતો એક એવો કચરો ( Garbage ) છે જેને ઈશ્વર ત્વરિત બહાર કાઢીને આપણને નવું શરીર અને સારું આયુષ્ય આપે છે.

છેલ્લે મારી એક વાત હંમેશા યાદ રાખજો કે

ઈશ્વર તમારું નવું સર્જન કરવા માંગતો હોય ને ત્યારે જૂનું બધું વિસર્જન કરે છે તેથી કેન્સર મટી જ જશે એવો અભિગમ રાખીને હંમેશા મનથી આનંદિત રહેવું… હોં ને….રહેશો ને ?

કોઈનું ભલું થાય તે માટે આ આર્ટિકલની લિંક દૂર દૂર સુધી પહોંચાડજો.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page