29 C
Ahmedabad
Thursday, September 19, 2024

જાણો શાકાહાર કેમ કરવો જોઈએ ? માંસાહાર કેમ ના કરવો જોઈએ ?

આખા વિશ્વમાં કેટલાક લોકોએ એવી ગેરમાન્યતા ફેલાવેલી છે કે જેમ માંસાહારી લોકો પશુ-પક્ષીઓ અને પ્રાણીઓ જેવા જીવોને ખાય છે તેમ શાકાહારી લોકો વનસ્પતિ,ખેતરમાંથી ઉગેલા પાક અને ઝાડ કે છોડમાંથી ઉગેલા ફળો -શાકોને ખાય છે તેમાં પણ જીવ છે તો તે પણ ખોટું છે.

તે લોકોની આ પ્રકારની ગેરમાન્યતાને તોડવા માટે અહીં એટલું સમજાવવા માંગીશ કે હા પ્રકૃતિમાં જીવ છે પણ પ્રકૃતિ સ્વયં એમ ઈચ્છે છે કે તે ફરીથી ઉગે જેથી તેનો ઉપયોગ મનુષ્યના પાલન પોષણ માટે થઈ શકે.

ખેતરમાંથી અનાજનો પાક, વૃક્ષો કે છોડમાંથી શાકભાજી અને ફળો વગેરેને જયારે તોડવામાં આવે છે તો બીજી વાર કેમ ઉગે છે ? જો તેનો નાશ થતો જ હોત તો તે બીજી વાર ના ઉગત. હંમેશા એટલું યાદ રાખવું કે પ્રકૃતિ ફરી ઉગે છે. કુદરત પણ એટલે ઉગાડે છે કે તે મનુષ્ય અને અન્ય જીવોના ખોરાક માટે કામમાં આવે.

પ્રકૃતિને એટલે કે વૃક્ષોને, છોડને કે ખેતરોને બિલ્ડિંગો કે ફેકટરીઓ બનાવવા માટે જડમૂળમાંથી તોડીને નાશ કરવો તે પાપ છે.

એક બીજી ગેરમાન્યતા એવી છે કે જો માંસાહાર નહી કરવામાં આવે તો પશુ પક્ષીઓ અને પ્રાણીઓની સંખ્યા એટલી વધી જશે કે તે મનુષ્યોની સંખ્યા કરતા પણ વધી જશે.

આ વાતનો જડબેસલાખ ઉત્તર એમ છે કે આપણે અહીં મનુષ્યોને એટલી સામાન્ય બુદ્ધિ નથી કે સંતાન ઉત્પત્તિ કેટલી મર્યાદામાં કરવી જોઈએ પણ વૈજ્ઞાનિક સંશોધન મુજબ પશુ પક્ષી અને પ્રાણીઓ જાણે છે કે તેમને સંતાન ઉત્પતિ કેટલી કરવી જોઈએ.તેમનામાં અદભુત ચેતના શક્તિ છે.

જેમ મનુષ્યોનું જીવન મરણનું ચક્ર હોય છે તેમ પશુ પક્ષીઓ અને પ્રાણીઓનું જીવન મરણનું ચક્ર હોય છે. પશુ પક્ષીઓ અને પ્રાણીઓનું આયુષ્ય મનુષ્યના આયુષ્ય કરતા ચારમાં ભાગ જેટલું ઓછું હોય છે. ઉદાહરણ તરીકે સામાન્યત:પ્રાણીઓનું આયુષ્ય ૧૫ થી ૨૦ વર્ષ જ હોય છે.

જેમ કોઈ મનુષ્યની હત્યા કરવામાં આવે તો તેના શરીરને પીડા પહોંચે છે. તેના પરિવારજનોને પીડા પહોંચે છે તેવી જ રીતે પશુ-પક્ષી અને પ્રાણીઓની હત્યા કરવાથી તેના શરીરને પીડા પહોંચે છે.તેના પરિવારજનોને પીડા પહોંચે છે.

આખા વિશ્વમાં વાઈરસજન્ય રોગો એટલે ફાટી નીકળે છે કે દરરોજ અલગ અલગ પ્રકારના જીવને મારીને તેને ભોજનમાં લેવામાં આવે છે.

કોરોના વાઈરસની વાત કરીએ તો કોરોના ચામાચીડીયામાંથી ઉદભવેલો વાઈરસ છે. ચીન ચામાચીડીયા, સાપ, મગર, વીંછી વગેરે જેવા ઝેરી પ્રાણીઓને કાપીને ખાય છે જે ખરેખર ખોટું છે.

આખા વિશ્વમાં કેટલાક નિશ્ચિત ધર્મ અને સમુદાયના લોકો ધર્મના નામે મરધા,બકરા,ભેંસો અને ગાયો વગેરેને કાપીને ખાય છે.તેમનો ધર્મ એમ કહે છે કે આ બધા જીવોની હત્યા પાપ નથી. આ બધા જીવોને કાપીને ખાવા જોઈએ.ખરેખર તો આ ધર્મ એક સામાન્ય અદના મનુષ્યે એની બુદ્ધિમતા પ્રમાણે બનાવ્યો છે.

સનાતન ધર્મ જે સૌથી પ્રાચીન ધર્મ છે તે જીવહત્યાને પ્રોત્સાહન આપતો નથી. જીવોની હત્યા કરીને માંસાહાર કરવું તે પાપ છે તેમ માને છે.

ઈશ્વરે શાકો, ફળો અને અનાજ પૃથ્વી પરના તમામ જીવોનું પાલન પોષણ થાય તે માટે બનાવ્યા છે.પશુ પક્ષીઓ અને પ્રાણીઓને પ્રકૃતિની સુંદરતા વધે તે માટે બનાવ્યા છે માટે દરેક આ બધી સત્ય વાતોને સમજીને માંસાહારનો ત્યાગ કરીને શાકાહાર તરફ વળો એવી મારી પૃથ્વી પરના તમામ જીવોને અરજ છે.

જય બહુચર માઁ.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page