29 C
Ahmedabad
Friday, September 20, 2024

જાણો દાનનો મહિમા કેવી રીતે વધે છે ?

જયાં આપીને કશું પામવાની આશા નથી તે દાન છે. કોઈ અન્નદાન કરે, કોઈ વિદ્યા દાન કરે, કોઈ દવાનું દાન કરે, કોઈ જ્ઞાન આપવાનું દાન કરે તો કોઈ અર્થ (નાણાથી) દાન કરે.

આપણે કરેલું કોઈ પણ પ્રકારનું દાન કુદરતની પાસે આપણો નામાનો ચોપડો હોય છે તેમાં જમા બોલે છે પરંતુ આ દાન જ્યારે નિસ્વાર્થ હોય અને પબ્લીસીટી માટે ના કર્યું હોય તો જ જમા બોલે છે એટલે કે દાન કરતો માણસ કયારેય ફોટા નથી પડાવતો.

અમુક લોકો એવું કહે છે કે મંદિરોમાં શું કામ દાન આપવું જોઈએ ? એના કરતા મંદિરની બહાર કોઈ ગરીબ ને દાન આપવું ઠીક નથી ?

હવે હું તમને સમજાવું મંદિરોમાં તમે જે દાન આપો છો ને એ દાનનો સારામાં સારી રીતે ઉપયોગ થાય છે. તમે મંદિરમાં જે કંઈ પણ ભેટ-સોગાદો ઈશ્વરને ચડાવો છો એ બધા નો સદ્ઉપયોગ થાય છે.

આજથી ત્રણ ચાર વર્ષ પહેલાની જ વાત કરું એક દાનવીરે શ્રી બહુચરાજી મંદિરમાં ૪૦૦ ગ્રામ સોનું આપ્યું જેનાથી શ્રી બહુચરમાં ના મુગટ, કાનના કુંડળ અને ગર્ભગૃહમાં સોનાનો વરખ ચડાવીને શ્રી બહુચરમાંની અને મંદિરની શોભા વધી.

હવે જે આ મંદિરની બહાર ગરીબ હોય કે ભિક્ષુક હોય એનું માં જગદંબા કેટલું ધ્યાન રાખે છે એ હું તમને સમજાવું.

તમે સવાર થી સાંજ સુધી એ ભિક્ષુકની ઉપર ક્યારેય નજર રાખી છે ? મેં રાખી છે. આ ભિક્ષુક મંદિરની બહાર સવારે ભૂખ્યા પેટે આવે છે પણ એનું સવારનું ભોજન, બપોરનો ચા નાસ્તો, રાતનું ભોજન તથા થોડા ઘણા પૈસાની વ્યવસ્થા પણ એને થઈ જાય છે.

આખરે બાળકો તો બધા માં જગદંબાના જ ને ! જેટલા પણ દાનવીરો છે એ બધા મંદિરોમાં અને મંદિરની બહાર રહેલા ગરીબોને અને ભિક્ષુકોને દાન આપે જ છે.

આપણે મંદિરોમાં કરેલા દાનથી ઈશ્વરની શોભા થાય છે. ઈશ્વરને અખંડ દીવા થાય છે, સવાર સાંજ આરતી થાય છે, મંદિરના પૂજારીની આજીવિકા પૂરી થાય છે, મંદિરમાં ઈશ્વરનો પ્રસંગ થાય છે જેમ કે હોમ-હવન, પૂજા પાઠ, કર્મકાંડ, પાટોત્સવ વગેરે.

કેટલાક ગૌ દાન કરતા હોય છે. કેટલાક લોકો રક્તદાન કરતા હોય છે તો કેટલાક મહાનુભાવો મૃત્યુ પછી પોતાના શરીરનું અથવા શરીરના કોઈ અંગનું દાન કરતા હોય છે. આ દાન એવું હોય છે કે કાશ આપણે કોઈ બીજાને કોઈ રીતે કામ આવી શકીએ. જયાં એ વ્યકિત આપણને કામ આવશે કે એના તરફથી મદદ મળશે કે નહી એની કોઈ આશા નથી હોતી.

જ્યારે આપણે આપતા શીખીશું ને ત્યારે કુદરત આપણને આપતા થાકશે નહી.આપણે બધા કુદરતના બાળકો છે. કુદરત કયારેય જાતે મદદ કરવા નથી આવતો તેથી એક જીવ બીજા જીવને મદદ કરે છે અને આ બુદ્ધિ પણ ઈશ્વર જ આપણને આપે છે. તમે કોઈને દાન આપીને એની મદદ કરશો તો ઈશ્વર ચોક્કસ થી તમારી મદદ કરશે.

પક્ષીઓને ચણ ખવડાવવું, પ્રાણીઓની દેખભાળ રાખીને એમનું લાલન પાલન કરવું આ બધું એક પ્રકારનું દાન છે જે મૂંગા જીવો ને આપણે સાચવીને કરીએ છે.

કર્ણએ આખી જિંદગી સુવર્ણનું દાન કર્યું પણ અભિમન્યુ રણ માં ઘાયલ પડ્યો હતો ત્યારે કર્ણે અભિમન્યુને પાણી નહોતું પીવડાવ્યું. આ એક અપરાધે કર્ણનો જીવ ગયો.

તમે ભલે શ્રેષ્ઠ દાનવીર હોવ પણ કોઈના અંતિમ સમયે કે ખરાબ સમયે તમે તેને દાન ના આપી શકો કે કામ ના લાગી શકો તો તમારી પાસે જે છે એ બધુ વ્યર્થ છે.

તમારાથી જે રીતે થાય તેવી રીતે કોઈ ni મદદ કરજો કે તેને દાન જેવું ના લાગે અને તેને શરમમાં પણ મૂકાવું ના પડે. જે કંઈ પણ કરો સામાવાળાની પાસે બિલકુલ અપેક્ષા રાખ્યા વગર કરજો.

શાસ્ત્ર કહે છે ભક્તિ, ભોજન અને દાન ગુપ્ત રાખવા જોઈએ નહીતર તેનો મહિમા ઘટી જાય છે.દાનના મહિમાને વધારવો હોય તો હંમેશા ગુપ્ત રાખવું.

બોલો જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page