31 C
Ahmedabad
Thursday, September 19, 2024

પરિશ્રમ અને પ્રારબ્ધ

પરિશ્રમ અને પ્રારબ્ધને સંબંધ છે પણ ખરી અને આમ સંબંધ નથી પણ ખરા ! એવું કહેવાય છે કે પરિશ્રમથી પ્રારબ્ધ ચમકે છે જો આવું જ હોય તો ક્રોન્ટ્રાકટરના ત્યાં મજૂરી કરનાર આખું જીવન કેમ મજૂરી જ કરે છે ? એના જેટલું પરિશ્રમ કોઈ જ નહી કરતું હોય.

તમિલનાડુના રામેશ્વરમાં એક નાનકડા બાળકનો હાથ જોઈને એક સાધુએ એની માતાને કહ્યું હતું કે “તમારા બાબાના હાથમાં પ્રારબ્ધ ( ભાગ્ય ) ની રેખા જ નથી. આ સાંભળીને બાળકની માતા રડવા માંડી.માતાને રડતી જોઈને બાળકને ગમ્યુ નહી. બાળક ઘરમાં ગયો અને ચપ્પુ લઈને હાથમાં પ્રારબ્ધની રેખા ખેંચી દીધી. આ બાળક એટલે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.રાધાકૃષ્ણન સર્વોપલ્લી.

પરિશ્રમ દરેક વ્યકિત કરે છે. સવારથી સાંજ સુધી કોર્પોરેટ ક્ષેત્રમાં નોકરી કરે છે. કોઈ વેપારી પોતાના ધંધાના વિકાસ માટે આખો દિવસ મહેનત કરે છે પણ શું વ્યકિતનું પ્રારબ્ધ પરિશ્રમથી ચમકે છે ? ના,એનું પ્રારબ્ધ માટે એના “દ્ઢ વિચારો” થી ઝગમગે છે. વિચારો મજબૂત અને ઉંચા હોય તો પ્રારબ્ધને ચમકવું જ પડે.

યુવાનો,એક કાગળ લો.એ કાગળ પર તમારા જીવનના ધ્યેય લખો અને છેક નીચે લખો કે “આ પૂરા નહી થાય ત્યાં સુધી હું નહી મરું”. કોઈ તમને એમ કહે કે “તું આ નહી કરી શકે” તો નકારાત્મક ના થઈ જશો પણ એવું હકારાત્મક વિચારજો કે “આ કામ દુનિયામાં હવે તમારા સિવાય કોઈ નહી કરી શકે”.

પ્રખ્યાત સિંગર સોનુ નિગમને એમના સંધર્ષના દિવસોમાં મ્યુઝિક કોમ્પોઝર અનુ મલિકે બે ત્રણ અપશબ્દો કહીને રિજેકટ કરી નાખ્યા હતા.એ પછી “સંદેશે આતે હૈ” ગીત માટે અનુ મલિકને “સોનુ નિગમ” ની જરૂર પડી હતી.

હું અગિયારમાં ધોરણમાં હતો ત્યારે મેં લખ્યું હતું કે “IF YOU CAN THINK HIGH THEN YOU CAN REACH THERE WHEREVER YOU WANT” ( જો તમે ઉંચુ વિચારશો તો તમે ત્યાં પહોંચશો જયાં તમે ઈચ્છો છો ) કહેવાનો મતલબ કે પ્રારબ્ધને ચમકાવવા માટે પરિશ્રમની સાથે સાથે “ઉંચા અને દ્ઢ વિચાર” ની પણ જરૂર છે કારણકે સીધુ લોજીક છે કે સવારથી સાંજ મજૂરી કરનાર માત્ર સાંજના ભોજન સુધીનું જ વિચારે છે અને ઉંચાઈ પર પહોંચનાર પોતાનું,પરિવારનું,સમાજનું અને દેશનું વિચારે છે .તે પોતે જીવે ત્યાં સુધી અને પોતાના મૃત્યુ પછીનું પણ વિચારે છે.

“પ્રારબ્ધ ચમકાવવા ઉંચા વિચારો રાખો, એ વિચારોને સફળ કરવા ખૂબ જ હકારાત્મક વલણ સાથે સખત પરિશ્રમ કરો”

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page