31 C
Ahmedabad
Thursday, September 19, 2024

જ્ઞાન થી અર્થ ( નાણું ) કેવી રીતે મળે ?

 

આપણા દેશમાં પાનના ગલ્લે કે ચાની કીટલી પર ભણેલા ગણેલા યુવાનો બેરોજગાર બેઠા હોય છે. કોઈ મૂડી વગર ધંધો વેપાર નથી કરી શકતા કે કોઈ સંતોષકારક નોકરી નથી મેળવી શકતા.

નવરા બેઠા બેઠા નકારાત્મક થઈ ગયેલા એ યુવાનોને પછી કોઈ જાતિવાદ કે કોમવાદનું ભૂત ભરાઈ દે એટલે તે યુવક રાજનીતિમાં જોડાય છે.

જો સત્તાધારી પાર્ટી સાથે જોડાયો હોય તો રાજનેતાઓના ટાપા-ટૈયા કરે છે અથવા જો કોઈ વિરોધ પક્ષમાં જોડાયો હોય તો સરકાર સામે બાંયો ચડાવીને આંદોલન કરે છે હિંસા કરે છે.તે ઉપરાંત તે વિરોધ પક્ષને સત્તા પર લાવવા પોતાની કે પરિવારની જિંદગી હોમીને “બલિદાન” આપે છે

હું નહી ઈચ્છતો કે દેશનો કોઈ યુવાન આજ પછી બેરોજગાર રહે. હું નથી ઈચ્છતો કે કોઈ નેતા બેરોજગારીની મજબૂરીમાં એ યુવાનને ઢાલ બનાવીને પોતાના રસ્તે આગળ વધે તેથી આજના યુવાનોને મારો એક ખાસ સંદેશ છે કે દેશસેવા કરવી હોય તો સમાજસેવા કરજો.

માનવતા સૌથી મોટો ધર્મ છે એ કયારેય ના ભૂલતા. તમારે જો સમાજસેવા કરવી હોય તો એ માટે કોઈ રાજનૈતિક પાર્ટી જોઇન કરવાની કે રાજનીતિમાં ઘૂસવાની કોઈ જરૂર નથી.

સમાજસેવા કોઈ પણ રીતે કરી શકો છો જેમ કે તમે શિક્ષિત હોવ તો કોઈ ગરીબ બાળકને ભણાવો,તમારું શરીર સારું છે તો થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને તમારું લોહી આપો,કોઈ તકલીફમાં છે તો તરત એની મદદે આવીને ઉભા રહો, દેશની કોઈ દીકરીને તમારી જરૂર છે તો ભાઈ બનીને એનું રક્ષણ કરો. ગુમ થયેલા બાળકો મળી જાય એ માટે તમારી બુદ્ધિ લગાવીને તમારાથી થાય એટલી એમના માતા પિતાને મદદ કરો.આ બધી જ સમાજસેવા છે.

પણ જો તમારે બાળકો માટે શાળા બંધાવીને “શિક્ષણ” મફતમાં આપવું છે અથવા ગરીબોને ફ્રી સારવાર મળે એ માટે “નિ:શુલ્ક દવાખાનું” ખોલવું છે તો સૌથી પહેલા તમારે પગભર થવું પડશે અને પગભર થશો તો આર્થિક રીતે આગળ આવીને આર્થિક મદદ કરી શકશો.

પણ આ અર્થ ( નાણું ) આવે કયાંથી ? એનો એક જ જવાબ છે જ્ઞાનથી.આ દુનિયામાં ચાર પ્રકારમાંથી કોઈ એક પ્રકારનું “જ્ઞાન” ધરાવતા અલગ અલગ લોકો હોય છે.

