29 C
Ahmedabad
Thursday, September 19, 2024

જાણો દુ:ખ ભગાડવાની ચાવી કઈ છે ?

કોઈપણ વ્યકિત દુ:ખી બે રીતે થાય છે. એક તો એની પોતાની અપેક્ષાઓ પૂરી નથી ત્યારે અને બીજું એ કે ઘણી બધી મહેનત કરવા છતાંય એને એના સમયે ધાર્યું ફળ નથી મળતું ત્યારે….

મનમાં નિરાશાની ભાવના જાગે છે અને આ નિરાશાની ભાવના એ હદે જાગે છે કે વ્યકિત એના જીવનમાં સંપૂર્ણપણે નકારાત્મક થઈ જાય છે અને નકારાત્મકનો સ્ત્રોત એટલો બધો વધી જાય છે કે એના જીવનની અન્ય મુશ્કેલીઓમાં પણ વધારો થઈ જાય છે જેવી રીતે કે શારીરિક દુ:ખ, માનસિક દુ:ખ અને કામમાં મન ન લાગવાને કારણે આર્થિક દુખ પણ ભોગવી જાણે છે .

જેમ દરેક તાળાની કોઈ ચાવી હોય છે એમ દરેક મુશ્કેલીનું કંઈક સમાધાન કે રસ્તો હોય છે.આજે આવા દુ:ખની સામે કેવી રીતે સક્ષમ ઉભુ રહીને લડવું એની થોડી ધણી ટીપ્સ હું તમને બતાવું.તમારે નોંધવું હોય તો નોંધી લો

જો તમે યાેગ્ય દિશામાં મહેનત કરો છો છતાંય તમને તમારી ધારી સફળતા નથી મળતી તો થોડી રાહ જુઓ.પ્રયત્ન કરતા રહો તમને તમારી મહેનતનું ફળ ઈશ્વર એના સમયે ચોક્કસ આપશે.જરુરી નથી કે બધુ તમને તમારા સમયે મળે.
તમને એવું લાગે છે કે બહુ જ પ્રયત્ન કરવા છતાં મહેનતનું ફળ નથી મળતું તો તમારો રસ્તો બદલો.તમારી દિશા બદલો.શું ખબર અન્ય કોઈ રસ્તો તમારા જીવનની દિશા બદલી નાંખે !

એક વાત ચોક્કસ થી મનમાં ઉતારી લો કે તમારા પ્રારબ્ધમાં હશે એ ક્યાંય નહી જાય.તમારી પાસે જ આવશે અને આવીને રહેશે.તમને મનગમતું કાર્ય કરો જેનાથી તમે ખુશ રહી શકો,હંમેશા ખુશ રહો.એવું કહેવાય છે કે ખુશ રહેવાથી ધણી બધી હકારાત્મક ઉજાઁ આવે છે અને પછી અશક્ય કાર્યો આપોઆપ શક્ય થવા માંડે છે.

બને તેટલા ધાર્મિક રહો.શિવશક્તિની ઉપાસના કરવાથી શારીરિક, માનસિક અને આર્થિક તકલીફો ધીમે ધીમે દૂર થઈ જશે.

મારા આજના આ લેખને એક નાનકડી વાત કહીને સમાપન કરવા માંગીશ કે

“બધુ જ શક્ય છે જો તમારી ઉજાઁ નો ઉપયોગ સાચી દિશામાં કરવામાં આવે”

આર્ટિકલ ગમે તો આ લિંક જરૂર શેર કરજો.બીજાનું પણ ભલું કરજો.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page