પહેલી કેટેગરીમાં “મજૂરી” આવે.ધારો કે કોઈ સવારથી સાંજ મજૂરી કરીને જેમ કે પેંડલલારી,રીક્ષા,ટેકસી ચલાવીને પૈસા કમાય છે.કોઈ મજૂર કન્સ્ટ્રકશન ની સાઇટ પર મજૂરીનું કામ કરીને સાંજ પડે ૩૦૦ કે ૪૦૦ રૂપિયા કમાય છે.આ લોકોને આવી નાની મોટી મજૂરી કરવાનું જ્ઞાન હોય છે તેનાથી તેઓ પોતાની જરૂરિયાત પૂરતું ધન કમાય છે.

બીજી કેટેગરીમાં “શિક્ષણ”આવે છે જેમ કે કોઈ શિક્ષક હોય,કોઈ ડોકટર હોય,કોઈ એન્જિનિયર હોય,કોઈ પણ પ્રકારની વિશેષ વિદ્યા ધરાવતા લોકો એક સંતોષકારક જીવન જીવે એવા સુખ પ્રાપ્ત કરી શકે એવું ધન કમાય છે.

ત્રીજી કેટેગરીમાં “કળા”નો સમાવેશ થાય.ધારો કે કોઈ કલાકાર હોય એટલે કે સારો Singer, Dancer, Musician, Actor, Painter etc વગેરે કોઈ પણ પ્રકારની એનામાં કળા હોય છે.

આ જ કેટેગરીમાં કેટલાક વેપારીઓ તથા બિઝનેસમેનનો સમાવેશ થાય છે.તેમનામાં વેપાર કરવાની ઉત્તમ કળા હોય છે.તેઓ પોતાની કળાથી ( આવડત ) સ્વર્ગ જેવા ઉત્તમ સુખો I Mean Luxurious Life જીવે એવું ધન કમાય છે.

ચોથી કેટેગરીમાં “વિચાર” નો સમાવેશ થાય છે.ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકેરબર્ગને માત્ર એક વિચાર આવ્યો હતો કે મારે ટેકનોલોજીથી આખી દુનિયાને જોડવી છે.તેમણે ફેસબુક બનાવ્યું.તેમના આવા એક ઉત્તમ વિચારથી તેઓ અખૂટ સંપત્તિના માલિક થયા.

ટૂંકમાં પેલો મજૂરી કામ કરતો મજૂર પણ જ્ઞાન ઘરાવે છે અને અર્થ ( નાણું ) કમાય છે તેમ શિક્ષક પોતાની શિક્ષાના જ્ઞાનથી, કલાકાર પોતાની કલાના જ્ઞાનથી , વેપારી પોતાના વેપારના જ્ઞાનથી અને માત્ર એક વિચારથી બહુ મોટુ સામ્રાજય ઉભુ કરનાર પણ પોતાના જ્ઞાનથી અર્થ કમાય છે.તો તમારી પાસે જે વાતનું “જ્ઞાન” છે એ “જ્ઞાનથી અર્થ ( નાણુ ) કેમ ના કમાવી શકો ? તમે પણ કમાવી શકો છો જરા ધ્યાનથી વિચારજો.

જ્ઞાનથી અર્થ ( નાણુ ) કમાઈને “દાન” કરવું તેવી ભાવના હોવી જોઈએ.આ દાન કેટલું કરવું,કેવી રીતે કરવું, કયાં કરવું એમ વિચારીને સમાજની અને દેશની સેવા કરી શકીએ છે.

તમે જે નાણું કમાવ્યા છો એ ખરેખર તમારું નથી પણ કુદરતે તમને જે જ્ઞાન આપ્યું છે એનાથી તમને જીવનનિર્વાહ કે મોજશોખ કરવા માટે એની ઝોલીમાંથી થોડી “લક્ષ્મી” આપી છે. આમાંથી જેટલું તમારા કામનું છે એટલું તમારી પાસે રાખવું બાકીનું વધારાનું જે કુદરતે આપ્યું છે તે અન્યની મદદ કાજે વાપરવું એટલે કે દાન કરવું.

આજના યુવાનોનું ભલું થાય તે માટે આ આર્ટિકલની લિંક ખૂબ જ શેર કરજો જેથી બધા વાંચી શકે ને બધાનું ભલું થાય.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page